Jan 072012
 

પ્રિય મિત્રો,

રોજ જે ગુજરાતી છાપું આપણે વાંચતા હોઈએ તે છાપું અચાનક અગ્રેજીમાં છપાવા લાગે તો? કોઈ પણ જાતની આગોતરી જાણ વગર અચાનક કોઈ નખશિખ ગુજરાતી અખબાર અંગ્રેજી લેખ મુકવા લાગે તો? આપણા લોકો, આપણી ભાષા, આપણી સંસ્કૃતિની વાતો કરતું કોઈ અચાનક OUR PEOPLE, OUR COUNTRY, OUR CULTUREની વાતો કરવા લાગે તો કેવું લાગે?

દેશ (વતન)માં આપણાં વૃદ્ધ દાદીમાને મળવા જઈએ અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે દાદીમાએ તો કોઈ અંગ્રેજ સાથે સંસાર વસાવી લીધો છે. સાથે સાથે પાશ્ચાત્ય રહેણી કરણી અપનાવી લીધી છે. ધર્મ પરિવર્તન પણ કરાવી લીધું છે! આવો જ આંચકો મને આજે જ્યારે મેં ગુજરાતી.નુ નિંગ ગ્રુપની મુલાકાત લીધી ત્યારે લાગ્યો. આ ગ્રુપમાં મેં હજી હમણાં જ ‘દસ શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ સ્પર્ધા’ના પરિણામની પોસ્ટ મૂકી હતી. વચ્ચે થોડો સમય ઑફ નેટ રહ્યો અને આજે અચાનક આ ગ્રૂપના ઓટલે ચડ્યો તો પહેલા તો ‘પાસવર્ડ’ ખોટો છે કહીને ઓળખવાની ના પાડી દીધી! પછી ‘પાસવર્ડ ભૂલાઈ ગયો છે’ સેવા વાપરીને નવો પાસવર્ડ નાખીને ઓટલ ચડ્યો તો મેં મૂકેલી પોસ્ટ ગાયબ! મેં વાંચી લીધેલી મેઈલ્સ ફરી પાછી ‘અનરીડ’ દેખાવા લાગી! સભ્ય સંખ્યા ૩૫ હજાર ઉપર હતી તે ઘટીને પાંચ હજાર પર આવી ગઈ! થોડા ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે અચાનક ગ્રૂપ જ બદલાઈ ગયું છે. મારી પોસ્ટ વાળું ગુજરાતી ગ્રૂપ અચાનક અંગ્રેજી ગ્રૂપ થઈ ગયું છે અને તેનું નામ બદલાઈને ‘ધ ઈન્ડિયન્સ‘ થઈ ગયું છે!

મને એમ લાગ્યું કે આમ કરીને ગ્રૂપ સંચાલક અંગ્રેજી અને ગુજરાતી ભાષાની પોસ્ટ માટે અલગ અલગ પ્લેટફોર્મ પુરું પાડી રહ્યા છે પણ એવું નથી, ગુજરાતી ગ્રૂપ પર હજી પણ અંગ્રેજી પોસ્ટ મોડરેટ કરવામાં આવી રહી છે!

ગુજરાતી ગ્રૂપને અંગ્રેજીમાં ફેરવતી વખતે સંચાલકે ગ્રૂપના સભ્યોને ના મત મેળવીને વિશ્વાસમાં લીધા છે કે ન તો જાણ કરવાની દરકાર કરી છે. કયા કારણે તેમને એમ કરવાની જરૂર પડી તે પણ જણાવવામાં આવ્યું નથી. ગ્રુપ સંચાલક આ પોસ્ટ વાંચીને સ્પષ્ટતા કરે ત્યાં સુધી ચાલો આપણે આપણાં તુક્કા લગાવીએ…

૧) ગ્રુપને અંગ્રેજીમાં ફેરવવાથી વધુ લોકો સુધી પહોંચી શકાય. ખાસ કરીને આજની પેઠી. મોબાઈલ વાપરતી પેઢી.

ઑન સેક્ન્ડ થૉટ: એમ કરતાં મૂળ ઉદેશ્યનું શું? આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું શું? અને અંગ્રેજી વાંચનાર માટે તો હજારો વિકલ્પ છે તેનું શું?

