Aug 082011
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર એક સાથે ત્રણ વિષય લઈને હાજર થયો છું.

૧) અમદાવાદ મુલાકાત

ગયા અઠવાડિયે અમદાવાદ જઈ આવ્યો. પુણેથી અમદાવાદ જતી વખતે રસ્તામાં વહેલી સવારે ભરૂચ આવ્યું. બસે વિરામ લીધો. અડધી (કાચી) ઊંઘમાંથી ઊઠીને નીચે ઊતર્યો, છાપું લીધું: દિવ્ય ભાસ્કર (ભરૂચ આવૃતિ). છાપું જોતાં જ ત્રણ બાબતો એવી ધ્યાનમાં આવી કે ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ! કઈ હતી એ બાબતો?

  1. છાપાની કિંમત રૂ. ૨.૨૫ (સવા બે)! પાવલી ક્યારની ચલણમાંથી બંધ થઈ ગઈ છે અને હવે સત્તાવાર રીતે ૧લી જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે એવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર દિવ્ય ભાસ્કરને આ બાબતની ખબર નથી કે શું? છાપાવાળાને અઢી રૂપિયા આપ્યા પછી ૨૫ પૈસા પાછા કેમ લેવા? અથવા બે રૂપિયા આપીને ઉપરના પચીસ પૈસા કેમ આપવા? ઊંઘ ઊડવાનું પહેલું કારણ!
  2. છાપું વચ્ચેથી ચોક્ક્સ માપનું કપાયેલું હતું! પહેલા આશ્ચર્ય થયું પછી યાદ આવ્યું કે છાપાવેચનારાએ ઈનામી કૂપન કાપી લીધું છે. ઊંઘ ઊડી જવાનું બીજું કારણ, દિવ્ય ભાસ્કર આ ઈનામી યોજના દ્વારા ખરેખર કોને ખુશ કરવા માગે છે છાપું વાચનારને કે પછી છાપું વેચનારને?
  3. ત્રીજું કારણ બહુ જ મજાનું છે. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચવા મળ્યા, આવકવેરો ભરવામાં મુંબઈ-દિલ્લી માઈનસમાં, ગુજરાત નંબર વન! ખુશી થઈ. ગુડ. Continue reading »
Jun 112011
 

પ્રિય મિત્રો,

વર્ષો પહેલા એક સ્ટેજ કલાકારના મુખેથી એક વાર્તા સાંભળી હતી જેમાં આનંદ નામની વ્યક્તિ શહેનશાહ કેવી રીતે બને છે તેની વાત હતી:

આનંદ બોમ્બે ટુ ગોઆ જા કર ડૉન બન ગયા! ઉસ કે રાસ્તે કા પથ્થર કભી કભી મિલી કે કશ્મે વાદે કી તરહા અભિમાન પૈદા કર કે ઉસે પરવાના બનને પર મજબૂર કરતા થા. બરસાત કી એક રાત મેં લાવારીશ દિલમેં શોલે ભડક ઊઠે. લોગોં સે યારાના બઢાકર, યે સૌદાગર ખૂન પસીના બહાતા હુઆ અપના સિલસિલા જમાતા રહા. લેકિન હાય રે નસીબ! એક નમક હલાલ પર એક નમક હરામને ત્રિશુલ ફેંક કર ખુદ્દાર સે દેશદ્રોહી બના દીયા! અંધા કાનુન ઔર અદાલત કભી ઈસ મિ. નટવરલાલ કો ગિરફતાર ન કર શકી. વો મહાન સે નાસ્તિક બન કર, કભી અમર, અકબર, એન્થની તો કભી શરાબી, કભી કાલિયા તો કભી કૂલી બનતા થા ઔર હેરાફેરી કર કે સત્તે પે સત્તા મારતા થા. લેકિન એક દિન વો કાલા પથ્થર દેશપ્રેમી બન ગયા. ઉસ મર્દ મેં એક ઐસી શક્તિ જાગી ઔર વો મુક્કદર કા સિંકંદર સમય કી ગંગા જમુના સરસ્વતી પાર કર કે શહેનશાહ બન ગયા!

વાર્તા વાંચતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની વાત થઈ રહી છે. જી, હા. આ વાર્તાના શબ્દો હકિકતમાં મિલિનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મોના નામ છે.

જી, નહીં. તમારા બ્લોગને લોકપ્રિય બનાવવા માટે ન તો આ વાર્તા કૉપી કરી તમારા બ્લોગ પર મૂકવાની છે, ન તો શહેનશાહ પછીની ફિલ્મોના નામને સાંકળીને વાર્તાને આગળ વધારવાની છે. Continue reading »

Jan 122011
 

પ્રિય મિત્રો,

આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી બ્લૉગ વિશ્વની અંદર શ્વસતા ધિક્કાર વિશ્વની. ધિક્કાર એટલે દ્વેષ, અભાવ કે અણગમો. ધિક્કારની લાગણી આમ તો પ્રેમની લાગણી જેવી જ છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં જ ધિક્કાર સંભવ છે, અન્યથા નહીં. એમ કહેવાય છે કે Hatred is blind, as well as love. નફરત અને પ્રેમ બેઉ આંધળા હોય છે.

