પ્રિય મિત્રો,
સરખામણી લેખમાળાના આ ત્રીજા લેખમાં આજે આપણે વર્ડપ્રેસ હોસ્ટેડ અને સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ વિશે જાણીશું.
હોસ્ટ એટલે યજમાન. જ્યાં મહેમાન (ગેસ્ટ) પડ્યો પાથર્યો રહેતો હોય તે હોસ્ટ! ઈન્ટરનેટ પર હોસ્ટ એટલે જ્યાં લખાણ કે માહિતી (ડેટા) પડ્યા પાથર્યા રહેતા હોય તે જગ્યા. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ (દા.ત. બ્લૉગબુકલેટ)નો ડેટા વર્ડપ્રેસના સર્વર પર હોય છે, જ્યારે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ (દા.ત. ફનએનગ્યાન) નો ડેટા પોતાના (સેલ્ફ) સર્વર પર હોય છે.
વર્ડપ્રેસ તેના વપરાશકારોને ત્રણ જી.બી. (3GB) જેટલી જગ્યા આપે છે. ત્રણ જીબી એટલે કે ત્રણ ગીગા બાઈટ એટલે કે ત્રણ અબજ બાવીસ કરોડ બાર લાખ પચીસ હજાર ચારસો બોત્તેર બાઈટ! આટલી જગ્યા ફક્ત લખાણ લખીને ભરાતાં બહુ જ સમય લાગે, પણ ચિત્રો (વધુ જગ્યા લે તેથી થોડી ઝડપથી ભરાય), ઑડિયો (ચિત્રોથી વધુ જગ્યા લે એટલે થોડી વધુ જડપથી ભરાય) અને વિડિયો મુકીએ એટલે બહુ જડપથી ભરાવા લાગે. ત્રણ જીબી ભરાઈ જાય એટલે વર્ડપ્રેસ પાસેથી વધારાની જગ્યા પૈસા ખર્ચીને લેવી પડે. કિંમત છે: પાંચ જીબી ના વીસ ડોલર અને ૧૫જીબીના ૫૦ ડોલર!
સેલ્ફ હોસ્ટેડ બ્લૉગમાં બ્લૉગ માટેનું સોફ્ટવેર વર્ડપ્રેસનું જ હોય, ડેટા પોતાના સર્વર પર ડેટા મૂકવો પડે. આપણી પાસે ક્યાં હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાયેલું પોતાનું સર્વર હોય? એટલે સહજ છે કે ભાડે લેવું પડે. આખું સર્વર ભાડે લેવું પોસાય નહીં અને આપણાં વ્યક્તિગત બ્લૉગ માટે જરૂરી પણ નથી. બ્લ્યુ હોસ્ટ અને હોસ્ટ આઈ કેન જેવી (અને બીજી ઘણી બધી) સાઈટ અનલિમિટેડ સ્પેસ (જગ્યા) અને અનલિમિટેડ બેન્ડ વિડ્થ (વપરાશ) સાથે શેર્ડ સર્વર (જેમાં એક સર્વર પર આપણાં જેવા બીજા ઘણાં લોકોનો પણ ડેટા હોય) પાંચથી દસ ડોલર મહિનાના ભાડાથી આપે છે.
આપણા બ્લૉગનો ડેટા ક્યાં રહેશે તે સમજી લીધા પછી બંનેના તફાવત જોઈએ. Continue reading »