Archive for the ‘નેટસ્કેપ નૅવિગેટર’ tag
અલવિદા નેટસ્કેપ નૅવિગેટર!

૧૯૯૦માં જ્યારે ઈન્ટરનેટ એટલે એન્જિનિઅર અને સાયન્ટિસ્ટ માટેની સગવડ એવી માન્યતા બંધાતી હતી તે સમયે ઈન્ટરનેટને લોકભોગ્ય બનાવનાર સર્વ પ્રથમ ઈન્ટરનેટ એક્સપ્લોરર નામે નેટસ્કેપ નૅવિગેટર આ મહિનાના અંતે તેનો સપોર્ટ પાછો ખેંચી રહ્યો છે એવા સમાચાર વાંચીને ઘણું દુઃખ થયું.
૧૯૯૦થી ૧૯૯૫ સુધી એક ચક્રી સામ્રાજ્ય ચલાવીને ખૂબ ઊંચે આવેલી આ કંપની ૧૯૯૫માં માઈક્રોસોફ્ટના આ ક્ષેત્રમાં આવવાથી નબળી પડતી ચાલી અને અંતે એઓએલ સાથે જોડાઈ ગઈ પણ નસીબ આડેનું પાંદડું ખસ્યું નહીં. છેવટે નેટસ્કેપના કેટલાક પ્રોગ્રામર છુટા થઈને ફાયરફોક્સ બનાવ્યું. પછીથી બીજા પણ જોડાઈ ગયા અને આજે ફાયરફોક્સની ચડતી છે અને નેટસ્કેપની પડતી થઈ છે.
તડાફડી ટુલબાર
ઈન્ટરનેટ એક્સપ્લોરર ઉપરાંત
નેટસ્કેપ અને
ફાયરફોક્સ બંનેમાં ચાલે છે તે આપની જાણ ખાતર.
આવી ગયું છે: તડાફડી ટુલબાર
પ્રિય મિત્રો,
તડાફડી ટુલબાર: એક તટસ્થ અને સંપુર્ણ ટુલબાર આપની સમક્ષ મુકતાં આનંદ થાય છે. આજે જ આપનું ટુલબાર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.
આ ટુલબારમાં સર્ચ, વેબ/બ્લોગ, ફીડ રીડર, યાદી, રેડીયો અને ન્યુઝ ટીકર છે.
વેબ/બ્લોગમાં બ્લોગ જગતના લગભગ તમામ ગુજરાતી બ્લોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લોગની યાદી નિષ્પક્ષ રીતે અને કક્કાવારી પ્રમાણે કરવામાં આવી છે. Read the rest of this entry »

