Posts tagged: ગિનિસ બુક

શક્તિશાળી સરદારજીના કરતબ

By વિનય ખત્રી, July 23, 2009 7:00 am

પ્રિય મિત્રો,

હું આ બ્લોગને મઠારવામાં વ્યસ્ત છું ત્યાં સુધી તમે આ શક્તિશાળી સરદારજીના કરતબનો યુટ્યુબ વિડિયો માણો:

ગરમ પાણીથી શેક કરવાની કોથળીને ફુગ્ગાની જેમ ફૂલાવીને ફોડી નાખતા સરદારજીનું નામ છે મનજીત સિંહ અને તેઓ ૧૯૭૭થી બ્રિટનમાં રહે છે. તેમણે કાનથી મારૂતિવૅન અને દાંતથી ડબલડેકર બસ ખેંચવાના કરતબ દેખાડીને ૩૧ જેટલા વિશ્વ રૅકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવ્યા છે, એવું વિકિપિડિયાનો આ લેખ કહે છે.

આ વિડિયો મોકલવા માટે મૂળ નવસારીના અને હાલ બોલ્ટન (બ્રિટન) રહેતા અરવિંદભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.