Archive for the ‘ગુગલ’ tag
ગણેશ ચતુર્થી અને ગુગલ ક્રોમ
પ્રિય મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. દરેક શુભકાર્યની શરુઆત ગણેશજીથી થાય છે. અહીં પુણેમાં મેળાઓનો માહોલ છે ત્યારે આપણે વાત કરવાના છીએ ગુગલ ક્રોમ વિશે.
ગુગલ ભક્તો માટે આનંદના સમાચાર છે કે ગુગલનું ઓપનસોર્સ બ્રાઉઝર ક્રોમનું આજે વિમોચન થયું. કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી ક્રોમ વિશે વાંચ્યું અને તરત જ ડાઉનલોડ કરવા માટે ખાંખાખોળા કર્યા ત્યારે ખબર પડી કે હજી આવ્યું નથી પણ આવવાનું છે! ગુગલ અલર્ટ પર ડાઉનલોડ માટેની લિન્ક મુકી અને અત્યારે ડાઉનલોડ કરીને જોઇ લીધું કે આપણા ગુજરાતી બ્લોગ્સ બરાબર ચાલે છે કે નહીં. Read the rest of this entry »
ગુગલ અને તેના વિવિધ લોગો
ગુગલને ભગવાન માનવાવાળા છે અને આરતી ઉતારવાવાળા પણ પડ્યા છે! આપણે પણ નેટસૅવિમાં ગુગલની અત્યંત ઉપયોગી એવી સર્વિસ ગુગલ સર્ચ, ગુગલ ટ્રેન્ડ અને ગુગલ રીડર વિશે વાત કરી ગયા.
આજે આપણે ગુગલના લોગો વિશે વાત કરીશું. ગુગલનો લોગો તહેવારોનુસાર બદલતો રહે છે. (૧૯૯૯થી લઈને આજ સુધીના તહેવારો માટેના લોગો આપ અહીં જોઈ શકશો.)

તેવીજ રીતે લોકોએ પણ પોતાની કલ્પના શક્તિ કામે લગાડીને ગુગલના લોગોને નવિનતા આપી છે. ચાલો જોઈએ કેટલાક ઓફિસિયલ અને અનઓફિસિયલ લોગો.