આપણે પહેલા એ જોઈએ કે ધિક્કાર વિશે જાણીતા ચિંતકો શું કહે છે:

  • જયાં ધિક્કાર હોય ત્યાં વિચાર નથી હોતો. જયાં વિચાર ન હોય ત્યાં વિવેક નથી હોતો. જયાં વિવેક ન હોય ત્યાં કટ્ટરતાથી લથપથ એવું ઝનૂન (હોય છે). - ગુણવંત શાહ
  • ધિક્કાર જયારે હૃદય સોંસરવો હોય છે તે વર્ષો સુધી જતો જ નથી. કાડિયાવાડમાં કહેવત છે કે વહાલા થઈ પાછા વેરી થાય છે. કાલા થઈને કાછડીમાં હાથ ઘાલે છે. - કાંતિ ભટ્ટ
  • આપણે બીજા બીજા માનવો પ્રત્યે, તેમની પ્રગતિ પ્રત્યે, તેમની આધ્યાત્મિકતા વિશે ઇર્ષ્યા થાય અને છેવટે ધિક્કાર થાય તે ધિક્કાર માટેની શક્તિ સાચવવી પડશે. - આલ્ડસ હકસલે (એપ એન્ડ એસેન્સ)
  • ધિક્કાર છોડો, પ્રેમ વાવો, શાંતિ લણો - ગુણવંત શાહ
  • પ્રેમ અને ધિક્કાર કદી સાથે ન રહી શકે - તરૂ કજરિયા
  • ધિક્કાર શું છે? પ્રેમશૂન્યતા – સુરેશ દલાલ Continue reading »
Dec 232010
 

પ્રિય મિત્રો,

ગઈકાલની કૉમેન્ટ મોડરેશન વિશેની પોસ્ટ કૉમેન્ટ મોડરેશન ટિપ્સ અને સ્માર્ટ સેટિંગમાંરહી ગયેલો એક નિયમ, સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ વચ્ચેનો ફરક અને કૉમેન્ટ્સમાં મિત્રોએ પૂછેલા પ્રશ્નોના જવાબ રૂપે આજે સ્માર્ટ સેટિંગનો ભાગ બીજો વાંચી રહ્યા છો.

કૉમેન્ટ મોડરેશન માટે વર્ડપ્રેસ કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) ‘સેટિંગ’માં ‘ડિસ્કશન’ પર ક્લિક કરવાનું છે. ‘ડિસ્કશન સેટિંગ’નું પાનું ખુલતાં જ ‘ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સ’ના ત્રણ સેટિંગ દેખાશે જે આ પ્રમાણે હશે:

  • પહેલું સેટિંગ, કોઈ બ્લોગર પોતાની પોસ્ટમાં તમારી પોસ્ટની લિન્ક દર્શાવે તે તમને જાણ કરવાની કે કેમ? તે માટેનું છે. જવાબ છે, હા.
  • બીજું  સેટિંગ પિંગબેક અને ટ્રેકબેક દર્શાવવા બાબત છે. જવાબ છે હા.
  • ત્રીજું સેટિંગ કૉમેન્ટની સગવડ રાખવી છે કે કેમ તેનું છે. જવાબ ઑફકોર્સ હા જ હોય ને? વો બ્લૉગ હી ક્યા જીસમેં કૉમેન્ટ (બોક્ષ) ન હો!

Continue reading »

Dec 222010
 

પ્રિય મિત્રો,

બ્લૉગિંગના શરૂઆતના દિવસોમાં મેં જોયું કે કોઈ બ્લૉગર કૉમેન્ટ મોડરેશન કરતું નહોતું. પછી કોઈ એક મુદ્દે ગરમાગરમી થઈ અને ઘણાં બધા બ્લોગરો કૉમેન્ટ મોડરેશન કરવા લાગ્યા. આજકાલ મોટાભાગના બ્લૉગરો દરેક કૉમેન્ટ મોડરેશનમાં જાય તેવી ગોઠવણ રાખે છે, જે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા જ મિત્રોને આપણે આમંત્રણ આપીને કૉમેન્ટ કરવા બોલાવ્યા હોય અને તેમને કૉમેન્ટ કર્યા પછી જોવા મળે કે ‘your comment is waiting for moderation’ તે મને લાગે છે કે બરાબર નથી. તેવી જ રીતે કૉમેન્ટ મોડરેશન ન કરીએ તો સ્પામરો, એલફેલ બોલનારાઓ અને કૉમેન્ટ બોક્ષને વોશબેસિન સમજીને ઉલ્ટી કરી જનારાઓને મોકળું મેદાન મળી જાય. તે પણ યોગ્ય નથી. તો કરવું શું?

વર્ડપ્રેસ બ્લૉગ સોફ્ટવેરનું કૉમેન્ટ મોડરેશનની સેટિંગનું પાનું બરાબર સમજ્યા પછી હું એવા નિર્ણય પર પહોંચ્યો કે જાણીતી વ્યક્તિઓની કૉમેન્ટ વગર મોડરેશન મૂકાય. અજાણ્યાઓની અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેશનમાં જાય. આમ કરવાથી સ્પામરોને રોકી શકાય, મિત્રોને મોડરેશનની રાહ જોવી ન પડે અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેટ થયા પછી જ મૂકાય. તે માટે મેં મારું સેટિંગ આવી રીતે કર્યું: Continue reading »

Powered By Indic IME