શરૂઆત મેં કરી આપી છે, તમે તેને આગળ વધારો….

May 192011
 

પ્રિય મિત્રો,

આજે આપણે ચંદ્રકાંત બક્ષી સાહેબનો ગુજરાતી જીવશે કે કેમ એ વિશેનો લેખ વાયા દિવ્ય ભાસ્કર માણીશું.

જો તમે હિન્દી અને મરાઠી જાણતા હો તો તમે વિનાયાસ તમારી માતૃભાષા, કુટુંબભાષા, સ્વજનભાષા, વડીલભાષા ગુજરાતી સમજી શકો છો અને ગુજરાતીમાં સમજાવી શકો છો.

મુંબઇ મહાનગરમાં વાલકેશ્વર અને નેપિયન સી રોડ અને કફ પરેડ અને વોર્ડન રોડમાં ગુજરાતીઓની એવી જાતિઓ રહે છે, જેમને ચિંતા છે કે એમનાં ફરજંદોને એમણે અંગ્રેજી માઘ્યમની સ્કૂલોમાં મોકલ્યાં છે એટલે ગુજરાતી ભાષા મરી જશે. આવતી પેઢીઓ અંગ્રેજી જ બોલબોલ કરશે, ગુજરાતી ભાષાનું કોઇ ભવિષ્ય નથી. મુંબઇમાં ગુજરાતી ભૂંસાઇ જશે, નામશેષ થઇ જશે. થોડું તથ્ય હશે આ તર્કમાં, અંગ્રેજી માઘ્યમનું આકર્ષણ છે, નવી પેઢીને ગુજરાતી બોલતાં પણ ફાવતું નથી પણ મુંબઇ શહેરમાં જ કાંદિવલી અને મુલુંડ અને ભાયંદર અને વડાલા અને ઘાટકોપરમાં પણ ગુજરાતીઓની એવી જાતિઓ રહે છે, જેમનાં ફરજંદો અંગ્રેજી માઘ્યમની સ્કૂલોમાં જાય છે પણ એ ગુજરાતી લખી શકે છે, બોલી શકે છે, વાંચી શકે છે અને ગુજરાત નામનો એક દેશ છે જ્યાંના લોકો ગુજરાતી જાણે છે, કેટલાક જાણવાનો પ્રયત્ન કરે છે. મુંબઇના ગુજરાતીઓનો પ્રશ્ન છે: મુંબઇના ગુજરાતીઓ અંગ્રેજીવાળા થઇ જશે, અને ગુજરાતી મરી જશે?

આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ક્લોઝ અપ

બહુ સ્વચ્છ પાણીમાં માછલીઓ થતી નથી, બહુ સખ્ત શિક્ષકને વિદ્યાર્થીઓ મળતા નથી.

- ચીનના સુંગ કાળની કહેવત

Jan 212011
 

પ્રિય મિત્રો,

અમેરિકાના ગુજરાતીઓ અને તેમની ખાસિયતો વિશે એક મસ્ત મજાનો લેખ ચિત્રલેખાના ડાયમંડ જ્યુબિલી વિશેષાંકમાં જાણીતા સાહિત્યકાર મધુ રાય (મધુસૂદન ઠાકર)ની કલમે રજુ થયો હતો:

લેખ વાંચતી વખતે બ્લૉગર મિત્રો ચિરાગ પટેલ, વિજયભાઈ શાહ, મોના નાયક (ઊર્મિસાગર) અને જયશ્રી ભક્ત (ટહુકો)ના નામ દેખાયા એટલે થયું કે ચાલો અહીં ‘શેર’ કરું.

શિર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી

Jan 032011
 

પ્રિય મિત્રો,

ભાઈઓ અને ભાણેજોને ઈશુના નવા વર્ષની (શની-રવિ) રજા હતી એટલે શનિવારે મહાબળેશ્વર એક દિવસીય પર્યટનનો કાર્યક્રમ બનાવ્યો. પંચગીનીના ‘ટેબલલેન્ડ’ તરફ જતાં રસ્તામાં શેરબાગ થીમ પાર્કની ‘ગુજરાતી’ જાહેરાત જોઈ. કેમેરા હાથવગો હતો જ એટલે ચાલુ ગાડીએ ફોટો પાડી લીધો. ગાડી ઢાળ ચડતી હતી તેથી ઝડપ ઓછી હતી પરિણામે ધાર્યા કરતાં ઘણો સારો ફોટો મળ્યો:

