પ્રિય મિત્રો,
લગ્ન વિષયક શુભાષિત અને કેટલાક ચબરાકિયાં પૈણુ પૈણુ થતા વરરાજાઓને સમર્પિત:
શુભાષિત
સમગ્ર લગ્ન પ્રક્રિયાને એક શ્લોકમાં શુભાષિત દ્વારા આ રીતે વર્ણવામાં આવી છે:
कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्।
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥
કન્યા જુએ છે કે છોકરો રૂપાળો છે કે નહીં?, માતા જુએ છે કે છોકરા(/ના બાપ) પાસે પૈસા કેટલા છે?, પિતા જુએ છે કે છોકરો ભણેલો-ગણેલો છે કે પછી અંગુઠા છાપ? ભાઈઓ જુએ છે કે છોકરો કયા ખાનદાનનો છે, સારા ખાનદાનનો હોય તો સંપર્કો વધે ને? અને છેલ્લે મુખ્ય વાત, બાકી લોકો શું ઈચ્છે છે? લોકો ઈચ્છે છે કે જમવાનું સૌથી બેસ્ટ છે કે નહીં? થાળીમાં કેટલી વાનગીઓ છે? તેમાં કેટલી મિઠાઈઓ છે?
ચબરાકિયાં
૧. લગ્ન એ એક શબ્દ નહીં પણ આખું વાક્ય છે. Continue reading 'લગ્ન એટલે કે…'»
એક વખત એક પરિણિત યુગલ પોતાના લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું. તેઓ તેમના બહોળા મિત્રવર્તુળમાં ખુબ જ પ્રચલિત હતા. તેમના લગ્નના ૨૫ વર્ષોમાં તેઓ એક પણ વખત ઝગડ્યા નહોતા. ૨૫મી વર્ષગાંઠની પાર્ટીમાં લોકોએ તેમને તેમના “પ્રસન્ન દાંપત્ય જીવનનું રહસ્ય” જણાવવા આગ્રહ કર્યો. “૨૫ વર્ષમાં એક વખત પણ ઝગડ્યા ન હોય તે અસંભવ છે, અશક્ય છે”
પતિ તેના જુના દિવસોની યાદો તાજા કરીને કહેવાની શરુઆત કરે છે. “લગ્ન પછી મધુચંદ્ર (હનીમૂન) પર અમે શિમલા ફરવા ગયા હતા. ત્યાં ઘોડેસવારીનો લ્હાવો લેવા માટે મેં મારા માટે અને મારી પત્નીએ તેના માટે ઘોડો પસંદ કર્યો અને અમે સવારી કરવા નીકળી પડ્યા! મારો ઘોડો સમજુ અને ડાહ્યો હતો પણ મારી પત્નીનો ઘોડો જરાક તોફાની સ્વભાવનો હતો. રસ્તામાં ઘોડાએ એવો ઠેકડો માર્યો કે મારી પત્ની પડતાં પડતાં માંડ બચી. તેણીએ પોતાની જાતને સંભાળી લીધી અને ઘોડાની ડોકને થપથપાવતાં કહ્યું “આવું પહેલી વાર થયું” Continue reading 'પ્રસન્ન દાંપત્ય જીવનનું રહસ્ય'»