Archive for the ‘લાઇલક ચેસર’ tag
નેત્રપટલ અને દૃષ્ટીભ્રમ
પ્રિય મિત્રો,
પ્રવાસ, માંદગી, રજાઓ અને ‘બ્લોગર્સ બ્લોક’. બધું મળીને ૧૫-૨૦ દિવસોના વિરામ બાદ આજે આપણે જોઈશું ઓપ્ટીકલ ઇલ્યુઝન.
આ રજાઓ દરમ્યાન ઘણી ઇમેઈલ મળી જેમાંથી એક હતી રુપલબેન શાહની If Your Brain Works Normally? જેમાં નીચે દર્શાવ્યા મુજબનું ચિત્ર છે અને લખાણ છે:
* જો તમે ફરતા ગુલાબી ટપકાની સાથે સાથે તમારી નજર ફેરવશો તો બધાં ટપકાં એક જ રંગના, ગુલાબી દેખાશે.
* પણ જો તમે મધ્યમાં આવેલ કાળા રંગની “+“ની નિશાની પર ધ્યાન કેન્દ્રીત કરશો તો થોડા સમય પછી ફરતો ગુલાબી ટપકો લીલો દેખાશે! Read the rest of this entry »
