FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘બ્લોગ સ્ટેટસ’ tag

ચાલો બનીએ નેટસૅવિ (૧૦)

without comments

પ્રિય મિત્રો,

સતત અપડેટ થતા રહેવું સફળતાની ચાવી છે આ બોધ કથા આપણે વાંચી.

હવે ચાલો, આજના નેટસૅવિના મણકામાં આપણે જોઇએ કે વર્ડપ્રેસ બ્લોગ્સ પર નવું શું અપડેટ થયું છે?

નેટસૅવિના પાંચમા મણકામાં આપણે બ્લોગ સ્ટેટસ વિશે જાણ્યું. વર્ડપ્રેસ સતત પોતાને અપડેટ કરતું રહે છે અને નવી નવી સગવડો ઉમેરતું રહે છે. બ્લોગ સ્ટેટસમાં Top Posts & Pages વિભાગમાં આપણા બ્લોગ પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ તેની વિગતવાર માહિતી મળતી હતી. જેમાં પહેલાં ફક્ત ૭ દિવસ અને ૩૦ દિવસના વિકલ્પ હતા. હવે અહીં વિકલ્પો વધ્યા છે. હવે આપણે ૭ દિવસ, ૩૦ દિવસ, ૯૦ દિવસ (Quater), એક વર્ષ અને શરુઆતથી લઈને આજ સુધીની (All Time) સૌથી વધુ વંચાતી પોસ્ટની યાદી ઉતરતા ક્રમમાં જોઈ શકીએ છીએ! Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

February 10th, 2008 at 12:47 pm