પ્રિય મિત્રો,

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રેતી વડે અદભૂત શિલ્પ-કળા તેમજ ચિત્ર-કળા વિશે જાણ્યું.

આજે જે કળા વિશે આપણે વાત કરવાના છીએ તેનું નામ ન જણાવતાં આ ચિત્ર પર નજર કરીને આપણી કલ્પના શક્તિને કામે લગાડીએ:

Test

(હા, મિત્રો બે દિવસ પહેલાની નેટસૅવિમાં ઉદાહરણ માટે આ ચિત્ર મૂકવાનું કારણ પણ આ જ) Continue reading »

 

તડાફડી પર અદભૂત કળા ના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી કળાઓ વિશે વાત માંડીએ છીએ. આજે આપણે જોઈશું ધૂળ વડે રચાતી કળાની અદભૂત રચનાઓ.

ધૂળના થર જામી ગયા હોય તેવી કાર જોઈને આપણે આપણું નામ કે કંઇક ચબરાકીયું એવું લખાણ લખવાની ઈચ્છા રોકી શકતા નથી તેમ ટેક્સાસના વિમ્બર્લીમાં રહેતા શ્રીમાન સ્કોટ કળાનો રચનાત્મક નમુનો રજુ કરવાનું ચુકતા નથી.

ધૂળ અને અદ�ૂત કળા

Continue reading »

 

મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના દેવાપુર ગામના વતની રામભાઈ કોરી છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) પાસે ચાની કીટલી ચલાવે છે તેમની પોતાની વેબસાઈટ રામભાઈ ડૉટ કોમ છેલ્લા આઠ-દસ વર્ષથી ઈન્ટરનેટ પર છે!

રામભાઈ ત્રણ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થતાં તેમના મોટાભાઈ રામદુલારે સાથે અમદાવાદ આવ્યા. સી. એન. વિદ્યાલયમાં ભણ્યા સાથે નાની-મોટી નોકરી કરી. નરોડાની આઈ. આઈ. ટી.માં બે વર્ષનો ઈલેક્ટ્રિકનો કોર્સ કર્યો. છુટક તેમજ ઈસરો અને પી. આર. એલ.માં નાના મોટા ઈલેક્ટ્રિકના કામ કર્યા. આઈ. આઈ. એમ. પાસેથી પસાર થતાં વિદ્યાર્થીઓને ચા-નાસ્તા માટે દૂર જાવું પડતું હતું તે જાણતાં તેમને ધંધાની તક દેખાણી અને ૧૯૮૫માં અહીં ચાની કીટલી ચાલુ કરી.

વિદ્યાર્થીઓને ચા પીવડાવતાં તેમની વાતોમાં રસ લેતા થયા. પોતે ઇલેક્ટ્રિક ડીગ્રી ધારી ખરાને! બંને વચ્ચે સેતુ રચાયો અને તે વિદ્યાર્થીઓએ રામભાઈના નામે વેબસાઈટ તરતી મૂકી.

રામભાઈ ડૉટ કોમ વેબસાઈટ વિશ્વના તમામ વિષયોને આવરી લેતી ડિસ્ક્શન ફોરમ (ચર્ચા મંચ) છે.

અફસોસ વેબસાઈટ પર રામભાઈ વિશે કે ચા વિશે કંઈ નથી.

આ વાતની જાણ મને ટાઈમ્સ ઓફ ઈન્ડીયા પરથી થઈ અને પછી આજ વાત અભિયાનમાં પણ વાંચવા મળી.

 

પ્રિય મિત્રો,

તડાફડી પર જાણવા જેવું વિભાગમાં થોડા સમય પહેલાં એક પોસ્ટ મૂકી હતી પેન્સિલ વડે અદભૂત કળા જેમાં પેન્સિલો વડે રચાતા ત્રિપરિમાણ શિલ્પકળાની વાત હતી, આજે આપણે જાણીશું કાગળ વડે રચાતી અદભૂત કળા વિશે.

કાગળ વડે અદ�ૂત કળા

૧૯૬૭માં ડેન્માર્કમાં જન્મેલા પીટર કોલેસન કાગળને કોતરીને અદભૂત આકારો ઉપસાવે છે. તેમની રચનાઓ એક A4 પાનાથી લઈને આદમ કદ સુધીની છે. તેમની રચનાઓની થીમ સામાન્ય રીતે પરીકથાનું અર્થઘટન અને બાળપણની યાદો આધારીત હોય છે, જેવી કે Castle, Folding અને Jukebox. Continue reading »

 

પ્રિય મિત્રો,

આજે સોમવાર ૧૧-૦૨-૨૦૦૮, મહા સુદ ૫ અને વસંત પંચમી.

Flowers Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME