વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ!
પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ ઉમેરવામાં આવ્યા છે…
૧) ગ્રેઝ્ડ! (૩જી જુન)

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો! Continue reading 'વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ!'»
પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ ઉમેરવામાં આવ્યા છે…
૧) ગ્રેઝ્ડ! (૩જી જુન)

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો! Continue reading 'વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ!'»
પ્રિય મિત્રો,
દર બીજા દિવસે વર્ડપ્રેસ તરફથી કંઈને કંઇ નવું કર્યાની જાહેરાત હોય જ છે. ચાલો જોઈએ છેલ્લા કેટલાક દિવસોમાં વર્ડપ્રેસ તરફથી કરાયેલી મહત્વની જાહેરાતો વિશે…
૧) ફોટો બ્લૉગ માટે એક મસ્તમજાનો નવો થીમ ‘આઈન્યુઈટ ટાઈપ્સ‘ ઉમેરાયો. સફેદ અને કાળા એમ બેઉ પ્રકારના બેકગ્રાઉન્ડ વાળા આ થીમમાં ફોટાઓ સરસ રીતે શોભે છે. વિશેષ (ફીચર્ડ) પોસ્ટને હાઈલાઈટ કરી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ છે. પોસ્ટની ઉપર ટેક્ષ્ટ ‘વિજેટ’ મૂકીને અગત્યની જાહેરાત કે એવું લખાણ મૂકી શકાય છે.
૨) ‘સરપ્રાઈઝ મી‘ સુવિધા ઉમેરવામાં આવી. તમારા બ્લોગના ડેશબોર્ડમાં જઈને પર્સનલ સેટીંગના પાના પર જુઓ ‘સરપ્રાઈઝ મી’ લખેલું હશે, તેને ‘ટીક’ કરો અને પછી અમને જણાવો કે વર્ડપ્રેસે તમને કેવી રીતે આશ્ચર્ય ચકિત કર્યા?
૩) નવો થીમ અંડર ધ ઈન્ફ્લુઅન્સ. વિવિધ વિકલ્પો સાથેનો નવો થીમ અલગ તરી આવે છે. આ થીમમાં અલગ અલગરીતે મથાળા દર્શાવી શકાય છે. સ્થંભ (કૉલમ)ની પહોળાઈ અલગ અલગ રાખી શકાય છે. વગેરે ઘણાં સેટિંગ ધરાવતો અને બ્લોગને મૌલિક દેખાવ અપાવતો થીમ છે.
૪) નવો થીમ ટ્વેન્ટી ટેન. આ થીમ વર્ડપ્રેસ પર નવા બનતા બ્લૉગ માટે ડિફોલ્ટ (પહેલેથી) થીમ છે. સરળ, દેખાવડો અને સુવિધાઓવાળો થીમ છે. જેમાં હેડર (મથાળું) માએનું ચિત્ર તેમજ બેકગ્રાઉન્ડનો રંગ મનગમતી રીતે બદલાવી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ સાથે સરળ અને સ્વચ્છ થીમ છે.
૫) નવો થીમ સ્ટ્રકચર. એક કરતાં વધારે સ્તંભ (કૉલમ) વાળો આ થીમ માળખાગત સુવિધાઓ અને પોતાની પસંદગી પ્રમાણેની સેટિંગ કરી શકાય તેવી સુવિધાવાળો છે.
૬) જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે. Continue reading 'વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ'»
પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ તરફથી બીજા બે નવા રસપ્રદ થીમ ઉમેરાયા છે એવી માહિતી વર્ડપ્રેસના બ્લોગ પર મૂકવામાં આવી છે તે આ પ્રમાણે છે:
૧. ડાર્ક વૂડ
ડાર્ક, બ્રાઉન, ત્રણ કૉલમ, ચોક્કસ પહોળાઈ, કોમેન્ટની ઉપર કોમેન્ટ કરી શકાય, સ્ટિકી પોસ્ટ મૂકી શકાય અને બેકગ્રાઉન્ડ બદલી શકાય તેવો ધ્યાનાકર્શક અને રમતીયાળ થીમ . વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
૨. ન્યુટ્રા
સફેદ, લાઈટ, વાદળી, બે કૉલમ, જમણી તરફ સાઈડબાર, ચોક્કસ પહોળાઈ, કોમેન્ટની ઉપર કોમેન્ટ કરી શકાય, સ્ટિકી પોસ્ટ મૂકી શકાય એવો સરળ અને એલિગન્ટ થીમ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
-વિનય ખત્રી
પ્રિય મિત્રો,
ગયા અઠવાડિયે આપણે દરરોજ એક એમ નવ અલગ અલગ થીમનો પરિચય કર્યો. આજે મારે એ જાણવું છે તમારા મત પ્રમાણે મારે કયો થીમ ફનએનગ્યાન.કોમ પર મૂકવો જોઇએ?
(પરિણામ જાહેર થઈ ગયું છે, અહીં ક્લિક કરો)
આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ…
- વિનય ખત્રી
પ્રિય મિત્રો,
થીમ પરિચય અઠવાડિયાનો આઠમો થીમ છે – પેનોરમા.
ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભી રહ્યું છે તે છે ‘પેનોરમા ૧.૭’. આ થીમ થીમોકર્સી નામની સાઈટે બનાવ્યો છે.
મસ્ત મજાના આ થીમને આપણી પસંદગી પ્રમાણેના રંગોથી રંગી શકાય છે અને મનગમતું ચિત્ર બ્લોગના મથાળે મૂકી શકાય છે. બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો આ થીમ ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે એક અલગથી પાનું આપવામાં આવ્યું છે.
પ્રિય મિત્રો,
થીમ પરિચય અઠવાડિયાનો સાતમો થીમ છે – ગ્રે મેટર. ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભ રહ્યું છે તે છે ‘ગ્રે મેટર ૩.૧’ છે. આ થીમ નિકોલાસ માસનીકોવે બનાવ્યો છે.
આ થીમ સ્વચ્છ અને સરળ છે, સફેદ અને સિલ્વર રંગે રંગાયેલો છે, બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો છે, ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

