પ્રિય મિત્રો,
આવા ચિત્રો બ્લૉગ/વેબસાઈટ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ કે અન્ય સોસિયલ સાઈટ પર ન મૂકવા સિબ્બલ સાહેબને પસંદ નથી.

પ્રિય મિત્રો,
આવા ચિત્રો બ્લૉગ/વેબસાઈટ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ કે અન્ય સોસિયલ સાઈટ પર ન મૂકવા સિબ્બલ સાહેબને પસંદ નથી.

પ્રિય મિત્રો,
થોડી વ્યસ્તતાને કારણે આજે આપણે લેખને બદલે એક રમૂજી ચિત્ર માણીશું, કહેવાય છે ને કે એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે.

આ ચિત્ર મસ્કત એરપોર્ટનું છે. ત્યાં આપમેળે ઉપર લઈ જતાં પગથિયાં (એસ્કેલેટર) પર એક એરલાઈન્સની જાહેરાત મૂકવામાં આવી છે. જાહેરાત જેવી રીતે મૂકવામાં આવી છે તે જોઇને એરલાઈન્સ કંપનીનું ભવિષ્ય સાફ દેખાય છે. ભવિષ્યમાં આ જાહેરખબર મૂકનાર એજન્સીની સેવા લેનાર કંપનીનું ‘ટેકઑફ્ફ’ પહેલા જ ‘લેન્ડીંગ’ એટલે કે ધબ્બાય નમઃ થવું સ્વાભાવિક છે. તમારું શું માનવું છે?
સ્ત્રોત અને સૌજન્યઃ ફ્લાઈટ.ઓર્ગ
થોડા સમય પહેલાં આપણે એક રજવાડી લેપટોપ જોયું જેની સામે એપલ મેકબુકનું ગોલ્ડ પ્લેટેડ વર્જન પણ ઝાંખું પડે. રજવાડી લેપટોપનું ચિત્ર બહુ બધા વાચકોને પસંદ આવ્યું. કેટલાક વાચકોએ ફરમાઈશ કરી કે હવે રજવાડી ડેસ્કટોપ રજુ કરો! નેટ પર ખાંખાખોળાં કરતાં ગોલ્ડ પ્લેટેડ લેપટોપના ઘણાં ચિત્રો મળ્યા પણ ગોલ્ડ પ્લેટેડ ડેસ્ક્ટોપના બહુ ઓછા. તેમાંય ‘રજવાડી’ કહી શકાય એવું એકેય નહીં. છેવટે આજે આ એક મળ્યું…
સ્ત્રોત: ફોર્વર્ડ મેઈલ
… જેને રજવાડી ડેસ્કટોપ કોમ્પ્યુટર કહી શકાય? મારી કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ બોક્સ ક્લિક વગું જ છે!
(રજવાડી ડેસ્કટોપના ચિત્રને તમારા કોમ્પ્યુટરમાં ‘સેવ’ કરવા માટે અહીં ક્લિક કરો)
આપણે નાની-મોટી વાતોની ફિકર કરીને દુઃખી થતા હોઈએ છીએ, જ્યારે આ બિલાડીને જુઓ:

‘ફિકરની ફાકી કરે તે ફકીર’ને ખરા અર્થમાં સાર્થક કરતી હોય તેમ તે કૂતરા પર આરામ ફરમાવી રહી છે.
(સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ)
પ્રિય મિત્રો,
ચિત્ર સૌજન્ય મેબી
આ કોઈ ફોટોશોપની કરામત નથી. આ ચાર્લ લા ટ્રોબનું પૂતળું છે અને તે ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન શહેરમાં પાર્લામેન્ટ સ્ટેશન પાસે મૂકવામાં આવ્યું છે.
ચિત્ર સૌજન્ય વૉકીંગ મેલબોર્ન