પ્રિય મિત્રો,
ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

પ્રિય મિત્રો,
ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]
પ્રિય મિત્રો,
અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!
અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.
આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’ Continue reading »
પ્રિય મિત્રો,
ગઈ કાલે આપણે ગુજબ્લોગ અને ગુજરાતી પોયટ્રી કોર્નર ગ્રુપમાં સ્નેહા પટેલ (અક્ષિતારક)ના કાવ્ય અને નકલ કરવાના આક્ષેપ વિશે વાંચ્યું. પહેલા તો મને સમજાયું નહીં કે આમા નકલ ક્યાં છે? પછી થયું કે કદાચ હોબાળો થયા પછી બ્લોગરે રચના હટાવી લીધી હશે. રાત્રે ફરી આ બંને રચનાઓ વાંચી ત્યારે સમજાયું કે આ તો કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીના આક્ષેપની વાત છે. કેટલાક લોકોએ સમજ્યા વગર તરફેણમાં કે વિરુદ્ધમાં કોમેન્ટ પણ કરી છે!
સ્નેહાબહેન સરસ કાવ્યો લખે છે તેમના કાવ્યો ઓર્કુટમાં ઘણા બધા પ્રોફાઈલ પર નામ સાથે/વગર દેખાય છે, અન્ય બ્લોગ પર ક્યારેક નજરે ચડે છે.
‘તારી બાધા લઈ લઉં’ કાવ્યની વાતમાં સ્નેહાબેન કદાચ પ્રતિકાવ્યને સમજ્યા વગર નકલનો આક્ષેપ કર્યો છે.
એક કાવ્ય પરથી બીજું કાવ્ય સ્ફૂરે તેને પ્રતિકાવ્ય કહેવાય છે, બ્લોગ જગતમાં નિર્મિશ ઠાકરના પ્રતિકાવ્યો જાણીતાં છે અને મેં તે લયસ્તરો/ફોરએસવી/વેબમહેફિલ વગેરે બ્લોગ પર વાંચ્યા પણ છે, લો તમે પણ માણો.
૧. ‘કલાપી’નું એ પંખીની ઉપર પથરો… નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો
૨. હરીન્દ્ર દવેનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: લાઘવ ક્યાંય નથી કવનમાં
૩. હરિહર ભટ્ટના ‘એક જ દે ચિનગારી’ પરથી ન. પ્ર. બુચનું પ્રતિકાવ્ય યાચે શું ચિનગારી?
અપડેટ્સ…
૪. દુનિયા ફરી ગઇ (અમૃત ઘાયલ)ની પ્રતિકૃતિ રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર
૫. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર
૬. આદિલ મન્સૂરીની અમર કૃતિ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ નું પ્રતિકાવ્ય નડીની રેલમાં ટરટું નગર – નિર્મિશ ઠાકર
૭. વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો (વિવેક ટેલર) પરથી પ્રતિકાવ્ય કાં સતત તરતો રહે ત્રીજો કિનારો? – ચેતન ફ્રેમવાલા.
પ્રિય મિત્રો,
બ્લોગ જગતમાં ઉઠાંતરીની નવાઈ નથી. અવારનવાર આવા કિસ્સા આવતા જ હોય છે. નવોદિતોથી લઈને ન્યુરોસર્જન સુધી આ રોગ વ્યાપેલો છે. અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, (હવે) નરેન્દ્ર મોદીનો બ્લોગ છે અને મારો પણ બ્લોગ છે. દેખાદેખીની લાહ્યમાં અને વર્ડપ્રેસ/બ્લોગસ્પોટની મહેરબાનીથી બ્લોગ તો બનાવી દીધો પણ પછી લખવું શું? પ્રસિદ્ધિનો સરળ રસ્તો છે અન્યની રચના પોતાના નામે ચડાવી દેવાનો! આ ઉપાય ‘વરવા ગુજરાતી’થી લઈને ‘અપ્રાકૃતિક ટિપ્સ’ આપતા બ્લોગર પણ અજમાવી ચૂક્યા છે.
આજે આપણે જે બ્લોગરની વાત કરવાના છીએ તે છે – છેલછબીલો ગુજરાતી™ સુરોનો સોદાગર… માનવ(જીજ્ઞેશ પારેખ)નું વિશ્વ. સૌપ્રથમ આપણે તેમની એક રચના જોઇએ…
બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
- ૧૬/૪/૨૦૦૯, રાત્રે ૨.૪૫, “માનવ”
હવે આ જુઓ – પહેલી નજરનો પ્રેમ – વિશાલ મોણપરા Continue reading »