Feb 262016
 

પ્રિય મિત્રો,

૫૭/૩૬૬

આપણાં રસ્તાની ખરાબ હાલત જોઈ એમ થતું હશે કે વિશ્વનો સૌથી ખરાબ રસ્તો આ જ હશે. આ આપણાં બળાખા છે, સત્ય હકિકત નથી. વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો આ છે.

wmdroad

આ લેખ ૧૨ ડિસેંબર ૨૦૦૭ના અહીં મૂક્યો હતો.

– વિનય ખત્રી

Feb 192016
 

પ્રિય મિત્રો,

૫૦/૩૬૬

વેલેન્ટાઈન ડે’ના પછીના દિવસની પોસ્ટમાં વાપરેલા મારા શબ્દો ‘એક દિવસની દેશભક્તિ’નો કેટલાક મિત્રોએ વાંધો લીધો હતો. મારો કહેવાનો અર્થ એ હતો કે એક દિવસ માટે આપણે દેશ ભક્ત બની જઈએ છીએ. ફેસબુક/વૉટ્સએપ/ટ્વીટર પર પોતાનું ડીપી બદલીને ભારતનો ધ્વજ રાખીએ છીએ. કાર કે બાઈકમાં પણ તીરંગો ફરકાવીએ છીએ. અને દરરોજ આવા મેસેજ ફોર્વર્ડ કરતા રહીએ છીએ…

NASA का राकेट ब्लास्ट हुआ:

जापान: टेक्नोलॉजी परीक्षण किये थे ?

रूस: क्रिटिकल मास वॉल्यूम ठीक था ?

भारत: लिंबु मरचा बांध्या ता?

આ ફોર્વર્ડ પર હસી લીધું હોત તો હવે ફેક્ટની વાત કરીએ?

થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું જ હશે કે બ્રિટનના ભારેખમ ઉપગ્રહો ભારતે અવકાશમાં તરતા મૂક્યા. ન વાંચ્યું હોય તો વાંચો :

isro

દુનિયા આગળ નીકળી ગઈ છે, આપણે ભારતિયો પણ આગળ છીએ. એક સમયે જેણે આપણાં પર રાજ કર્યું હતું એવો દેશ આજે પોતાનાં ઉપગ્રહો અવકાશમાં છોડાવવા આપણી પાસે આવે છે.

ફોર્વર્ડ મેસેજ મોકલતાં પહેલાં વિચારવું – આમાં ક્યાંક આપણે આપણાં રાજ્યની કે દેશની મજાક તો નથી કરી રહ્યા? કે કોઈકના ભારતને બદનામ ચિતરવાના એજન્ડાનો પ્રચાર અને પ્રસારતો નથી કરી રહ્યા ને?

– વિનય ખત્રી