પ્રિય મિત્રો,
સર્ફગુજરાતી.કોમ અને અન્ય વ્યસ્તતાને કારણે સરખામણી લેખમાળા થોડી અટવાઈ ગઈ હતી તેને આજે આગળ વધારીએ તે પહેલા આજે ધનતેરસનો શુભ દિવસ છે, બધાને શુભેચ્છાઓ…!
સરખામણી લેખમાળાના છઠ્ઠા લેખમાં આપણે બ્લૉગ અને વેબસાઈટના ગુણાંક દર્શાવતી બે સેવાઓ એલિઝા અને ઈન્ડીરેન્કની વાત કરીશું.
રેન્ક સેવા વિશે લેખ લખવાનું કેવી રીતે સુજ્યું તે જાણવું રસપ્રદ થશે. સર્ફગુજરાતી.કોમમાં ગુજરાતી બ્લૉગ/વેબસાઈટના ગુણાંક દર્શાવવાની વ્યવસ્થા હશે તેની પ્રોગ્રામરો સાથે ચર્ચા કરતાં વાત નીકળી કે સર્ફગુજરાતી.કોમના ગુણાંક દર્શાવતું વિજેટ કેવું હોવું જોઈએ? કેવું ન હોવું જોઈએ? વર્ડપ્રેસ બ્લોગ પર દર્શાવવું હોય તો તેમાં કોઈ પણ જાતની સ્ક્રિપ્ટ (કોડ) ન હોવી જોઈએ… વગેરે ચર્ચા થઈ. સાથે એલિઝા, અમન્ગ.અસ, ઈન્ડીરેન્ક વગેરે ગુણાંક (રેન્ક) અને તેના વિજેટની ચર્ચા થઈ.
એલિઝા (alexa.com)
૧૯૯૬માં સ્થાપાયેલી એમેઝોન.કોમની આ સેવા આંતરરાષ્ટ્રીય વિશ્વાસપાત્ર ઈન્ટરનેટ ટ્રાફિક દર્શાવતી કંપની છે. તમને એલિઝા વિશે ખબર ન હોય એવું બને પણ એલિઝાને તમારી ખબર હશે એટલું જ નહીં તમારા ગુણાંક પણ દર્શાવશે! એલિઝા વિશે વધુ આ લેખમાં જણાવી ચૂક્યો છું.
એલિઝા રેન્ક દર્શાવતું વિજેટ જાવા સ્ક્રિપ્ટ (કોડ) ધરાવે છે તેથી વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે વિજેટ ઉપલબ્ધ નથી તેથી એલિઝા ‘બેઝ’થી કામ ચલાવવું પડે જે બ્લૉગનો ગુણાંક બ્લૉગ પર દર્શાવતું નથી. Continue reading »
