Jun 092011
 

પ્રિય મિત્રો,

આમ તો આજે પોસ્ટ મૂકવાનો કોઈ વિચાર ન હતો પણ ગઈકાલે વર્ડપ્રેસ તરફથી એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે:

વર્ડપ્રેસ બ્લોગ પર હવે ટ્વિટર કે ફેસબુક વડે લોગ-ઈન થઈને કૉમેન્ટ કરી શકાશે.

જે લોકો ટ્વિટર કે ફેસબુક પર વધુ એક્ટિવ છે તેઓ વર્ડપ્રેસ પર પોતાનું આઈડી બનાવવાની માથાકૂટ કર્યા વગર ટ્વિટર કે ફેસબુક આઈડી વડે વર્ડપ્રેસ પર કૉમેન્ટ કરી શકશે અને તેમના નામ સાથે તેમની ટ્વિટર કે ફેસબુક પ્રોફાઈલની લિન્ક મૂકાશે.

કૉમેન્ટ મૂકતી વખતે નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કૉમેન્ટ કરનાર પાસે ચાર વિકલ્પ હશે, ૧) ગેસ્ટ ૨) વર્ડપ્રેસ ૩) ટ્વિટર અને ૪) ફેસબુક. કૉમેન્ટ કરનાર જે તે પસંદગીનો વિકલ્પ પર ક્લિક કરી કૉમેન્ટ કરી શકે છે. Continue reading »

Apr 302011
 

પ્રિય મિત્રો,

સમયાંતર વર્ડપ્રેસ પોતાને અપ-ટુ-ડેટ રાખે છે તેને કારણે આપણે નવી નવી સુવિધાઓ વાપરવા મળે છે અને બ્લોગ ‘લખવા’નું કામ (બ્લોગિંગ) દિવસે ને દિવસે સરળ થતું જાય છે.

તાજેતરમાં જે સુવિધા ઉમેરવામાં આવી છે તે છે રાઈટિંગ હેલ્પર

આ સુવિધા પોસ્ટ એડિટરની (જ્યાં આપણે પોસ્ટ લખીએ તેની) નીચે આવેલી છે. (જુઓ ચિત્ર)

આ સુવિધા અંતર્ગત કૉપી અ પોસ્ટ અને રીક્વેસ્ટ ફીડબેક એમ બે સુવિધાઓ છે, ચાલો એક એક કરીને સમજીએ…

સૌપ્રથમ કૉપી-અ-પોસ્ટ: નામ વાંચી ગેરસમજ ન કરતા. ના, આ સુવિધા અન્ય બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવીને પોતાના બ્લૉગ સમૃદ્ધ કરતા કૉપી-પેસ્ટીયાઓ માટે નથી. આ સુવિધા જે બ્લોગરને પોતાની અગાઉ પ્રસિદ્ધ થયેલી પોસ્ટનું લખાણ કૉપી-પેસ્ટ કરી નવી પોસ્ટ બનાવવી છે તેમના માટે છે. આ સુવિધા વડે પોસ્ટ કૉપી કરીએ તો પોસ્ટના લખાણની સાથે પોસ્ટનું મથાળું, ટેગ્સ (લટકણીયા), વિભાગ (કેટેગરી) વગેરે પણ કૉપી થાય છે જેથી આપણે એટલો સમય બચે છે.

હવે જોઇએ રીક્વેસ્ટ અ ફીડબેક: આ સુવિધા વડે તમે તમારા મિત્ર/માર્ગદર્શક પાસેથી પોસ્ટ પ્રસિદ્ધ કર્યા પહેલા પ્રતિક્રિયા મેળવી શકો છો. તેઓ લખાણમાં રહેલી જોડણી ભૂલો, માહિતી દોષ, વધુ સારી રીતે રજુ કરવાના સૂચન વગેરે આપી શકે છે અને તમે પોસ્ટને વધારે સારી રીતે રજુ કરી શકો છો. રીક્વેસ્ટ અ ફીડબેક ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે જેમાં તમે તમને મદદ કરે તેવા મિત્રોના ઈમેઈલ એડ્રેસ લખી દો. તેમને એક ખાસ ખાનગી લિન્ક મળશે જેને ક્લિક કરીને તેઓ તમારું લખાણ વાંચી શકશે. તેઓએ આપેલી પ્રતિક્રિયા પોસ્ટ રીક્વેસ્ટ ફીડબેક વિસ્તારમાં દેખાશે જેને અનુસરીને તમે તમારું લખાણ મઠારી શકો છો.

આવતી કાલે ગુજરાત દિવસ છે, સાથે સાથે મહારાષ્ટ્ર દિવસ પણ છે! લેબર ડે પણ ખરો, પણ હોલી ડે (રજા) નથી, કારણ કે રવિવાર છે!

આગોતરી શુભેચ્છાઓ.

Dec 242010
 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર વાંચતી વખતે ક્યારેક કોઈ વેબસાઈટ પરનો લેખ ગમી જાય કે કોઈ સમાચાર વાંચીને એમ થાય કે આ વાત પર પોસ્ટ લખીને બધાની સાથે ‘શેર’ કરવી જોઈએ. આ કામ કેવી રીતે કરીશું? નકલખોર વાંદરાઓ કહેશે કે સિમ્પલ છે, ગમતા લેખવાળા પાના પર ‘કંટ્રોલ એ’ પછી ‘કંટ્રોલ સી’ અને પોતાના બ્લોગ પર ‘કંટોલ વી’ અને પછી ‘પબ્લિશ!’

વર્ડપ્રેસ ગમતા લેખને પોતાના બ્લોગ પોસ્ટ કરવા માટે સ્માર્ટ સુવિધા સાથે હાજર છે: પ્રેસ ધીસ.

સૌપ્રથમ તમારા વર્ડપ્રેસ બ્લૉગની કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુ) ‘ટૂલ્સ’ વિભાગમાં ‘ટૂલ્સ’ પર ક્લિક કરો. એક પાનું ખુલશે જેમાં પહેલા ફકરામાં ‘પ્રેસ ધીસ’ વિશે લખેલું . તેમાં આપેલી ‘પ્રેસ ધીસ’ની લિન્ક ‘ડ્રેગ’ કરીને તમારા બ્રાઉઝરના ‘બુકમાર્ક’ કે ‘ફેવરીટ’ પર લઈ જાઓ. હવે આ બટન અહી દેખાશે. પછી જ્યારે કોઈ વેબસાઈટ સર્ફ કરતી વખતે કોઈ લેખ ગમી જાય અને તેના પર પોસ્ટ બનાવવાનું મન થાય તો વર્ડપ્રેસ ખોલીને નવી પોસ્ટ બનાવીને જે તે લેખની લિન્ક પેસ્ટ કરવાની જરૂર નથી. બસ ગમતા લેખ વાંચતી વખતે ‘પ્રેસ ધીસ’નું બટન દબાવો. આપો આપ વર્ડપ્રેસ ખુલીને તેમાં એક નવી પોસ્ટ બની જશે અને તેમાં તમારા મનગમતા લેખની લિન્ક અપાઈ જશે!

‘પ્રેસ ધીસ’ સુવિધા વર્ડપ્રેસ તરફથી ‘નવા વર્ષની ટિપ્સ‘ લેખની પહેલી ટિપ છે.

Powered By Indic IME