પ્રિય મિત્રો,

આ પહેલાની પોસ્ટમાં આપણે ક્યાંનું શું વખણાય? મથાળા હેઠળ પુણેની પાંચ સુપ્રસિદ્ધ વાનગીઓ વિશે જાણ્યું. આજે માણીએ પુણેરી મિસળ.

મિસળ પાવ એટલે કે મહારાષ્ટ્રની લગભગ દરેક જગ્યાએ મળતી અને નામ સાંભળીને મોઢામાં પાણી લાવી દેતી તીખી તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. ફણગાવેલા કઠોળ વડે બનેલા તીખા રસા (ગ્રેવી)માં પૌંઆ અને ફરસાણ ઉમેરી બનતી આ વાનગી પાઉં (બ્રેડ) સાથે પીરસાય છે અને એક વખત ખાનાર વ્યક્તિ બીજી વખત ખાવા અચૂક આવે છે…

આમ તો પુણેમાં લગભગ દરેક જગ્યાએ મિસળ મળતી હોય છે પણ સુપ્રસિદ્ધ મિસળવાળાઓની વાત જ અનેરી છે.

૧) શ્રી ઉપહાર ગૃહ

સરનામું = શનિપાર બસ સ્ટોપ પાસે, ઑફ લક્ષ્મી રોડ, પુણે

વિશેષતા = સ્વાદ. મારા મતે નં ૧ પુણેરી મિસળ, મધ્યમ તીખી.

૨) રામનાથ

સરનામું = સાહિત્ય પરિષદ પાસે, ટિળક રોડ, પુણે

વિશેષતા = તીખી (કોલ્હાપુરી) મિસળ. Continue reading »

 

પ્રિય મિત્રો,

તાજેતરમાં દિવ્ય ભાસ્કર પર એક લેખ પ્રસિદ્ધ થયો છે અને તેના પર અધધ કહી શકાય એટલા પ્રતિભાવ મળ્યા છે. અન્ય બ્લૉગ/વેબસાઈટ પરથી લખાણ લઈને (સૌજન્ય સાથે/વગર) પોતાનો બ્લૉગ સમૃદ્ધ કરતા કેટલાય પરોપજીવી બ્લૉગ પર પણ આ લેખ કૉપી-પેસ્ટ થયો છે. આ લેખની બીજી મજાની વાત એ છે કે વાચકો તરફથી કૉમેન્ટમાં મળતી પુરક માહિતી ઉમેરીને લેખને સતત અપડેટ કરવામાં આવી રહ્યો છે!

જાણો, ગુજરાતના ક્યા ક્યા શહેરની કઇ કઇ વસ્તુ વખણાય છે? – દિવ્ય ભાસ્કર

દિવ્ય ભાસ્કરના આ લેખની લિન્ક અહીં મૂકવાના બે ખાસ કારણો છે. પહેલું કારણ દેખીતું છે કે ગુજરાતના કયા શહેરની કઈ વાનગી, કયો જોઈન્ટ વખણાય તેની અપટુડેટ યાદી આપની સાથે શેર કરવા માટે. અને બીજું, બ્લૉગને લોકપ્રિય કેવી રીતે બનાવશો? એ પ્રશ્નનો ઉત્તર આ લેખ અને તેને મળેલા પ્રતિભાવો જોઈને મળી જાય છે!

વર્ષો પહેલા એક ગુજરાતી ફિલ્મ જોઈ હતી જેમાં એક ગીત હતું, ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી. મને યાદ છે ત્યાં સુધી જાણીતા હાસ્ય અભિનેતા રમેશ મહેતા પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું અને ગીતમાં ગુજરાતની જાણીતી વાનગીઓના નામ હતા. લો તમે પણ સાંભળો આ ગીત, વિનોદ રાઠોડના સ્વરમાં રણકાર.કોમ પર! Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME