Posts tagged: ફન-એન-ગ્યાન ટૂલબાર

ઓર્કુટ કોમ્યુનિટી – એક નવો વિભાગ

By વિનય ખત્રી, September 17, 2008 7:54 pm

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબાર પર આજે એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો છે: ઓર્કુટ કોમ્યુનિટી.

ઓર્કુટ પર અમુક સારી સારી કોમ્યુનિટી સારું કામ કરે છે અને ખાસી પ્રચલિત થઈ છે. ફન-એન-ગ્યાનના વાચક મંથન ભાવસાર (ધબકાર ગ્રુપ)ના સૂચનને માન આપીને ગુજરાત/ગુજરાતીને લગતી કેટલીક કોમ્યુનિટી ફન-એન-ગ્યાન ટૂલબાર પર મુકી છે. આપને બીજી કોઈ ધ્યાનમાં હોય તો (તેમજ કોઈ ખોટી કોમ્યુનિટી મુકાઈ ગઈ હોય તો પણ) મને જણાવશો.

આવતીકાલે ગુગલ/યાહુના ગ્રુપ (સમુહ)નો વિભાગ બનાવીશ.

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે તેમજ ઉપયોગી થશે.

- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ

ઊંઝા જોડણી – એક નવો વિભાગ

By વિનય ખત્રી, August 24, 2008 7:00 am

પ્રિય મિત્રો,

આજ-કાલ સર્ફગુજરાતીની ટ્રાયલમાં વ્યસ્ત હોવાથી નિયમિત પોસ્ટ મૂકી શકાતી નથી માટે માફ કરજો.

સર્ફગુજરાતી માટે ઢગલાબંધ બ્લોગની મુલાકાત લેતાં એક વાત મારા ધ્યાનમાં આવી તે છે ઊંઝા જોડણીના બ્લોગની વધતી જતી સંખ્યા! તેથી ફન-એન-ગ્યાન ટૂલબાર પર ઊંઝાજોડણી વાળા બ્લોગ/વેબસાઈટનો અલગ વિભાગ બનાવ્યો છે.

ઊંઝા જોડણી - એક નવો વિભાગ

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે…

સ્પસ્ટતા અને વિનંતી: અંગત રીતે હું ઊંઝા જોડણીનો વિરોધી છું પણ ફન-એન-ગ્યાન ટૂલબાર કોઇનો વિરોધી ન હોઈ શકે, બધાનો મિત્ર હોઈ શકે તેવી ભાવના સાથે આ નવો વિભાગ ઉમેર્યો છે. અહીં કોમેન્ટમાં ઊંઝા જોડણી વિશે ચર્ચા ન કરતાં ટૂલબાર પર આપનો બ્લોગ યોગ્ય રીતે, યોગ્ય વિભાગમાં મૂકાયો છે કે નહીં તે જણાવવા વિનંતી.

જત ઉમેરવાનું કે ઓનલાઈન ગુજરાતી સ્પેલચેક આવી ગયું છે: પ્રમુખ ટાઈપપેડ- વિશાલભાઈ મોણપરા

ફન-એન-ગ્યાન ટૂલબાર પછી?

By વિનય ખત્રી, August 7, 2008 8:00 pm

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબારની જ્વલંત સફળતાથી પ્રેરાઈને ટૂંક સમયમાં ગુજરાતી બ્લોગ જગત માટેનું નવલું નજરાણું આવી રહ્યું છે…

ફન-એન-ગ્યાન ટૂલબાર ગુજરાતી સાહિત્યના વિશાળ ખજાનાને આંગળીને ટેરવે લાવી મૂકે છે પણ તે માટે તમારા કોમ્પ્યુટરમાં ટૂલબાર ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવું પડે તેમજ યુનિકોડ ફોન્ટ ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ. બીજું ટૂલબાર ઈન્ટરનેટ એક્ષપ્લોરર, ફાયરફોક્સ મોજીલા, ફ્લોક, નેટસ્કેપ નેવીગેટર વગેરે બ્રાઉઝર સાથે ચાલી શકે તે રીતે બનેલું છે.

