ઓર્કુટ પર “ધ અનિમેષ” નામે કોમ્યુનિટી છે:

“જો તમે ભુજના છો તો તમને અનિમેષનો પરિચય આપવાની જરુર નથી, પણ જે ભુજના નથી તેમના માટે અનિમેષ એટલે વન મેન “સાન્તા-બન્તા”. આપ આ કોમ્યુનિટીની પોસ્ટ વાંચશો એટલે અનિમેષ વિશે જાણી જશો.”

ઊઘડતે પાને આટલી પ્રસ્તાવના પછી સભ્યોએ અનિમેષના ટુચકા લખ્યા છે, જેમાંના ઘણા ‘સાન્તા-બન્તા‘માંથી તડફાવેલા હોય તેવું લાગે છે, છતાં કેટલાક મૌલિક કે પ્રાસંગિક છે. ચાલો માણીએ:

અનિમેષે નવું બાઇક લીધું, એક વાર જ્યુબીલી ગ્રાઉન્ડ પાસેથી બાઇક એક જ હાથે ચલાવતો આવતો હતો, ત્યારે એક ઠોલા (ટ્રાફિક પોલિસ) એ એને પકડ્યો અને પુછયું: “એક હાથે કેમ ચલાવે છે?”

અનિમેષે કહ્યું: “બાઇક વાળા એ કીધું છે કે બાઇક એક હાથે ચલાવશો તો લાંબો સમય ચાલશે.”

*** Continue reading »

 

સરદારજી: ડોકટર સાહેબ, સપનામાં રોજ રાત્રે ઉંદરડા ક્રિકેટ રમે છે.

ડોકટર: આ ગોળી લેજો અને સારું થઇ જશે.

સરદારજી: કાલથી લઉં તો ચાલે?

ડોકટર: કેમ કાલે? આજે કેમ નહીં?

સરદારજી: આજે ફાઇનલ છે!

 

મધદરીએ એક જહાજ ડુબવાની તૈયારીમાં હતું.

એક અંગ્રેજ સાન્તાને પૂછે છે, “અહીંથી જમીન કેટલે દૂર છે?”

સાન્તા: “બે કિલોમિટર.”

અંગ્રેજ દરિયામાં કુદકો મારી પૂછે છે: “હવે, કઇ તરફ?”

સાન્તા: “નીચે તરફ!”

 

મોડી રાત્રે એક ચીનો અમેરિકાના એક બારમાં જાય છે. ત્યાં એક ટેબલ પર સ્ટીવન સ્પીલબર્ગને બેઠેલો જુએ છે. ચીનો દોડીને  સ્પીલબર્ગને મળે છે અને ઓટોગ્રાફ માટે વિનંતી કરે છે.

સ્પીલબર્ગ ઓટોગ્રાફ આપવાને બદલે ગુસ્સે થાય છે અને ચીનાને એક થપ્પ્ડ લગાવી કહે છે: ”તમે ચીના લોકો અમારા પર્લ હાર્બર પર બોંમ્બ ફેંક્યા’તા! ગેટ આઉટ.”

ચીનો છોભીલો પડી જાય છે: ”બોંમ્બ ફેંકવા વાળા અમે નહીં, જાપાનીઓ હતા.”

“ચાયનીઝ, જાપાનીઝ, તાયવાનીઝ, તમે બધા સરખા” સ્પીલબર્ગ કહે છે.

જવાબમાં ચીનો સ્પીલબર્ગને એક થપ્પ્ડ લગાવીને કહે છે. “તમારા કારણે ટાયટેનિક જહાજ ડુબ્યું જેમાં મારા દાદા-પરદાદા હતા.”

સ્પીલબર્ગ વિચારમાં પડી જાય છે: ”એ તો આઇસબર્ગને કારણે વહાણ ડુબ્યું હતું, મારા કારણે નહીં.”

આઇસબર્ગ, સ્પીલબર્ગ, કાર્લ્સબર્ગ બધા સરખા!

 

કામ પરથી થાક્યો પાક્યો પતિ ઘરે આવે છે.

પત્ની: ”જુઓને આ ઈસ્ત્રી ચાલતી નથી.”

પતિ: ”હું કાંઇ ઇલેક્ટ્રીશિયન નથી, ઇલેક્ટ્રીશિયનને બોલાવી લે.”

બીજે દિવશે પણ પતિના આવવા સાથે પત્ની કહે છે: ”જુઓને આ કબાટના દરવાજા ખૂલતા નથી.”

પતિ: ”હું કાંઇ સુતાર નથી, કોઇ સુતારને પકડીને કરાવી લે.”

ત્રીજે દિવશે પતિ ઘરે આવે છે ત્યારે પત્ની ખુશ થતાં: ”મારા બધા કામ થઈ ગયા! બાજુવાળો યુવાન પડોશી આવીને કબાટના બારણા અને ઈસ્ત્રી સરખી કરી ગયો.” Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME