Oct 312011
 

પ્રિય મિત્રો,

સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, હેપ્પી ન્યુ યર!

આજે લાભ પાંચમ, વિક્રમ સંવત ૨૦૬૮ના નવા વર્ષના કામકાજનો પહેલો (વર્કિંગ) દિવસ. આજથી વેપાર/ધંધા/રોજગાર ધમધમતા થવાનો દિવસ. આજનો દિવસ કોઈ પણ કાર્ય શરુ કરવા માટે શુભ ગણાય છે અને મુહર્ત પૂછવાની જરૂર રહેતી નથી. આજના દિવસને સૌભાગ્ય પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવાય છે. એટલું જ નહીં, આજનો દિવસ જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાય છે. આમ, આજનો દિવસ લક્ષ્મી અને સરસ્વતી બંને દેવીઓનો છે. વેપાર અને વિદ્યા બંને માટે મહત્વનો દિવસ છે.

ગયા પખવાડીયે સર્ફગુજરાતી.કોમ માટે ટૂંકું અને ટચી ગુજરાતી નામ સૂચવવા માટે વિનંતી કરી હતી જેના માટે ઘણાં બધાં સૂચનો આવ્યા છે જેમાંથી એક મિત્રે ઈમેઈલ દ્વારા સૂચવેલું નામ વાહ પસંદ પડ્યું છે. ટૂકું પણ છે (અંગ્રેજીમાં ફક્ત ચાર અક્ષર vaah) તેમજ IN અને ME ડોમેઈન પર ઉપલબ્ધ પણ છે!

સર્ફગુજરાતી.કોમનું પ્રોગ્રામિંગ કાર્ય પુરજોશમાં ચાલુ છે, દિવાળીની રજાઓ જતી કર્યા છતાં ડેડલાઈન સાચવી શકાઈ નથી. નવી ડેડલાઈન નક્કી કર્યા વગર ટૂંક સમયમાં રજુ કરી શકાય તે માટેની તડામાર તૈયારી ચાલુ છે…

Oct 242011
 

પ્રિય મિત્રો,

સર્ફગુજરાતી.કોમ અને અન્ય વ્યસ્તતાને કારણે સરખામણી લેખમાળા થોડી અટવાઈ ગઈ હતી તેને આજે આગળ વધારીએ તે પહેલા આજે ધનતેરસનો શુભ દિવસ છે, બધાને શુભેચ્છાઓ…!

સરખામણી લેખમાળાના છઠ્ઠા લેખમાં આપણે બ્લૉગ અને વેબસાઈટના ગુણાંક દર્શાવતી બે સેવાઓ એલિઝા અને ઈન્ડીરેન્કની વાત કરીશું.

રેન્ક સેવા વિશે લેખ લખવાનું કેવી રીતે સુજ્યું તે જાણવું રસપ્રદ થશે. સર્ફગુજરાતી.કોમમાં ગુજરાતી બ્લૉગ/વેબસાઈટના ગુણાંક દર્શાવવાની વ્યવસ્થા હશે તેની પ્રોગ્રામરો સાથે ચર્ચા કરતાં વાત નીકળી કે સર્ફગુજરાતી.કોમના ગુણાંક દર્શાવતું વિજેટ કેવું હોવું જોઈએ? કેવું ન હોવું જોઈએ? વર્ડપ્રેસ બ્લોગ પર દર્શાવવું હોય તો તેમાં કોઈ પણ જાતની સ્ક્રિપ્ટ (કોડ) ન હોવી જોઈએ… વગેરે ચર્ચા થઈ. સાથે એલિઝા, અમન્ગ.અસ, ઈન્ડીરેન્ક વગેરે ગુણાંક (રેન્ક) અને તેના વિજેટની ચર્ચા થઈ.

એલિઝા (alexa.com)

૧૯૯૬માં સ્થાપાયેલી એમેઝોન.કોમની આ સેવા આંતરરાષ્ટ્રીય વિશ્વાસપાત્ર ઈન્ટરનેટ ટ્રાફિક દર્શાવતી કંપની છે. તમને એલિઝા વિશે ખબર ન હોય એવું બને પણ એલિઝાને તમારી ખબર હશે એટલું જ નહીં તમારા ગુણાંક પણ દર્શાવશે! એલિઝા વિશે વધુ આ લેખમાં જણાવી ચૂક્યો છું.

એલિઝા રેન્ક દર્શાવતું વિજેટ જાવા સ્ક્રિપ્ટ (કોડ) ધરાવે છે તેથી વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે વિજેટ ઉપલબ્ધ નથી તેથી એલિઝા ‘બેઝ’થી કામ ચલાવવું પડે જે બ્લૉગનો ગુણાંક બ્લૉગ પર દર્શાવતું નથી. Continue reading »

Powered By Indic IME