પ્રિય મિત્રો,
૨૦૦૭માં આવેલી ઈન્દ્રકુમારની સુપર ડુપર કૉમેડી હીટ ફિલ્મ ધમાલની સિક્વલ ડબલ ધમાલ ૨૪મી જુને આવી રહી છે.
આ ફિલ્મનું એક ગીત સાંભળીને તમને ૧૯૮૯માં આવેલી ફિલ્મ ત્રિદેવ યાદ આવી હશે. આ ફિલ્મના બહુ જ ગાજેલા શબ્દો ઓયે ઓયે તમને હજી પણ યાદ હશે. ત્રિદેવના સંગીતકાર કલ્યાણજી-આણંદજી શાહને આ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ માટે તે સમયે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને બહુ જ પ્રસંશા પામ્યા હતા. ડબલ ધમાલમાં ઓયે ઓયેની ધૂન વાપરવા માટે ત્રિદેવ અને તેના સંગીતકારને ક્રેડિટ પણ આપવામાં આવી છે.
અહીં સુધી બધું બરાબર છે એમ લાગતું હોય તો થોભો.
ઓયે ઓયે શબ્દો અને તેની ધુનના ખરા સર્જન અને ક્રેડિટના હકદાર કલ્યાણજી-આણંદજી નથી એમ અસલી-નકલીની આ પોસ્ટ કહે છે! ઓયે ઓયે આ શબ્દો અને તેની ધુન ૧૯૮૭માં આવેલા એક વિદેશી આલ્બમ રીધમ ઈઝ ગોન્ના ગેટ યુમાંથી લેવામાં આવી હતી!
પોસ્ટમાં ઉલ્લેખ કરેલા ગીતોની વિડિયો ક્લિપ જોવા માટે અહીં ક્લિક કરો:
આપના પ્રતિભાવ