Archive for the ‘તકરાર’ tag
ઓળખી લો આ ખેપાનીને…
૨૦૦૭ આજે વિદાય લઈ રહ્યું છે ત્યારે મારે તમારી સાથે ગુજરાતી બ્લોગ વિશ્વ એક અગત્યની વાત કરવી છે: ગુજરાતી બ્લોગ વિશ્વના આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ભાંગફોડીયા તત્વો કે ખેપાનીઓ વિશે.
જુલાઈ મહિનામાં એક અલગ પ્રકારના બ્લોગનો જન્મ થયો. નામઃ તકરાર http://takrar.wordpress.com આ બ્લોગનો ઉદેશ્ય હતો “છેલ્લા ઘણા સમયથી અમુક તત્વો ગુજરાતી બ્લોગ પર હુમલો કરી રહ્યા છે, અને જાણીતા બ્લોગ પર બ્લોગરો ને હેરાન-પરેશાન કરી નાખે તેવા શબ્દ-પ્રયોગ કરી ને બ્લોગની લોકપ્રિયતા પર પાટુ મારવાના પ્રયાસો કરી રહ્યા છે, આવા તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે આ મંચની સ્થાપના કરવામાં આવી છે, અહિયા દરેકને જવાબ આપવામાં આવશે એ પણ તેઓની જ ભાષામાં” આવા ‘ઉમદા’ હેતુથી શરુ થયેલા આ બ્લોગે નિમ્ન કક્ષાની ભાષા સિવાય કાંઇ આપ્યું નથી. ઘણા સમય સુધી આ બ્લોગ નિશ્કાર્ય હતો પણ હવે એને આ ‘તડાફડી‘ નજરે ચડી ગઈ છે. આ બ્લોગરને અનિમેષ સાથે શું વાંકું પડ્યું છે કે ઉપરા ઉપરી ત્રણ પોસ્ટ લખી કાઢી! Read the rest of this entry »