૫૦૦થી વધુ ટૂલબારના ડાઉનલોડ અને તેથી પણ વધારે ટૂલબારને લગતા પ્રતિભાવ જાણ્યા પછી એટલું જાણી શક્યો કે આટલું સરસ અને સમૃદ્ધ ટૂલબાર પણ કેટલાક લોકો માટે નકામું છે! કોના માટે તે જાણીએ…

૧. જે લોકો વિન્ડોઝ ઓપરેટીંગ (એક્ષપી અને સમકક્ષ) સિવાયની (દા.ત. લિનક્સ) ઓપરેટીંગ સિસ્ટમ વાપરે છે. ઓપરેટીંગ સિસ્ટમની સમસ્યા નથી. હવે ફન-એન-ગ્યાન ટૂલબાર વિન્ડોઝની સાથે સાથે મેક અને લિનક્સ પર પણ ચાલે છે, કેવુંક ચાલે છે તે તો કાર્તિકભાઈ જ કહી શકે. તેઓ મેક વાપરે છે અને લિનક્સના અનુભવી છે.

૨. જે લોકો ઓપેરા અથવા સફારી બ્રાઉઝર વાપરે છે.

૩. જે લોકોનું પોતાનું કોમ્પ્યુટર નથી અને સાયબર કાફે, કોલેજ, ઓફિસ કે અન્ય મિત્ર-સબંધીનું કોમ્પ્યુટર વાપરે છે.

તેમની ફરિયાદને દાદ આપીને ટૂંકસમયમાં ફન-એન-ગ્યાન ટૂલબારની ઓનલાઈન આવૃતિ આવી રહી છે….

જે ટૂલબારનું કામ તો કરશે જ, ઉપરાંત તે કોઇ પણ યુનિકોડ સપોર્ટેડ ઓપરેટીંગ સિસ્ટમ સાથે અને બ્રાઉઝર પર ચાલશે. તેને ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરવાની જરુર નહીં પડે અને કોઇપણ બ્રાઉઝર પર http://????gujarati.com લખીને વાપરી શકાશે. તે ઈન્ટરએક્ટિવ હશે અને તેમાં ટૂલબાર ઉપરાંત બ્લોગ એગ્રીગેટરનો પણ સમાવેશ કરવાનું વિચાર્યું છે.

આ નવા સાહસનું અડધું નામ તો આપી દીધું, બાકીનું અડધું જાણવા આપની કલ્પના શક્તિને કામે લગાડો.

આખું નામ અને અન્ય ઉપયોગીતાઓ વિશે સોમવારે

આપના અમૂલ્ય અભિપ્રાય/પ્રતિભાવ/સુચનોની અપેક્ષા સહ…

- વિનય ખત્રીના પ્રણામ.

દિવાસો અને મહિલા વિશેષ

By વિનય ખત્રી, August 1, 2008 7:00 am

પ્રિય મિત્રો,

આજે અષાઢી અમાસ. આજનો દિવસ એટલે મહિનાનો અંતિમ દિવસ, હરિયાળી અમાવસ્યા, લોકમાન્ય ટિળકની પુણ્યતિથી, આજે સૂર્યગ્રહણ છે (ભારતમાં દેખાશે આવું દેખાયું, રશિયામાં આવું). આવતી કાલથી શ્રાવણ માસ શરુ થશે અને આજે દિવાસાના જાગરણનો દિવસ છે.

દિવાસાના જાગરણને કારણે આજનો દિવસ મહિલા વિશેષ છે. આ નિમિત્તે શું આપવું એમ વિચારતો હતો ત્યાં મારું ધ્યાન ગયું કે આજે ફન-એન-ગ્યાન ટૂલબારના ડાઉનલોડની સંખ્યા ૫૦૦ના પડાવ પર પહોંચી છે ત્યારે  આ વિચાર આવ્યો – આજે ગુજરાતી બ્લોગ જગતમાં મહિલાઓના બ્લોગનો એક અલગ વિભાગ ફન-એન-ગ્યાન ટૂલબાર પર બનાવવો. Continue reading 'દિવાસો અને મહિલા વિશેષ'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.