ફોટો બ્લોગ માટે પણ તે વાપરી શકાય.
પ્રિય મિત્રો,
થીમ પરિચય અઠવાડિયાનો છઠ્ઠો થીમ છે – ગોલ્ડ પોટ.
ફનએનગ્યાન પર આજે જે થીમ આજે જોઇ રહ્યા છો તે ‘ગોલ્ડ પોટ ૨.૦’ છે. યામામોટોએ etrecos નામની વેબસાઈટ માટે બનાવ્યો છે.
ગોલ્ડન પીળા અને સફેદ રંગના મિશ્રણથી ચળકતો બે કૉલમનો ચોક્કસ પહોળાઈ વાળો સરળ અને સ્વચ્છ થીમ ડાબી બાજુ વિજેટ્સ અને જમણી બાજુએ લેખ દર્શાવે છે.

ઉપર ડાબે ‘ટ્વિટર’ અને ‘ફેસબુક’ પર જવાની લિન્ક માટેના બટન આ થીમની વિશેષતા છે.
પ્રિય મિત્રો,
થીમ પરિચય અઠવાડિયાનો પહેલો થીમ છે – શૅડ્ઝ ઑફ બ્લ્યુ
ફનએનગ્યાન પર જે થીમ આજે જોઇ રહ્યા છો તે શૅડ્ઝ ઑફ બ્લ્યુ ૧.૦ છે. સ્ટુડિયો પ્રેસ નામની વેબસાઈટે આ થીમ બનાવ્યો છે. (એટલે જ ફનએનગ્યાનના ઓમના આઈકોનની જગ્યાએ “S” દેખાતું હશે તેનું કારણ પણ એ જ. “એસ” = સ્ટુડિયો પ્રેસ.
આ બે કૉલમનો થીમ છે. ડાબી કૉલમમાં લેખ અને જમણી કૉલમમાં વિજેટ્સ દેખાય છે. નામ પ્રમાણે વાદળી રંગે રંગાયેલો છે. આ થીમના રંગ બદલી શકાય છે. વાચક પોતે પણ પોતાને ગમતા રંગ પસંદ કરી શકે એવું વર્જન પણ મળે છે. આ થીમમાં નીચે (ફુટરમાં) પણ વિજેટ મૂકી શકાય છે. આ થીમનું નેવિગેશન ડ્રોપ ડાઉન મેનુ સાથેનું છે. આ થીમ થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) અને સ્ટિકી પોસ્ટ (નવી પોસ્ટ મુકાતી જાય તો પણ સ્ટિકી પોસ્ટ હંમેશા ઉપર જ રહે) સહિત છે. થીમની એક વધુ વિશેષતા એ છે કે આ થીમમાં લખાણની બે લિટી વચ્ચે થોડી વધારે જગ્યા મૂકવામાં આવી છે.

આ થીમમાં બ્લોગની પહોળાઈ બદલાતી નથી (ફિક્સ વિડ્થ) તેથી જે લોકોના મોનિટરનું રિજોલ્યુશન ૧૦૨૪ x ૭૬૮ હશે તેમને બરાબર દેખાશે. તેથી વધારે હશે તેમને બંને બાજુ વાદળી પટ્ટા દેખાશે અને ઓછું હશે તેમણે ડાબે-જમણે સ્ક્રોલ કરતા રહેવું પડશે.
જાણીતો બ્લોગ/વેબસાઈટ રીડગુજરાતી આ જ થીમ જોઈતા ફેરફારો કરીને વાપરે છે.
Panorama theme by Themocracy