એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી.
એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રો સોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ!
“હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જે માણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!” Continue reading 'ટમેટાં – મેનેજમેન્ટ સ્ટોરી (૮)'»
એક સશક્ત કઠીયારો એક લાકડાના વેપારી પાસે કામે લાગ્યો. તેને સારા પગારની એક સારી નોકરી મળી. કઠીયારો સખત મહેનતુ હતો અને દિલ દઈને કામ કરતો હતો.
તેના શેઠે તેને એક કુહાડી આપી અને લાકડા કાપી લાવવા કહ્યું. પહેલા દિવસે તે ૧૫ ઝાડ કાપી લાવ્યો. “અભિનંદન!” શેઠે સાબાશી આપી. કઠીયારો ઉત્સાહિત થયો અને બીજા દિવસે વધારે મહેનત કરી પણ ૧૦ ઝાડ જ કાપી શક્યો. ત્રીજા દિવસે તેણે આગલા દિવસ કરતાં વધારે મહેનત કરી પણ ફક્ત ૭ ઝાડ કાપી શક્યો. દરરોજ કપાયેલા ઝાડોની સંખ્યા ઘટતી ગઈ. એવું ન્હોતું કે કઠીયારો મહેનત ન્હોતો કરતો, બિચારો સવારે વહેલો ઊઠીને કામે લાગતો તે સાંજે મોડો ઘેર પાછો ફરતો. દિવસ આખો સખત મહેનત કરતો પણ કપાયેલા લાકડાંનો જથ્થો ઘટતો જતો હતો. Continue reading 'વ્યસ્તતા! (મેનેજમેન્ટ સ્ટોરી-૬)'»