May 302016
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં મુંબઈ પાસે આવલા થાણાના એક પરા ડોંબિવલીની ફેકટરીમાં લાગેલી આગ અને બોઈલરમાં થયેલા ધડાકાનો એક વિડિયો સોસિયલ મિડિયામાં ફરે છે…

… જે ડોંવિવલીનો નહીં પણ એપ્રિલમાં ચીનની એક ફેકટરીમાં લાગેલી આગ અને ધડાકાનો છે.

– વિનય ખત્રી

Apr 222016
 

પ્રિય મિત્રો,

૧૧૨,૧૧૩/૩૬૬

બે દિવસ પહેલા એક ફોર્વર્ડ મેસેજ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું – ‘થિયટર માલિકોએ શાહરુખ ખાનની ‘ફેન’ ફિલ્મને ઊતારીને તેની જગ્યાએ ‘ધ જંગલ બૂક’ દેખાડી રહ્યા છે.’ આ મેસેજ હિન્દી ફિલ્મ વિવેચક અને વ્યવસાયિક આંકડાના જાણકાર એવા તરણ આદર્શના ટ્વીટર પરથી વહેતો થયો હોવાનો દાવો હતો.

taran-adarsh-tweet

મને શંકા ગઈ કારણ કે A4 કાગળ પર લખીને શૉ કેન્સલ થવાની વાત લખી હતી. આદત પ્રમાણે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરીને જાણી લીધું કે આ ફેક આઈડી પરથી બનાવેલો મેસેજ છે.

taran-adarsh-fake-id

કારણ કે તરણ આદર્શનું સાચું અને વેરીફાઈડ આઈડી છે – @taran_adarsh

taran-adarsh-real-id

એટલું જ નહીં આ ફોટો પણ સાચો નથી. (બહુ બધા) થિયટર માલિકો તો શું એકે ય થિયટરે ‘ફેન’ ફિલ્મ દેખાડવાનું બંધ કર્યું નથી. આ ફોટો વલસાડના રાજહંસ સિનેમાએ ડિસેંબર ૨૦૧૫માં ‘દિલવાલે’નો શો રદ્દ કર્યો હતો ત્યારનો છે. તેમાં ફોટોશોપ વડે ફેરફાર કરી ‘દિલવાલે’ની જગ્યાએ ‘ફેન’ કરવામાં આવ્યું છે.

social-media-SRK-Dilwale

ટૂંકમાં તમે સમજી ગયા હશો કે સોસિયલ મિડિયામાં તમને કેવી રીતે ંમૂરખ બનાવવામાં આવે છે.

જેવી રીતે ગલ્લે બેસતા માણસને સાચી અને ખોટી નોટનો ફરક ખબર પડતી ન હોય તેને કોઈ નકલી નોટ પધરાવી નુકસાન કરાવવાનો જ છે તેવી જ રીતે સોસિયલ મિડિયામાં જેને સાચા અને ખોટા આઈડીની ખબર ન પડતી હોત તેણે મૂરખ બનવાનું લખ્યું જ છે.

social media srk

ઉપરના બંને આઈડી વચ્ચે તમને કોઈ ફરક નજરે પડતો ન હોય તો સોસિયલ મિડિયામાં તમાને કોઈ પણ મૂરખ બનાવી શકે છે.

આવો જ એક બીજો મેસેજ શાહરુખ ખાનના આઈડીથી ફરે છે. આ જુઓ…

social-media-srk અથવા srk_fake_tweet

આમાં પણ એ જ વાત છે – શાહરુખ ખાનનું ટવીટર હેંડલ @ShahrukhKhan નહીં પણ @iamsrk છે.

srk

ટ્વીટરે ‘વેરીફાય’ની સુવિધા આપી જ છે પણ જુવે કોણ? શાહરુખ ખાને અસહિષ્ણુતા વિશે શું કહ્યું તેનો ઓરિજિનલ વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે જ, પણ આપણે તે જોવાનો સમય નથી. કોઈ પણ વાત સાચી છે કે ખોટી તે જાણવા ‘ગૂગલ’ હાથવગું છે, પણ આપણને તસ્દી લેવી નથી. આપણે તો બસ આવેલા મેસેજને સાચો સમજીને અને મિડિયા દ્વારા બનાવાતી સ્ટોરીને આગળ ધકેલવામાં જ રસ છે.

