Archive for the ‘ઈમેઈલ’ tag
ટમેટાં - મેનેજમેન્ટ સ્ટોરી (૮)
એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી.
એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રો સોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ!
“હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જે માણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!” Read the rest of this entry »