(હવે આવો… પલવાની પ મજા
at Sherbaug, a theme park, Panchgani
ભારતનો સહુથી ચો માનવે બનાવેલો ઉનાળો ઘોઘ)

બીનગુજરાતી વ્યક્તિ જ્યારે ગુજરાતી ભાષામાં પાટિયું ચીતરાવે ત્યારે આવી ભૂલો બહુ જ સામાન્ય છે! ‘ઘ’ અને ‘ધ’ના ફરકની ઘણાંને ખબર પડતી નથી. એમને ‘ઘોઘ’ અને ‘ધોધ’ બંને સરખા લાગે છે! ગુજરાતી ભાષા જીવશે કે કેમ એ તો આપણે ન કહી શકીએ પણ કેવી હાલતમાં જીવશે તેનો અંદાજ આ પાટિયા પરથી લગાડી શકાય?

Dec 202010
 

પ્રિય મિત્રો,

નાદુરસ્ત તબિયતને કારણે ‘થીમ પરિચય પખવાડિયું’ શ્રેણી અટકી પડી અને હવે થોડા સમય પછી ફરી શરૂ કરીશું.

આજે એક જાહેરાત કરવાની છે:

એક હજારથી વધારે સભ્યોવાળા ‘ગુજબ્લૉગ’ તરફથી નવા વર્ષનું નજરાણું રજુ કરતાં આનંદ અનુભવું છું.

ગુજરાતી બ્લૉગ્સ

ગુજરાતી બ્લૉગ લેખકો, સંપાદકો અને વાચકોનું જાહેર ગ્રૂપ.

ગુજરાતી બ્લૉગ્સની સુવિધાઓ:

  • ફક્ત ઈમેઈલ વડે પણ આ ગ્રૂપ સાથે જોડાયેલા રહી શકાય. જે સભ્યોને ઑફિસમાં ફક્ત ઈમેઈલ મેળવી/મોકલી શકાતી હોય અને વેબસાઈટ સર્ફીંગ બ્લોક કરેલી હોય તેમના માટે આ ઉત્તમ સુવિધા છે.
  • જીમેઈલનું આઈડી હોય તો ઉત્તમ પણ ન હોય તો અન્ય કોઈપણ ઈમેઈલ આઈડી સાથે પણ ગ્રુપના સંપર્કમાં રહી શકાય છે.
  • તેવી જ રીતે ઈમેઈલ મેળવ્યા વગર પણ ફોરમ, વેબપેજ તેમજ RSS ફીડ દ્વારા આ ગ્રૂપની ગતિવિધી જાણી શકાય.
  • મોડરેટરની મોહતાજી નહીં. પોસ્ટ મૂક્યા પછી રાહ જોવાની માથાકૂટ નહીં. તમે પોતે જ તમારા મોડરેટર.
  • આ ગ્રૂપ જાહેર ગ્રૂપ છે. કોઈ પણ વ્યક્તિ સભ્ય બન્યા વગર ગ્રુપની ગતિવિધી જાણી શકે છે, જો કે પોસ્ટ મૂકવા માટે સભ્ય થવું જરૂરી.
  • યુનિકોડ ફોન્ટને કારણે ફોન્ટની માથાકૂટ કે જંક કેરેક્ટર્સની સમસ્યા નથી. UTF એનકોડીંગ કરવાની સૂચના મૂકવાની જરૂર નથી.
  • આ કોઈ એક વ્યક્તિનું નહી પણ સાર્વજનિક ગ્રૂપ છે, સમગ્ર બ્લૉગ જગતનું ગ્રૂપ છે.

ગુજરાતી બ્લૉગ્સ ગ્રૂપની ઉપયોગી લિન્ક: વેબપેજફોરમબ્લૉગટ્વિટરફેસબુકબ્લૉગ એગ્રીગેટરગૂગલ રીડર

ગુજરાતી બ્લૉગ્સ ગ્રૂપમાં જોડાવા માટે નીચેના ખાનામાં આપનું ઈમેઈલ આઈડી લખી ‘જોડાઈ જાવ’નું બટન દબાવો.
Powered By Indic IME