પ્રિય મિત્રો,

આજે કેટલાક રમૂજી પાટિયા. સૌપ્રથમ જોઈએ આ આભાર દર્શક પાટિયું. આ પાટિયું જ્યાં લગાડેલું છે તે જગ્યા – ગુગલ મેપ્સ પર:

આભાર દર્શક પાટિયું  Continue reading »

 

પ્રિય મિત્રો,

ફ્ન-એન-ગ્યાન પર અહીં પગરખાં ઉતારવાની મનાઈ છે પોસ્ટ પર કોમેન્ટ મળી “આ ભારત છે…”, “શિસ્ત ક્યારે આવશે?” વગેરે.. તો મિત્રો આ પોસ્ટ અને તેના પર આપેલા બે-ત્રણ ચિત્રો જોઈને આપના મનમાં એવો પૂર્વગ્રહ બંધાવા લાગ્યો હોય કે આવું તો ભારતમાં જ થતું હોય છે તો થોભો અને આ ચિત્ર જુઓ: Continue reading »

 

પ્રિય મિત્રો,

આજે ‘ફનએનગ્યાન’ના મિજાજ મુજબનો ફોટો મૂક્યો છે. આ પહેલાં પણ નાળિયેર વિશેનો આવો જ ફોટો મૂક્યો હતો.

અહીં દર્શાવેલા પાટિયામાં ઈન્ટરનેશનલ વ્યક્તિઓ માટે અંગ્રેજીમાં, સ્થાનિક લોકો માટે સ્થાનિક ભાષામાં અને અભણ જનો માટે સાંકેતિક ભાષામાં સુચના મુકાયા પછી શું થયું? જુઓ આ ફોટો: Continue reading »

 

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ વિશેનો લેખ લખ્યો અને અપડેટ કર્યો તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આ બીજો લેખ લખવા બેઠો છું.

પહેલાં દુકાનોવાળા આવા પાટિયાં ચીતરાવતા કે “અમારી બીજી કોઇ શાખા નથી”, “નકલખોરોથી સાવધાન”, “ભળતા નામે ભોળવાશો નહીં” વગેરે…

પણ હવે આપણે પણ આવા લખાણ આપણા બ્લોગ/વેબસાઈટ પર મૂકવા પડશે. તેનું કારણ છે ગઈકાલે ટહુકો વિશે ગુગલ સર્ચ કરતાં જણાયું કે જયશ્રી ભક્તનો ટહુકો.કોમની જેમ બીજી બે વેબસાઈટ છે ટહુકો.યુએસ અને ટહુકો.નેટ. આ બંને વેબસાઈટ શ્રીમાન રાજ મેકવાનના નામે છે. તેમણે પોતાનો બ્લોગ ગરવાગુજરાતી.કોમ (અથવા રજનીમેકવાન.કોમ અથવા રાજમેકવાન.કોમ) કેવી રીતે બીજા સમૃદ્ધ બ્લોગ પર રચનાઓની ઊઠાંતરી કરીને સજાવ્યો છે તે સમજવા માટે નીચેનો સ્ક્રિન શોટ જુઓ. તમણે મારો વસંત પંચમીનો લેખ તફડાવી લીધો હતો જે પછીથી (મારી કોમેન્ટ મૂક્યા પછી) હટાવી લીધો છે. Continue reading »

 

Drink and Drive

પીને ચલાવવાની છૂટ છે જો તમારે જેલ, હોસ્પિટલ કે શબઘરમાં જવું હોય તો!

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME