May 152015
 

પ્રિય મિત્રો,

એક વિરામ બાદ આજે ફરી હાજર થયો છું.

ગઈકાલે મને વ્હોટ્સએપ પર કેટલાક ફોટોગ્રાફ મળ્યા જેનું મથાળું હતું, દ્વારકા (ગુજરાત) – અંડર સી. લેટેસ્ટ પિક્ચર્સ…

૧)

૨)

૩)

૪)

૫)

૬)

૭)

૮)

સોસિયલ મિડિયાને અફવા બજાર બનાવવામાં કોઈ કસર ન છોડવાની અને કન્ફર્મ કર્યા વગરની, ખોટી માહિતી, પોતાના પોતાના સગાં/સંબંધી/મિત્રોને ગળે ઊતારવાની લોકોની આદતની મને ખબર છે અને ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરવાની મારી ટેવની તમને પણ ખબર હશે. આ આઠ ફોટોગ્રાફ વિશેની માહિતી શોધતાં જાણવા મળ્યું કે પહેલા ત્રણ ફોટો જ ફક્ત દ્વારકાનો છે, બાકીના પાંચ જાપાન, ચીન (૪), ઈજિપ્ત (૫), જમૈકા (૮), વગેરેના છે!

એક ફોટો જેવો બીજો ફોટો નેટ પર કેવી રીતે શોધવો તે આપણે આ બ્લોગ પર જાણી ચૂક્યા છીએ.
* ગૂગલ ઈમેજ સર્ચ
* ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ

સોસિયલ મિડિયા ને અફવા બજાર બનાવવાના લાખો દાખલા મળી આવશે, આટલા બનાવની આ બ્લોગ પર સ્પષ્ટતા કરી છે:

* ઈઝરાયલની કેબલકારનો વિડિયો પાવાગઢ રોપવેનો ગણાવાયો
* પ્રભુપાદને ધરાવેલો થાળ સુરતની એક રેસ્ટોરાંની થાળી બની ગઈ
* થાઈલેન્ડનું એક હિંદુ મંદિર કોર્ણાંકનું સૂર્ય મંદિર બની ગયું!
* વ્હોટ્સએપ કોલીંગ અને વિડિયો કોલીંગના નામે મૂરખ બન્યા, બનાવાયા
* અકસ્માતે ઘાયલ થયેલાને મોબાઈલ બેટરી ફાટવાનું કારણ જણાવાયું!

આવા તો કેટલાય ગપગોળા નેટ પર ઉત્સાહી, નાદાન, અણસમજુઓ ફેરવ્યા કરે છે. આપણા સુધી આવે તેમાં આપણે કંઈ ન કરી શકીએ પણ આપણી પાસે આવ્યા પછી તેનું શું કરવું અને આપણા સગા/મિત્રોને ખોટી માહિતી મોકલીને તેમને ગેરમાર્ગે દોરવા/મૂરખ બનાવવા કે નહીં તે ૧૦૦% આપણાં અંગૂઠાને ટેરવે છે!

Mar 112015
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલાં આપણે જોયું કે કેવી રીતે પ્રભુપાદજીને ધરાવેલો થાળ સુરતની એક રેસ્ટોરાંની થાળી બની જાય છે અને કેવી રીતે વ્હોટ્સએપ કોલિંગના નામે આપણે મૂરખ બનાવવામાં આવે છે.

તેવી જ રીતે ઈઝરાયલમાં કેબલ કારને લાગેલી આગનો વિડિયો પાવાગઢના રોપવેનો ગણાવવામાં આવ્યો હતો.

