Archive for the ‘જોડણીનો ઝગડો’ tag
જોડણી ક્રિકેટ મેચ
પ્રિય મિત્રો,
કોઈ પણ બ્લોગ પર જોડણી વિષયક પોસ્ટ મુકવામાં આવે કે તરત ઊંઝાના વિરોધીઓ અને સમર્થકો પોતાની દલીલો સાથે તૂટી પડે. તેમની આ શક્તિને યોગ્ય માર્ગે વાળવા, ખેલદિલીની ભાવના વિકસાવવા તેમજ જોડણીના ઝગડાને તંદુરસ્ત અને મનોરંજક બનાવવા માટે સાર્થ-૧૧ અને ઊંઝા-૧૧ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે તો તે માટેના ખેલાડીઓની યાદી કેવી હોઈ શકે એવો વિચાર અજ્ઞાતભાઈ સમક્ષ મુક્યો અને તેમણે આ યાદી મોકલાવી છે જેમાં સુધારા વધારાને અવકાશ છે. આ યાદીને વ્યક્તિગત મજાક તરીકે ન લેતાં ખેલદિલી સાથે હળવાશથી લેવા વિનંતી:
જોડણી ક્રિકેટ મેચ
સાર્થ - અજ્ઞાતભાઈ (કેપ્ટન), પંચમ શુક્લ, વિવેક ટેલર, સોનલ વૈદ્ય, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર, શિવાંશ, કિશોર રાવળ, ધવલ શાહ, વિશાલ મોણપરા, જશવંત ખામેચી, બાગે વફા, ચેતન ફ્રેમવાલા
(કોચ - વિજય શાહ અને ગિરીશ દેસાઈ) Read the rest of this entry »
