Archive for the ‘યુટિલિટિ’ tag
ચાલો બનીએ નેટસૅવિ (૩)
પ્રિય મિત્રો,
આજે ‘નેટસૅવિ’ના ત્રીજા મણકામાં આપણે નાનકડી પણ ખૂબજ ઉપયોગી એવી યુટિલિટિ વિશે જાણીશું.
ઘણી વખત આપણે આપણાં બ્લોગ પર સંસ્કૃતના મંત્રો કે શ્લોકો તેમજ હિન્દી/ઉર્દુમાં લખેલી શાયરી/ગઝલો મૂકતા હોઈએ છીએ ત્યારે આપણી ઇચ્છા ગુજરાતી લિપિમાં મૂકવાની હોવા છતાં ફરીથી ટાઈપ કરવાની પળોજણમાં પડવાને બદલે તેમની તેમ મૂકી દેતા હોઈએ છીએ.
પણ હવે ‘નેટસૅવિ’ના વાચકો એવું નહી કરે. તેઓ ભોમિયો નામની સર્ચ સાઈટની ‘એક્ષ-લિટરેશન‘નો ઉપયોગ કરીને તેઓ તેમને જોઈતી લિપિમાં બદલાવી શકશે. ભોમિયો એકદમ સરળ છે. જે તે પેજનું એક બટન દબાવતાં આપણને જોઈતી ભાષા જેવીકે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, પંજાબી, તેલુગુ, તમિલ, મલયાલમ, ઉડિયા, કન્નડ તેમજ સિંહાલી લિપિમાં રુપાંતર કરી આપે છે! Read the rest of this entry »