આવો જ બીજો એક વિડિયો નેટ પર (અને વ્હોટ્સએપ પર પણ) ફરે છે જેમાં વડોદરાના ચોક્ક્સ મૉલમાં ચોક્ક્સ કંપનીના ચોક્ક્સ મોડલના મોબાઈલની બેટરી માણસના ખિસ્સામાં ફાટવાથી તેની છાતી ચીરાઈને હ્રદય ખુલ્લું થઈ ગયું…

बरोडा के सेन्ट्रल मॉल में सेमसंग ग्रैंड 2मोबाईल शर्ट के पॉकेट में ही फट गया

[સૂચના અને નોંધ: અહીં તે વિડિયોની લિન્ક મૂકી શકાય નહીં, બહુ જ ભયાનક છે અને ફનએનગ્યાન બધી ઉંમરના લોકો વાંચે છે. તમને પણ વિનંતી કે આવા કોઈ વિડિયો કોમેન્ટમાં શેર ન કરતા.]

આ સત્ય હકિકત નથી. વિડિયો સાચો છે પણ ઘટના બેટરી ફાટવાની નહીં પણ પારડીમાં થયેલા અકસ્માતની છે. (ઈ પેપર – પાનું ૨૫).

કોઈ પણ મોબાઈલની બેટરી અમુક સંજોગોમાં ફાટી શકે છે, પણ ચોક્ક્સ કંપનીના ચોક્ક્સ મોબાઈલનું નામ કયા કારણે લીધું તે મોકલનારા જ જાણે.

આપણે એટલું જાણી લઈએ કે સોસિયલ મિડિયામાં આવતી બધી વાતો સાચી નથી હોતી અને કેટલાય અફવાના પડીકાં ફરતાં હોય છે ત્યારે આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે અફવાને ઉત્તેજન ન આપીએ અને ખરાઈ કર્યા વગર ફોર્વર્ડ ન કરીએ. ક્યારેક ફોર્વર્ડ કર્યા વગર રહી શકતા ન હોઈએ તો ફોર્વર્ડ કરતી વખતે ખરાઈ કરવામાં આવી નથી એવી નોંધ જરૂર મૂકીએ.

આમ કરવું જરૂરી છે નહીંતર ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો‘ જેવું થશે અને મોંઘા ભાવનો સ્માર્ટફોન અને મોંઘા ભાવનું ઈન્ટરનેટ પેક નકામું થઈ જશે અને સોસિયલ મિડિયા અફવા બજાર બનીને રહી જશે.

એક સમય એવો હતો જ્યારે રાજકોટમાં લોકો ‘ફુલછાબ’માં આવે તે બધું સાચું અને ‘અકિલા’માં આવે તે બધું ખોટું એવી છાપ પડી ગઈ હતી, સોસિયલ મિડિયાની છાપ આપણે કેવી પાડવી છે તે આપણે નક્કી કરવું પડશે કારણ કે તેના પરિણામોથી આપણને જ ફાયદો કે ગેરલાભ થવાનો છે. નેટ પર કે વ્હોટ્સએપ પર આપણે જે તે સમાચાર/વિડિયો/ચિત્ર કોની સાથે શેર કરતા હોઈએ છીએ? આપણાં મિત્રો સંબંધીએ સાથે.

જીવન વિશેના એક અવતરણ સાથે વિરમું છું, મોબાઈલની બેટરી કયા કારણો સર ફાટી શકે છે તે વિશે એક ટેક્નિકલ લેખ અહીં વાંચો

જીવન

વિડિયો અને તેના મૂળ સુધી પહોંચવામાં જે જે મિત્રોએ મદદ કરી તેમનો ખૂબ ખૂબ આભાર.

Jan 092012
 

પ્રિય મિત્રો,

‘નિલ નદીને કાંઠે’ વસતા એક ‘નેટ વેપારી’એ સોસિયલ સાઈટને ‘નૃત્ય’ સાથે સાંકળી લીધી છે ત્યારે આજથી લગભગ એક વર્ષ પહેલા Jonas Klit Nielsen (જોયું, આમાં ય ‘નિલ’!) નામના ‘વેપારી’એ સોશિયલ સાઈટ્સને મૂત્ર વિસર્જનની ક્રીયા સાથે કેવી રીતે સાંકળી હતી તે જુઓ!

સોસિયલ સાઈટ્સ અને મૂત્ર વિસર્જન!