નોંધ – આ પોસ્ટ શાહરુખ ખાનને સપોર્ટ કરવા કે વખોડવા માટે નથી, તમે શાહરુખને ટેકો આપતા હો કે વિરોધ કરતા હો, જે કરતા હો તે દિલથી કરતા રહેજો. એટલું ધ્યાન રાખજો કે સોસિયલ મિડિયામાં ફોટો/ટ્વીટમાં છેડછાડ, નકલી આઈડી વડે તમને કોઈ મૂખર ન બનાવી જાય. આપણે આપણી સમજનો નીરક્ષીર વિવેકનો ઉપયોગ કરીએ અને મૂખર બનતાં બચીએ. આટલું કરીશું તો આપણાં દ્વારા ફોર્વર્ડ થતા મેસેજ વાંચી આપણાં સગા/મિત્રો મૂખર બને છે તે પણ અટકશે.

– વિનય ખત્રી

Mar 032016
 

પ્રિય મિત્રો,

૬૩/૩૬૬

સોસિયલ મિડિયામાં ફરતા ફોટોમાં ફોટોશોપનો ભરપુર ઉપયોગ થયો હતો છે એ વાત આપણે અહીં કરી. આજે એક ફોટો ફરતો આવ્યો જેમાં સ્ટેથોસ્કોપ કાને લગાડયા વગરની એક ડોક્ટર બાળ દર્દીને તપાસી રહી છે.

અનામત

ફોટો સાથે વ્યંગ કરી કહેવામાં આવ્યું છે કે આ ડોકટર અનામતના મળતા લાભને કારણે ભણ્યા વગર જ ડોક્ટર બની છે, ભણી હોત તો તેને ખબર હોત કે દર્દીને તપાસતી વખતે સ્ટેથોસ્કોપ કાને લગાડી ઘબકારા સાંભળવાના હોય છે.

ભલે આ ફોટો વ્યંગ તરીકે પ્રતિકાત્મ વપરાયો હોય પણ આ ફોટો ભારતનો નથી, વિયેતનામનો છે.

ફોટો ઉલટાવી નાખવામાં આવ્યો છે. મૂળ ફોટો આ રહ્યો…!

– વિનય ખત્રી

Feb 202016
 

પ્રિય મિત્રો,

૫૧/૩૬૬

૧૯૮૩માં સાવન કુમારની એક ફિલ્મ આવી હતી – સૌતન. જેમાં વિલન એક નેગેટિવ પર બીજી નેગેટિવ મૂકી બે અલગ અલગ વ્યક્તિઓના ફોટોને મોર્ફ નામની ટેક્નિક વાપરી કપલ ફોટો બનાવ્યો હતો અને તેની પ્રિન્ટ વડે નાયક/નાયિકાને બ્લેક મેઈલ કર્યા હતા.

આ જૂની અને જાણીતી ટેક્નિકનો ઉપયોગ આજે પણ સોસિયલ મિડિયામાં થાય છે અને લોકો ભોળવાઈ જઈ સાચી માની બેસે છે.

અહીં દાખલા તરીકે સોસિયલ મિડિયામાં ફરતી કનૈયાકુમારની એક ઈમેજ મૂકું છું. હું કનૈયાકુમારનો કે જે.એન.યુ.નો સપોર્ટર કે વિરોધી નથી, અને મારો ઈરાદો અહીં કોઈને ક્લિન ચીટ આપવાનો કે ગુનેગાર ઠરાવવાનો નથી. મારો પ્રયત્ન છે કે ફોટોશોપ નામના ફોટો એડિટીંગ સોફ્ટવેર વડે ફોટામાં ફેરફાર કરી આપણને કેવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે સજજાવવાનો. (આ વિવાદને લગતી કોમેન્ટ અહીં પ્રસિદ્ધ નહીં થાય તેથી તેવી કોમેન્ટ કરવાની તસ્દી ન લેતા.)

kanhaiyakumar

સોસિયલ મિડિયામાં ફરતા ઉપરના ફોટાની હકિકત આ રહી…

kanayakumar_ps

ટૂંકમાં સોસિયલ મિડિયામાં ફરતું ચિત્ર (A+B) બન્યું છે બે ચિત્રોના સંયોજનથી – ચિત્ર A વિવેક સુરંગેનો બ્લોગ અને ચિત્ર B ‘ધ હિન્દુ’

આ પોસ્ટની અડધી માહિતી મને ફેસબુક ઈન્વેસ્ટીગેશન પરથી મળી અને પછી ઈન્ટરેનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરી કનૈયાકુમારની વધુ આધારભૂત ફોટો ધ હિન્દુ પરથી મેળવ્યો અને ભારતનો વિકૃત નકશો જે બેકગ્રાઉન્ડમાં દર્શાવ્યો છે તેને શોધીને અહીં રજુ કર્યો છે.

– વિનય ખત્રી