Dec 252007
 

Heat Waveઈનબોક્ષમાં ‘પેન્સિલ વડે અદભૂત કળા’ નામની ઈમેઈલ જોઈને મને પણ થયું હતું કે હશે કંઇક પેન્સિલ સ્કેચ વિશે, પણ જ્યારે ઈમેઈલ ખોલીને જોઈ તો મારા મનનાં દરવાજા પણ ખૂલી ગયા!

આ કળા એટલે અણીદાર પેન્સિલ અને સપાટ કાગળ પર રચાતી ચિત્રકળાની વાત નથી પણ આતો પેન્સિલો વડે રચાતા ત્રિપરિમાણ શિલ્પકળાની વાત છે, તે પણ પેન્સિલ ઘસ્યા વગર!

Jenniferદક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં જન્મેલી જેનિફર માસ્ટર નામની ફાઈન આર્ટની સ્નાતક પેન્સિલ વડે અદભૂત શિલ્પ બનાવવાની માહેર છે. હજારો પેન્સિલો લઈ તેને એક એક ઈંચ જેટલી કાપી, તેમાં કાણાં પાડી, તેને અણીદાર બનાવી તેમને મણકાની જેમ દોરા કે તાર વડે ગૂંથણી કરી કુદરતી આકારો અને પ્રાણીઓના જીવંત શિલ્પ બનાવે છે. પેન્સિલ એટલે રચનાત્મકતા, સ્ફૂરણા, મથામણ, સંભાવના અને આનંદ એમ તેણી કહે છે. પેન્સિલ સિવાય ખીલી, પિન, મણકા વગરેમાંથી પણ અદભૂત શિલ્પ બનાવે છે! ઘણા વર્ષોથી તે પોતાની આ ‘સાળ વગરની વણવાની’ કળા શીખવે પણ છે. વધુ હું શું લખું? જાતે જોઇલો તેની વેબસાઈટ પર!

Dec 242007
 

Piano Guimp થોડા સમય પહેલાં આપણે અહીં વિશ્વની સૌથી નાની વેબસાઈટ વિશે જાણ્યુ. જેમણે તે સાઈટ સર્ફ કરી હશે તેમણે કદાચ પિયાનોનું નાનું ચિત્ર પણ જોયું હશે! Continue reading »

Dec 192007
 

તાજેતરમાં આપ મૃગેશ શાહની સાથે શોપિંગ મૉલની સફરે જઈ આવ્યા કેમ ખરુંને? હવે આ એસ્કલેટર જોઈને સાસુમાની હાલત શું થશે તે વિચારો…

Escalator

વિશ્વનો સૌથી ઊંચો એસ્કલેટર જાપાનના ઓસાકા શહેરમાં આવેલી ૪૦ માળ ઊંચી બિલ્ડીંગ ‘ઉમેદા’માં આવેલો છે. ૧૦ ડોલર આપીને આ ઉડનખટોલાની સવારી કરીને ઓસાકા શહેરનું વિહંગાવલોકન કરી શકાય છે!

Dec 122007
 

WMDroad

ધૂળ, ભેજ, વરસાદ, ધૂમ્મસ, કાદવ-કિચડ, ત્રણ ત્રણ હજાર ફૂટ ઉંડી ખાઈઓ, ઠેકઠેકાણે લેન્ડ સ્લાઈડ, ખડકાળ, સાંકડો, સિંગલ લાઈન, બસો અને ખટારાઓથી ભરેલો, ૬૪ કી.મી. લાંબો વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો દર વર્ષે ૨૦૦-૩૦૦ માણસો અને અઠવાડિયે લગભગ ૨૫ જેટલા વાહનોનો ભોગ લે છે.

આટલું વાંચ્યા પછી આપને થયું હશે આ રસ્તો ભારતમાં ક્યાં આવ્યો? જી ના. આ રસ્તો દક્ષિણ અમેરિકામાં બ્રાજીલ નજીક બોલિવિઆમાં આવેલો છે. આ રસ્તો યુંગાસ રોડ કે ઉત્તર યુંગાસ રોડ, ગ્રોવનો રસ્તો, કોરીસિયો રોડ, રોડ ઓફ ડેથ કે મૃત્યુના રસ્તા તરીકે ઓળખાય છે. જુઓ બી.બી.સી.નો રિપોર્ટ અને વિકીનું પાનું.

અન્ય મોસ્કોથી યાકુત્સ્ક અને કાઠમંડુથી એવરેસ્ટ વાળા રસ્તા પણ ઓછા ખતરનાક નથી પણ આ બધાને પછાડી દે તેવો ખતરનાક છે.

એકવાર આ રસ્તે મુસાફરી કરો પછી આપણા સ્થાનિક ખરાબ વળાંક-ખાડા-ખાબોચિયા વાળા ભરચક રસ્તાઓ તો વિશ્વના બહેતરીન રસ્તા લાગવા લાગશે…

Dec 102007
 

આજકાલ તો ‘ઈડીયટ બોક્ષ’ ગણાતું ટી.વી. પણ હવે હાય ડેફીનેશન થવા ચાલ્યું છે. કોમ્પ્યુટર સાથે લોકો પહેલાં ૬૪૦ x ૪૮૦ ટપકાવાળા વીજીએ મોનિટર વાપરતા હતા તે હવે એલ.સી.ડી. સસ્તા થવાથી SVGA, XGA, XGA+, SXGA, SXGA+, UXGA પાર કરીને ૨૦૪૮ x ૧૫૩૬ ટપકાવાળા અલ્ટ્રા એક્સટેંડેડ ગ્રાફિક્સ મોનિટર વાપરતા થઈ ગયા છે ત્યારે આજે આપણે વાત કરીશું વિશ્વની સૌથી નાનકડી વેબસાઈટ વિશે. Continue reading »

Powered By Indic IME