
આ પંક્ચર સાંધવાની ટપરી છે કે ઈસ્ટ-વેસ્ટ યુનિવર્સિટી કેમ્પસ? શિક્ષણનું ખાનગીકરણ થયા પછી જાતજાતની યુનિવર્સિટીઓ ફૂટી નીકળી છે. આ ચિત્ર આપણાં પાડોશી દેશ પાકિસ્તાનનું છે.
એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે તેનું આ સચોટ ઉદાહરણ હોય એવું નથી લાગતું?
તસવીર સૌજન્ય: ટનલ અને ફ્લિકર
ગયા રવિવારે સાંજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાંથી મનીષભાઈ ચેવલીની એક ફોર્વર્ડેડ મેઈલ આવી જેમાં ઈરાનના રાષ્ટ્રપતિના જીવનધોરણ વિશેની વાત હતી.
ઈરાનના રાષ્ટ્રપતિ મહેમુદ અહમદીનેજાદ ઓછા ખર્ચે કરકસર કરીને રહે છે અને તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે.
V/S 
(બંને ફોટા વિકિપિડિયા પરથી લીધા છે)
આ સમાચાર પરથી કોઈ એક બ્લોગરે ઈરાનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે સચિત્ર સરખામણી કરી છે તે જોવા જેવી છે. આ સરખામણી જોઈને તરજ ચિત્ર સ્પષ્ટ થયું કે આપણા પ્રધાનો/મંત્રીઓની સાથે ઈરાનના રાષ્ટ્રપતિની સરખામણી કરી હોય તો કેવું ચિત્ર બને.
આપનો આ અદનો દોસ્ત, ‘અનિમેષે’ પણ એક વખત ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટેના અફલાતૂન આઈડિયા વિશે એક પોસ્ટ કરી હતી જે આપને યાદ હશે… (જો કે તે પોસ્ટને એકેય કોમેન્ટ નહોતી મળી તે વળી અલગ વાત છે!)