પ્રિય મિત્રો,

દિવાળી અને પછીના દિવસોમાં અત્યંત વ્યસ્તતા અને કામકાજને કારણે થયેલા પ્રવાસને લીધે બ્લૉગ પર પોસ્ટ મૂકી શકાઈ નહોતી. આજે જ સવારે મધ્ય પ્રદેશથી આવ્યો અને સવારનું છાપું જોઈ પોસ્ટ લખવા બેઠો છું.

કોમ્પ્યુટરનું આ વૉલપેપર કોનું? - ગુજરાત સમાચાર Continue reading »

 

ગઈકાલે સમાચારોમાંથી જાણ્યું કે ટાટાની ટચુકડી કાર ‘નેનો’નો પ્લાન્ટ હવે સિંગુરથી સાણંદ આવશે.

સાણંદ ક્યાં આવ્યું વિચારતાં યાદ આવ્યું કે ભુજ જતાં અમદાવાદ પછી, વિરમગામ પહેલા સાણંદ ગામ આવે છે. સાણંદ સાથેની સ્મૃતિઓ વિશે વિચારતાં યાદ આવ્યું કે નળ સરોવરમાં પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ગયા હતા ત્યારે સાણંદ સ્ટેશને ઉતર્યા’તા!

થોડા સમય પહેલાં સમાચારોમાં વાંચ્યું હતું કે ૨૦૨૦માં નળસરોવર શહેરમાં હશે પણ હવે ગઈકાલના સમાચાર વાંચીને મને નથી લાગતું કે હવે ૨૦૨૦ સુધી રાહ જોવી પડે!

દૂર દૂરથી આવતા વિદેશી પક્ષીઓ હવે ક્યાં ઉતરશે? અને આપણે પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ક્યાં જશું?

 

ફોટોગ્રાફી અને ધુમ્રપાન નિષેધ

અહીં ફોટોગ્રાફી અને ધુમ્રપાન નિષેધ છે!

 

પ્રિય મિત્રો,

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રંગીન રેતી વડે કાચના વાસણમાં રચાતી અદભૂત કળા વિશે જાણ્યું.

આજે કેમેરા વડે રચાતી સત્યાભાસાત્મક રચનાઓ વિશે. અહીં આ ચિત્ર જુઓ:

અહીં ખુરસી પર એક વ્યક્તિ ખરેખર બેઠી છે કે પછી એવો ભાસ થાય છે? Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME