૨૧. તમે જીતો કે હારો તે મહત્વનું નથી, મહત્વનું છે હું જીત્યો કે હાર્યો!

૨૨. જીવન આનંદદાયક છે. મૃત્યુ શાંતતાદાયક છે. તકલીફ આ બંનેના વચ્ચેના સમયની છે!

૨૩. આ છેતરપીંડી ન કહેવાય, હું આને સમસ્યાનો રચનાત્મક ઉકેલ કહીશ.

૨૪. દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે જે આશ્ચર્ય ચકિત થયો હોય છે!

૨૫. જેણે કહ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી તેને કદાચ ખબર નહીં હોય કે સુખ ક્યાંથી ખરીદી શકાય!

૨૬. દુશ્મનોને માફ કરો/ભૂલી જાઓ, પણ તેમના નામ યાદ રાખો!

૨૭. આપણે જેટલું મુર્ખતા ભર્યું પરાક્ર્મ કરતા હોઈએ તેના પ્રમાણમાં લોકો આપણી તરફ જોતા હોય છે!

૨૮. પ્રેમ ફોટો જેનિક છે, તેને ‘ડેવલપ’ કરવા માટે અંધારું જોઈએ!

૨૯. આપણે નસીબમાં માનવું જોઈએ, નહીં તો આપણે બીજાઓની અણગમતી સફળતા વિશે કેવી રીતે સમજાવી શકશું?

૩૦. દારૂડીયો: “મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” જજ: “પીવા માટે” દારૂડીયો: “તો કરો ચાલુ” (કોર્ટમાં હસાહસ) જજ: “ઓર્ડર, ઓર્ડર” દારૂડીયો: “એક લાર્જ સોડા વગર!”

***

ચબરાકિયાં (ભાગ – ૧)

 

એક વખત એક સર્કસમાં આગ લાગી અને બધું જ બળીને ખાખ થઈ ગયું, ફક્ત એક હાથી અને તેનો મહાવત બચ્યા.

મહાવત પોતાના ગુજરાન અને હાથીના ભરણપોષણ માટે હવે શું કરવું તેની ચિંતામાં પડ્યો. કાયદાના કડક નિયમોને કારણે અને ફક્ત એક જ હાથી બચ્યો હોવાને કારણે ફરી સર્કસ ચાલુ કરવું અશક્ય લાગતાં મહાવતે એક નવો તુક્કો અજમાવ્યો. તે ગામે ગામ અને શહેર શહેર ફરીને લોકોને પડકાર કરતો કે હાથીને બેપગે ઊભો કરો અને ૧૦૦ રૂપિયા ઈનામમાં મેળવો. તે માટે તેણે ૧૦ રૂપિયા ટિકિટ રાખી.

દિવસ દરમ્યાન ઘણા લોકો આ પડકાર જીલી લેતા અને હાથીને બેપગે ઊભો રહેવા માટે અલગ અલગ રીત અજમાવતા. કોઈ બોલીને હાથીને બેપગે ઊભું રહેવા કહેતું તો કોઈ બુચકારીને, કોઈ એક્ટીંગ કરીને તો  કોઈ ઠપકારીને. હાથીને કંઇ અસર નહોતી થતી અથવા એમ કહી શકાય કે કંઇ ન કરવા માટે મહાવતે તેને તૈયાર કર્યો હતો! લોકોને આમ કરતાં સારું એવું મનોરંજન મળતું અને મહાવતને સારી એવી કમાણી થતી અને પોતાનું અને હાથીનું પેટ ભરી શકતો. ગામમાં લોકોનો રસ ઓછો થતાં તે બીજા ગામે જતો અને એવી રીતે તેનું ગુજરાન ચાલતું. Continue reading »

 

Short Cut

આ પાટિયું કેનન હિલ્સ તરફ જવાનો ટૂંકો રસ્તો (SHORT CUT) સુચવે છે પણ તે માટે બિલાડીને ગોળીએ દેવાની (SHOT CAT) શું જરુર?

***

વિશેષ વાંચન:

બાળકો માટે બિયર…?

 

તરવાની મનાઈ છે

“તરવાની મનાઈ છે”નું પાટિયું તો મૂક્યું છે પણ પાણી ક્યાં?

 

Child Beer... Really? Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME