Apr 092008
 

પ્રિય મિત્રો,

એકની એક રમુજ અલગ અલગ નામે વારંવાર વાંચીને કંટાળી ગયા હો તો આપના માટે Funngyan.com પર આજથી એક નવો વિભાગ શરુ થાય છે “બત્રીસ કોઠે દીવા“.

આ વિભાગમાં આજ સુધી તડાફડી પર મૂકાયેલા રમુજી લેખ ઉપરાંત આજથી દરરોજ સવારે (ભારતીય સમય પ્રમાણે) સાત વાગ્યે એક નવો ટુચકો કે રમુજી ચિત્ર કે હળવી બોધકથા મૂકવામાં આવશે. આશા છે આપને આ વિભાગ પણ પસંદ પડશે.

“સાત વાગી ગયા?” તો લો વાંચો આજનો સચિત્ર લેખ “બાળકો માટે બિયર… હોય નહીં!

ચાલો ત્યારે, આપના અભિપ્રાયની સદૈવ અપેક્ષા રહેશે…

- અનિમેષના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

Apr 082008
 

[ એન્જિનિયર અને મેનેજર વાળી પોસ્ટ વાંચીને મુળ પુનાના અજયભાઈ દેશપાંડે જણાવે છે કે પુણેમાં એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની ઘણી કોલેજો છે. તેમણે એક રમુજી ટુચકો કહ્યો, લો આપ પણ માણો...]

એક વખત સાત એન્જિનિયરિંગના અને સાત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા. તેઓ પુણે રેલ્વે સ્ટેશને ભેગા થયા. બંને ગ્રુપ એક બીજાને ઉતારી પાડવા તત્પર હતા.

દૃશ્ય ૧ (પુણે- મુંબઈ):

મેનેજેમેન્ટ વાળા સાત ટિકિટ લે છે જ્યારે સાત એન્જિનિયર મળીને એક જ ટિકિટ લે છે! બધા ટ્રેનમાં બેસે છે અને મેનેજેમેન્ટના વિદ્યાર્થીઓ ટી.સી. આવવાની રાહ જુએ છે….. Continue reading »

Apr 072008
 

એક યુવતી ગરમ હવાથી ચાલતા બલૂનમાં ઊડવાનો આનંદ માણી રહી હતી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે તે રસ્તો ભૂલી ગઈ છે. તેણીએ બલૂનને થોડું નીચે ઉતાર્યું અને એક માણસને જોયો. તેણીએ બલૂનને વધારે નીચું લાવી અને જોરથી બોલી: ”મને મદદ કરશો, હું રસ્તો ભૂલી છું. મેં મારા મિત્રને એક કલાક પછી મળવાનું વચન આપ્યું છે. તમે મને કહેશો કે હું ક્યાં છું?”

નીચેથી માણસે જવાબ આપ્યો:  “તમે ગરમ હવાના બલૂનમાં જમીનથી લગભગ ૩૦ ફીટ ઊંચે ઊડો છો. તમે ઉત્તર અક્ષાંસ ૪૦ અને ૪૧ વચ્ચે છો અને પશ્ચિમ રેખાંશ ૫૯ અને ૬૦ વચ્ચે છો.”

“તમે જરુર એન્જિનિયર હશો” બલૂનમાંથી યુવતીએ કહ્યું.

“સો ટકા સાચું” જમીન પરના માણસે કહ્યું: ”તમને કેવી રીતે ખબર પડી?” Continue reading »

Apr 052008
 

૧. જો હું સમયની બચત કરું તો તે સમય મને (વ્યાજ સહિત) પાછો ક્યારે મળે?

૨. આ પછીનું વાક્ય સાચું છે. આ પહેલાનું વાક્ય ખોટું છે.

૩. મેં પહેલા કહ્યું તેમ હું એકની એક વાત વારંવાર કહેતો નથી!

૪. ક્યારેક મને એવી જરુર હોય છે જે ફક્ત તમે જ મને આપી શકો, આપની ગેરહાજરી!

૫. જો તમે પહેલા પ્રયત્ને સફળ થતા નથી તો આકાશમાંથી કુદકો મારવાનું સાહસ માંડી વાળજો.

૬. લડાઈથી એ નક્કી નથી થાતું કે કોણ સાચું છે, પણ એ નક્કી થાય છે કે કોણ બચ્યું છે! Continue reading »

Apr 042008
 

એક વખત એક પરિણિત યુગલ પોતાના લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું. તેઓ તેમના બહોળા મિત્રવર્તુળમાં ખુબ જ પ્રચલિત હતા. તેમના લગ્નના ૨૫ વર્ષોમાં તેઓ એક પણ વખત ઝગડ્યા નહોતા. ૨૫મી વર્ષગાંઠની પાર્ટીમાં લોકોએ તેમને તેમના “પ્રસન્ન દાંપત્ય જીવનનું રહસ્ય” જણાવવા આગ્રહ કર્યો. “૨૫ વર્ષમાં એક વખત પણ ઝગડ્યા ન હોય તે અસંભવ છે, અશક્ય છે”

પતિ તેના જુના દિવસોની યાદો તાજા કરીને કહેવાની શરુઆત કરે છે. “લગ્ન પછી મધુચંદ્ર (હનીમૂન) પર અમે શિમલા ફરવા ગયા હતા. ત્યાં ઘોડેસવારીનો લ્હાવો લેવા માટે મેં મારા માટે અને મારી પત્નીએ તેના માટે ઘોડો પસંદ કર્યો અને અમે સવારી કરવા નીકળી પડ્યા! મારો ઘોડો સમજુ અને ડાહ્યો હતો પણ મારી પત્નીનો ઘોડો જરાક તોફાની સ્વભાવનો હતો. રસ્તામાં ઘોડાએ એવો ઠેકડો માર્યો કે મારી પત્ની પડતાં પડતાં માંડ બચી. તેણીએ પોતાની જાતને સંભાળી લીધી અને ઘોડાની ડોકને થપથપાવતાં કહ્યું “આવું પહેલી વાર થયું” Continue reading »

Powered By Indic IME