Feb 062008
 

પ્રિય મિત્રો,

પ્રવાસ, માંદગી, રજાઓ અને ‘બ્લોગર્સ બ્લોક’. બધું મળીને ૧૫-૨૦ દિવસોના વિરામ બાદ આજે આપણે જોઈશું ઓપ્ટીકલ ઇલ્યુઝન.

આ રજાઓ દરમ્યાન ઘણી ઇમેઈલ મળી જેમાંથી એક હતી રુપલબેન શાહની If Your Brain Works Normally? જેમાં નીચે દર્શાવ્યા મુજબનું ચિત્ર છે અને લખાણ છે:

* જો તમે ફરતા ગુલાબી ટપકાની સાથે સાથે તમારી નજર ફેરવશો તો બધાં ટપકાં એક જ રંગના, ગુલાબી દેખાશે.

* પણ જો તમે મધ્યમાં આવેલ કાળા રંગની “+“ની નિશાની પર ધ્યાન કેન્દ્રીત કરશો તો થોડા સમય પછી ફરતો ગુલાબી ટપકો લીલો દેખાશે! Continue reading »

Jan 112008
 
Dubai Towerઆ ગગનચુંબી ઇમારત દુબઈમાં આવેલી છે. તેનું નામ બુર્જ-અલ-તાકા છે, જેનો અર્થ થાય છે ‘શક્તિનો મિનારો’
આમ તો આવી ઊંચી ઇમારતો હવે બધાજ દેશોમાં બને છે પણ આ ઇમારતની એક વિશેષતા છે કે આ ઇમારત પોતે જેટલી શક્તિ વાપરશે તેટલી જાતે ઉત્પાદન કરશે. એનો અર્થ એ થયો કે આ ઇમારત પોતાના વપરાશ માટેનો પાવર પોતે બનાવી લેશે. કેમ આ શક્ય થયું તે જાણીએ:

આ મિનારાની છત પર ૧૯૭ ફૂટ વ્યાસની એક પવનચક્કી બેસાડવામાં આવશે. તદુપરાંત આ ઇમારતની દરેક દિવાલ પર કુલ ૧,૬૧,૪૫૯ ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં સોલાર સેલ લગાડવામાં આવશે. ઇમારતના વિજળીના પુરવઠાને પહોંચી વળવા માટે બીજા કેટલાક સોલાર સેલ સમુદ્રમાં પણ લગાડવામાં આવશે.

આ ઇમારતની ડીઝાઈન Eckhard Gerberની બનાવેલી છે જે આ ૩૩૨ મિટર ઊંચી ઇમારત પોતાની વિજળી સુર્ય, પવન અને પાણીમાંથી પેદા કરી લેશે.

આ ઇમારતનો આકાર નળાકાર રાખવામાં આવ્યો છે જેથી સોલાર સેલ લગાડવા માટે મહતમ જગ્યા મળે. આ સોલાર સેલ વિજળી ઉત્પન્ન કરશે સાથે સાથે સુર્યના તાપથી પણ બચાવશે!

આ માહિતી મને અહીંથી મળી.

આ પહેલાની પોસ્ટ કેટલા રૂપિયા જોઈએ બોલો…

Jan 032008
 

આજ સુધીમાં ઘણાં માણસોને વિવિધ વાહનોને ધક્કા મારતાં જોયા જ હશે. ચાલો, આજે આપણે ‘હવા સાથે વાત કરતા’ વિમાનને માણસો દ્વારા ધક્કા મારીને લઈ જતા જોઈએ:

waterjet1

ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન દ્વારા પ્રસારિત આ ચિત્ર જોઇને હસી લીધું હોય તો ચાલો હવે જાણીએ કેમ? ક્યાં? કેવી રીતે? Continue reading »

Jan 022008
 

Wu Ruishen નામના ચીનના કુંભાર કામના કુશળ કારીગરે ઘડેલી આ વિશ્વની સૌથી નાની કીટલી છે!

Teapot_z WSTeapot Continue reading »

Jan 012008
 

તડાફડીના તમામ નામી, અનામી, બેનામી અને ‘સુ’નામી વાચકોને અનિમેષના નવા વર્ષના અભિનંદન.

Afgani: Saale Nao Mubbarak

Afrikaans: Gelukkige nuwe jaar

Albanian: Gezuar Vitin e Ri

Armenian: Snorhavor Nor Tari

Arabic: Antum salimoun Continue reading »

Powered By Indic IME