Jan 172012
 

પ્રિય મિત્રો,

સોશિયલ બુકમાર્ક સેવા ડિલિશિયસ – એક પરિચયના પહેલા ભાગમાં આપણે ડિલિશિયસ પર આપણું ખાતું ખોલાવ્યું, ‘સેવ ઓન ડિલિશિયસ’નું બુકમાર્કલેટ (બટન) બ્રાઉઝરના બુકમાર્ક બાર પર મૂક્યું જેથી નવી સાઈટ/લેખ આપણે ડિલિશિયસ પર ઉમેરી શકીએ. તે પછી આપણે આપણા બ્રાઉઝર પર સેવ કરેલા બુકમાર્ક એક્ષ્પોર્ટ કરી ફાઈલ બનાવી તે ફાઈલને ડિલિશિયસમાં ઈમ્પોર્ટ કેવી રીતે કરવી તે જાણ્યું. તે પછી આપણે આપણને ગમતા કેટલાક બ્લૉગ ડિલિશિયસ પર ઉમેર્યા. પછી મેં નરસિંહ મહેતાની રચનાઓ ઉમેરી. હવે જુઓ મારું ડિલિશિયસ હોમ પેજ આવું દેખાય છે! http://www.delicious.com/funngyan

ડિલિશિયસ /ફનએનગ્યાન - હોમપેજ

તમે પણ જોઈ શકો છો.ઉપરના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે.. ૧) ‘કૉમ્પેક્ટ વ્યુ’ પસંદ કર્યું છે. ૨) ‘ટેગ્સ’ વિભાગમાં વિષયની યાદી બની રહી છે, રચનાકારોની યાદી બની રહી છે ૩) બુકમાર્ક તારીખ પ્રમાણે ગોઠવાયેલા છે ૪a અને ૪b) જે તે રચનાકારના ‘ટેગ’ પર ક્લિક કરી તે રચનાકારની બધી જ પોસ્ટ (આપણે સેવ કરી હોય તેમાંથી) જોઈ શકાય છે. ૫) બીજા કેટલા લોકોને આ લેખ/પોસ્ટ/સાઈટ ગમી છે અને તેમણે સેવ કરી છે તે જાણી શકાય છે. ફનએનગ્યાનને ૮ વ્યક્તિઓએ સેવ કરી છે તે ચિત્રમાં જોઈ શકાય છે.

આ જે હું અહીં ઑનલાઈન સંગીત પિરસતી મનપસંદ સાઈટની યાદી બનાવી રહ્યો છું. જેમાં હું રાગા, ગાના, ધિંગાણા, ઈન અને સ્મેશહિટ્સ એમ પાંચ સાઈટ ઉમેરી રહ્યો છું. દરેક સાઈટને ‘music’ ટેગ આપ્યું છે, બધી લિન્ક જાહેર (પબ્લિક) છે. હવે આ પાંચ સાઈટ મિત્રો સાથે શેર કરવા માટે મારે ફક્ત એક જ લિન્ક શેર કરવાની રહેશે: http://www.delicious.com/funngyan/music

આવી જ રીતે જેતે વિષય પર ૫ હોય કે ૫૦૦ હોય કે ૫૦૦૦ હોય કે ૫,૦૦,૦૦૦ સાઈટ હોય, ફક્ત એક લિન્ક વડે શેર કરી શકાય છે. તેવી જ કેટલા લોકોએ એ સાઈટને સેવ કરી છે તે જાણી શકાય. દા.ત. રાગા સાઈટ ૧૭૦ વ્યક્તિઓએ શેર કરી છે!

ડિલિશિયસ હોમપેજની લિન્ક બ્લૉગ/વેબસાઈટ પર પણ મૂકી શકાય જેથી મિત્રો તેનો ઉપયોગ કરી શકે.

આ ઉપરાંત તાજેતરમાં ડિલિશિયસ પર એક નવી સેવા ઉમેરવામાં આવી છે = સ્ટેક!

આ સુવિધા પિનટરેસ્ટ જેવી જ છે. ઉદાહરણ માટે આપણે ઘડિયાળનો સંગ્રહ (સ્ટેક) જોઈએ…Unusual Wall Clocks લિન્ક્ની જેમ સ્ટેક સેવ અને શેર કરી શકાય છે ઉપરાંત કોઈએ બનાવેલા સ્ટેકને ફોલો કરી શકાય છે.

આશા છે આ ટિપ્સ આપને ઉપયોગી થઈ હશે/થશે! આપના અનુભવ અહીં જણાવશો…

અન્ય સોશિયલ બુકમાર્ક સાઈટનો પરિચય હવે પછી…