Mar 172011
 

પ્રિય મિત્રો,

આજે આ બ્લૉગ ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે.

સમયને અભાવે બ્લૉગિંગ અનિયમિત થઈ ગયું છે. ડી.વી.ટી.ની દર્દનાક અને ભયાનક બિમારીમાંથી હવે રાહત મળી રહી છે.

વહી ગયેલા સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી સરસ મજાની સગવડો ઉમેરવામાં આવી છે જેના વિશે ટૂંક સમયમાં આપણે વાત કરીશું.

બ્લૉગ જગતમાં પણ ઘણાં ફેરફારો થઈ ગયા છે. અન્ય બ્લૉગ પરથી રચનાઓ તફડાવીને પોતાના બ્લૉગ પર મૂકીને કૉમેન્ટ ઊઘરાવનાર બ્લોગરે હવે પોતાની મૌલિક રચના લખી છે! તેવી જ રીતે મૌલિક લેખ લખનાર એક બ્લૉગરે જાણીતા લેખકના લેખમાંથી ફકરાઓ તફડાવીને પોતાનું લખાણ છે એવી (જાણ્યે-અજાણ્યે) ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ (પ્લેજરીઝમ) કરતાં પકડાયા છે! સાચી વાત છે, હવે પ્લેજરિયાઓ સીધે સીધું લખાણ તફડાવવાને બદલે પોતાના મૌલિક લખાણની અંદર અન્યનું લખાણ સિફતથી ઉમેરી દેતા જોવા મળે છે અને પ્લેજરીયાઓને શોધી કાઢવાનું કામ વધુ અધરું બન્યું છે!

આજથી જૂનું અને જાણીતું અને ૧૦૮૦થી વધુ સભ્યો ધરાવતું ‘ગુજબ્લૉગ‘ ગ્રૂપ (અને ફોરમ) ફરી સક્રિય કરી રહ્યો છું, પણ વધુ ચૂસ્ત મોડરેશન સાથે. સાથે સાથે મોડરેશનની મોહતાજી વગરનું ‘ગુજરાતી બ્લૉગ્સ‘ ગ્રૂપ (અને ફોરમ) પણ સરસ ચાલી રહ્યું છે.

સુનામીને કારણે જાપાનનો નકશો બદલાઈ ગયો છે. બદલાયેલો નકશો જોવા માટે અહીં ક્લિક કરો. સૌજન્ય: ન્યુયોર્ક ટાઈમ્સ. ચિત્રની વચ્ચે ‘સ્લાઈડર’ છે તેને ડાબે-જમણે ખસેડીને સુનામી પહેલાની અને સુનામી પછીની તેજ સ્થળની ઉપગ્રહ વડે લેવાયેલી તસવીર જોઈ શકાશે. ધરતીકંપ પ્રતિરોધક ઘરો બનાવનારા જાપાનીઓ અણુમથકો બનાવવામાં કેમ થાપ ખાઈ ગયા?

આજે આટલું જ. કાલે ફરી મળીશું…

-વિનય ખત્રી

Powered By Indic IME