પ્રિય મિત્રો,
અમેરિકા અને કેનેડામાં ૧૬મી ઑક્ટોબરે નેશનલ બૉસ ડે ઉજવાય છે. ૧૬મીએ રજા હોય તો તેના આગળના કે પાછળના દિવસે બૉસ ડે ઉજવવામાં આવે છે. (થેંક્યુ બૉસ!) આ વર્ષે ૧૬મીએ રવિવાર હોવાથી ૧૭મીએ એટલે કે આજે રાષ્ટ્રિય બૉસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
આપણે ત્યાં ગુરુપૂર્ણિમા, શિક્ષક દિન વગરે દિવસ ઉજવાય છે પણ બૉસ ડે? નોવ્વે! ખરેખર, અમેરિકનો અમુક બાબતોમાં બહુ નિરાળા છે!
મારા બૉસ, અશોકભાઈ, ગુજરાતી છે પણ ગુજરાત બહાર મોટા થયા હોવાથી તેમનું ગુજરાતી વાંચન બહુ ઓછું. એક દિવસ કોઈ ગુજરાતી રચના શોધતાં ફનએનગ્યાન.કોમ પર આવી પહોંચ્યા. એટલું જ નહીં, લગભગ બે કલાક વિતાવ્યા! આ વાત જ્યારે તેમણે મારી સમક્ષ કરી ત્યારે મને લાગ્યું કે આ મારા માટે સૌથી મોટા કૉમ્પ્લીમેન્ટ્સ છે!
ઘણાં સમયથી આ વાત બ્લૉગ પર મૂકવાનું વિચારી રહ્યો હતો પણ આજે એ માટે યોગ્ય મોકો મળી ગયો! સાથે મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા, ચાલો જોઈએ… Continue reading »