પ્રિય મિત્રો,

સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, હેપ્પી ન્યુ યર!

આજે લાભ પાંચમ, વિક્રમ સંવત ૨૦૬૮ના નવા વર્ષના કામકાજનો પહેલો (વર્કિંગ) દિવસ. આજથી વેપાર/ધંધા/રોજગાર ધમધમતા થવાનો દિવસ. આજનો દિવસ કોઈ પણ કાર્ય શરુ કરવા માટે શુભ ગણાય છે અને મુહર્ત પૂછવાની જરૂર રહેતી નથી. આજના દિવસને સૌભાગ્ય પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવાય છે. એટલું જ નહીં, આજનો દિવસ જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાય છે. આમ, આજનો દિવસ લક્ષ્મી અને સરસ્વતી બંને દેવીઓનો છે. વેપાર અને વિદ્યા બંને માટે મહત્વનો દિવસ છે.

ગયા પખવાડીયે સર્ફગુજરાતી.કોમ માટે ટૂંકું અને ટચી ગુજરાતી નામ સૂચવવા માટે વિનંતી કરી હતી જેના માટે ઘણાં બધાં સૂચનો આવ્યા છે જેમાંથી એક મિત્રે ઈમેઈલ દ્વારા સૂચવેલું નામ વાહ પસંદ પડ્યું છે. ટૂકું પણ છે (અંગ્રેજીમાં ફક્ત ચાર અક્ષર vaah) તેમજ IN અને ME ડોમેઈન પર ઉપલબ્ધ પણ છે!

સર્ફગુજરાતી.કોમનું પ્રોગ્રામિંગ કાર્ય પુરજોશમાં ચાલુ છે, દિવાળીની રજાઓ જતી કર્યા છતાં ડેડલાઈન સાચવી શકાઈ નથી. નવી ડેડલાઈન નક્કી કર્યા વગર ટૂંક સમયમાં રજુ કરી શકાય તે માટેની તડામાર તૈયારી ચાલુ છે…

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME