પહેલા દિવસે

પ્રોગ્રામર: ”એક નવી છોકરી મારા પ્રોજેક્ટમાં જોડાઇ છે. દેખાવે ઠીક-ઠીક છે પણ ખાસ નથી.”
મેનેજર: ”થોડો સમય જવા દે, તે છોકરી તને ગમવા લાગશે.” Continue reading »
પહેલા દિવસે

પ્રોગ્રામર: ”એક નવી છોકરી મારા પ્રોજેક્ટમાં જોડાઇ છે. દેખાવે ઠીક-ઠીક છે પણ ખાસ નથી.”
મેનેજર: ”થોડો સમય જવા દે, તે છોકરી તને ગમવા લાગશે.” Continue reading »
સોફ્ટવેર એન્જિનિયરના મોઢેથી આવું ક્યારેય સાંભળ્યું છે?
એક વખત ડોક્ટર, એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર (પ્રોગ્રામર) વચ્ચે જોરદાર ચર્ચા થઇ કે વિશ્વનો સૌથી જુનો વ્યવસાય કયો?
ડોક્ટરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને સર્વપ્રથમ સર્જરી કરીને આદમની પાંસળી કાઢી હતી જેમાંથી ‘ઈવ’ થઇ અને પછી સમગ્ર મનુષ્ય જાતિ અસ્તિત્વમાં આવી.
એન્જિનિયરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને શૂન્યમાંથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે તે જ દર્શાવે છે કે ભગવાન સૌથી પહેલા એન્જિનિયર હતા.
ડોક્ટરે કાન પકડીને એન્જિનિયરની વાત માની લીધી પણ સોફ્ટવેર એન્જિનિયરે પોતાની દલીલ કરી કે પોતાનો વ્યવસાય જ સૌથી જુનો વ્યવસાય છે. આ સાંભળીને ડોક્ટર અને એન્જિનિયર એક સાથે બોલ્યા, “કેવી રીતે?” પછી એન્જિનિયરે પોતાની દલીલને આગળ વધારતાં કહ્યુ કે એન્જિનિયરીંગ જ સૌથી જુનો વ્યવસાય હોઇ શકે કેમકે ભગવાને સમગ્ર બ્રહ્માંડની રચના કરી તે પહેલાં અહીં કંઇ નહોતું, ફક્ત અવ્યવસ્થા અને અંધાધૂંધી હતી. Continue reading »
એક વખત એક સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર અને બ્રાન્ચ મેનેજર ત્રણે સાથે મળીને એક ક્લાયંટને મળવા જઇ રહ્યા હતા.
તેઓ વાંકાચૂકા અને ઢાળવાળા રસ્તેથી પસાર થતા હતા ત્યાં ખબર પડી કે ગાડીની બ્રેક ચાલતી નથી! જેમ તેમ કરીને ગાડીને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા અને છેલ્લે એક નાનકડા ટેકરા પાસે અથડાઇને ગાડી ઉભી રહી. બધા કારમાંથી બહાર નીકળ્યા. સદનસીબે કોઇને કંઇ વાગ્યું નહોતું પણ ખૂબ ગભરાઇ ગયા હતા અને હવે શું કરવું? તે પ્રશ્ન પણ ઊભો જ હતો.
મેનેજર: “આપણે અહીં, ટેકરા પાસે, એક મિટીંગ કરીએ, દરેક પોતપોતાના મંતવ્ય દર્શાવે અને આપણે આપના ઉદ્દેશ નક્કી કરી આવનારી સમસ્યાઓના નિરાકરણ માટેની યોજનાઓ બનાવીએ.”
“ના, ના, ” હાર્ડવેર એન્જિનિયરે કહ્યું, “એમ કરતાં તો ઘણો સમય નીકળી જશે, અને ઉપરાંત, આ રીતે ક્યારેય કોઇ કામ થયું નથી. મારી પાસે સ્વિસ આર્મી નાઇફ છે અને પળવારમાં હું ગાડીની બ્રેકમાં શું ખરાબી છે તે શોધીને સરખી કરી દઉં છું…” Continue reading »
આપણે એન્જિનિયરો અને મેનેજરો વિશેના ઘણા ટુચકા માણ્યા, આજે જોઇએ એક સોફ્ટવેર એન્જિનિયર અને તેની પત્ની વચ્ચેના સંવાદ. ફોર્વર્ડેડ મેઇલમાં મળેલી આ અંગ્રેજી જોકમાં પત્નીના વાક્યોનું ગુજરાતીકરણ આ બંદાએ કર્યું છે. આપના બ્લોગ પર કે ઓર્કુટ પર આ જોક કોપી કરી શકો છો ફક્ત આ બ્લોગની લિન્ક મૂકવાનો શિષ્ટાચાર ભૂલતા નહીં.
પતિ, સાંજે ઘરે આવતાં પત્નીને, “વ્હાલી, , I am logged in.”
પત્ની: નાસ્તામાં શું લેશો?”
પતિ: “Hard disk full.”પત્ની: “તમે મારા માટે સાડી લઇ આવ્યા?”
પતિ: “Bad command or file name.” Continue reading »