Apr 252011
 

પ્રિય મિત્રો,

આજે ૨૫ એપ્રિલ. આજે આંતર રાષ્ટ્રિય મલેરિયા જાગૃતિ દિવસ છે.

બીજું, વર્ડપ્રેસ તરફથી સમયાંતરે સુવિધાઓ ઉમેરવામાં આવતી હોય છે. તાજેતરમાં એક નવો અને મજાનો થીમ ઉમેરવામાં આવ્યો છે: મિસ્ટિક

ડિજિટલ નેચરએ ડિઝાઈન કરેલો આ મસ્ત મજાનો અને ઢગલાબંધ વિકલ્પો ધરાવતો થીમ હમણાં સુધી ફક્ત સેલ્ફહોસ્ટેડ (દા.ત. ફનએનગ્યાન.કોમ) બ્લોગ માટે વાપરી શકાતો હતો અને થીમ પરિચય પખવાડિયા દરમ્યાન આ થીમનો આપણે પરિચય કર્યો હતો અને ઘણાંને ગમ્યો હતો.

હવે આ થીમ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ (દા.ત. બ્લોગ.વર્ડપ્રેસ.કોમ)  માટે પણ વાપરી શકાશે. બહુ બધા વિકલ્પો વાળા આ થીમમાં છ અલગ અલગ કલર સ્કિમ છે. એક, બે કે ત્રણ કૉલમ લે-આઉટ પસંદ કરવાના વિકલ્પ છે. બ્લોગની નીચે ચાર અલગ અલગ રીતે વિજેટ દર્શાવી શકાય છે. પોસ્ટ ફોર્મેટ સપોર્ટ કરે છે. સોસિયલ (ફેસબૂક/ટ્વિટર વગેરે) સાઈટ માટેની લિન્ક્સ આઈકોન સાથે મથાળામાં દર્શાવવાની સુવિધા ધરાવે છે. એક વિશેષ વિજટ સાથેનો આ થીમ વિશિષ્ઠ પોસ્ટને વિશેષ રીતે દર્શાવવા માટે સજ્જ છે.

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે તમારા બ્લોગની કંટ્રોલ પેનલમાં અપિયરન્સ પર ક્લિક કરો.

(માહિતી અને ચિત્ર સૌજન્ય વર્ડપ્રેસ બ્લોગ)

 

 

Dec 082010
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય પખવાડીયાનો ત્રીજો થીમ છે – મિસ્ટીક.

ડિઝિટલ નેચર તરફથી નામ પ્રમાણે રહસ્યપૂર્ણ અને રસપ્રદ એવો આ થીમ વિશેષતાઓથી ભરેલો છે. મજાની ડિઝાઈન, એક-બે-ત્રણ કૉલમ તેમજ લેઆઉટ પસંદ કરવાની સગવડ, વિજેટ દર્શાવવાની સગવડ, થીમ ઓપ્શન્સ પસંદ કરવા માટેનું સચિત્ર પાનું, ચોક્કસ પહોળાઈ તેમજ આપમેળે ગોઠવાતી પહોળાઈ, ડાબી કે જમણી બાજુએ સાઈડબાર મુકવાની સગવડ, પોતાની પસંદગી પ્રમાણેનું મથાળું, બેકગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપરાંત કૉમેન્ટ કરનારના દેશનો ધ્વજ દર્શાવવાની વિષેશ સગવડ ધરાવે છે.

આ થીમ જિજ્ઞેશભાઈ અધ્યારૂના બ્લોગ અક્ષરનાદ.કોમ પર શોભી રહ્યો છે!

Dec 072010
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય પખવાડીયાનો બીજો થીમ છે – મેપલલીફ.

પાનખરને ઉજાગર કરતો આ થીમ જોતાં જ ગમી જાય તેવો છે. ટેમ્પ્લેટલાઈટ તરફથી આ થીમ મફત છે પણ શર્તે. (ત્રણ જાહેરાતોની લિન્ક  દર્શાવવી જરૂરી છે જાહેરાતો ન દર્શાવવી હોય તો ૨૦ ડૉલર ચૂકવવા પડે!)

