Jun 132008
 

એક વખત ડોક્ટર, એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર (પ્રોગ્રામર) વચ્ચે જોરદાર ચર્ચા થઇ કે વિશ્વનો સૌથી જુનો વ્યવસાય કયો?

ડોક્ટરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને સર્વપ્રથમ સર્જરી કરીને આદમની પાંસળી કાઢી હતી જેમાંથી ‘ઈવ’ થઇ અને પછી સમગ્ર મનુષ્ય જાતિ અસ્તિત્વમાં આવી.

એન્જિનિયરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને શૂન્યમાંથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે તે જ દર્શાવે છે કે ભગવાન સૌથી પહેલા એન્જિનિયર હતા.

ડોક્ટરે કાન પકડીને એન્જિનિયરની વાત માની લીધી પણ સોફ્ટવેર એન્જિનિયરે પોતાની દલીલ કરી કે પોતાનો વ્યવસાય જ સૌથી જુનો વ્યવસાય છે. આ સાંભળીને ડોક્ટર અને એન્જિનિયર એક સાથે બોલ્યા, “કેવી રીતે?” પછી એન્જિનિયરે પોતાની દલીલને આગળ વધારતાં કહ્યુ કે એન્જિનિયરીંગ જ સૌથી જુનો વ્યવસાય હોઇ શકે કેમકે ભગવાને સમગ્ર બ્રહ્માંડની રચના કરી તે પહેલાં અહીં કંઇ નહોતું, ફક્ત અવ્યવસ્થા અને અંધાધૂંધી હતી. Continue reading »