બે કૉલમનો સરળ અને સ્વચ્છ થીમ ચોક્કસ પહોળાઈ ધરાવે છે તેમજ વિજેટ મૂકવાની સગવડ સાથે છે. સાઈડબાર ડાબી બાજુએ છે.  આ થીમમાં પણ થીમ ઓપશનનું પાનું નથી તેથી બ્લોગર તેમાં બહુ ફેરફાર કરી શકતો નથી.

આ થીમ પણ અહીં ફક્ત પરિચય માટે મૂકવામાં આવ્યો છે, ફનએનગ્યાન.કોમના થીમના વિકલ્પ તરીકે નહીં.

આ થીમ વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો પર શોભી રહ્યો છે.

Dec 062010
 

પ્રિય મિત્રો,

સવારે સમય ન હોવાથી આ લેખ મૂકી ન શક્યો. સવારે ફક્ત થીમ બદલાવીને મૂક્યો હતો જેથી તમે કૉફી-ડેસ્ક થીમનો અનુભવ કરી શકો.

જેવી રીતે સવારે કહ્યું તેમ થીમ પરિચય પખવાડીયાનો પહેલો થીમ છે, કૉફી-ડેસ્ક. ટેમ્પલેટલાઈટ કંપનીએ બનાવેલો આ થીમ અમુક શરતો સાથે મફત છે.

આ એક મજાનો કૉફી ટેબલ થીમ છે. જે બ્લોગરોને બ્લોગ = ડાયરી એવી ગેરસમજ છે કે પછી બ્લોગ = જાહેર ડાયરી! એવી સમજ છે તેમના માટે આ થીમ પહેલી પસંદગી છે. પોસ્ટ બહુ લાંબી ન હોય અને ઓછું લખાણ હોય (દા.ત. કવિતા કે ગઝલ) તો તે આ થીમ સાથે ખરેખર શોભી ઊઠે છે. પણ મોટી પોસ્ટ હોય કે લાંબું લખાણ હોય તો જામતું નથી કારણ, તમે ૪” પહોળી અને ૨૪” લાંબી ડાયરી જોઈ છે?

બે સાઈડબાર અને થીમ પ્રમાણેના ગ્રાફિક્સ (ચિત્રો) સાથેનો આ થીમ જોતાં જ ગમી જાય એવો છે. કૉફી ટેબલ, ટેબલ મેટ, ડાયરી, પેન, કૉફીનો કપ, સાકર ઓગાળવાની કે કોફી ભેળવવાની ચમચી, લેબલ ટેગ, ટાંકણી ભોંકીને ચોંટાડેલી નોટ્સ અને જમણી બાજુએ બે પાંદડા અહા! જમાવટ કરી દે છે.

બે સાઈડબાર અને ગ્રાફિક્સને કારણે લખાણ માટે ઓછી જગ્યા મળે છે તેથી ફોન્ટ મોટા કરી શકાતા નથી અને મોટા ચિત્રો પણ મૂકી શકાતા નથી.

આ થીમ વિણેલામોતી.કોમ સાઈટ પર જોવા મળે છે અને ફક્ત પરિચય માટે મૂકવામાં આવ્યો છે. ફનએનગ્યાન માટેના થીમના વિકલ્પ તરીકે નહીં.

વધુ વિગતો અને આ થીમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Dec 062010
 

પ્રિય મિત્રો,

આજથી થીમ પરિચય પખવાડીયું શરૂ થાય છે. આ આયોજન બહુ ઉદ્દેશી છે.

અલગ અલગ થીમનો પરિચય કરવો અને તે પરિચય ફનએનગ્યાનના વાચકોને કરાવવો. જે તે થીમ એક દિવસ માટે બ્લોગ પર મૂકવો જેથી વાચકો પ્રત્યક્ષ અનુભવ કરી શકે. પખવાડીયાને અંતે પરિચય કરાવેલા થીમમાંથી પૉલબાબા (પેલા આઠપગવાળા સ્વર્ગસ્થ! નહીં પૉલડેડીવાળા!)ની મદદથી વાચકોની પસંદગી જાણવી અને બહુમતી વાચકોએ પસંદ કરેલો થીમ ફનએનગ્યાન.કોમ પર મુકવો.

આજનો થીમ છે કૉફી-ડેસ્ક. વધુ વિગતો સાંજે ૭વાગ્યે!

આ પહેલા પણ આ રીતનું આયોજન કર્યું હતું જેની લિન્ક આ રહી! થીમ પરિચય વીક

Powered By Indic IME