Sep 022009
 

પ્રિય મિત્રો,

અદ્‌ભુત કળાના આ વિભાગમાં આજે આપણે એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેને છ છ પ્રોગ્રામિંગ લેગ્વેજીસ આવડે છે અને ઉંમર છે માત્ર નવ વર્ષ!

લિમ ડિંગ વેન નામના મૂળ મલેશિયાના હાલ સિગાપોરમાં રહેતા અને ૪થા ધોરણમાં ભણતા  ૯ વર્ષીય બાળકે એપલ કંપનીના બહુ ચર્ચીત આઈફોન માટે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. ડૂડલ કિડ્સ નામના આ સોફ્ટવેર વડે આઈફોન પર માત્ર આંગળી ફેરવીને ચિત્ર બનાવી શકાય છે! ચિત્ર ભૂંસવા માટે ફક્ત આઈફોનને ‘હલાવવા’ની જરૂર રહે છે.  આ સોફ્ટવેર ૪,૦૦૦થી વધારે વખત ડાઉનલોડ થઈ ચૂક્યું છે એવો રોઈટર અને બીબીસીનો અહેવાલ છે.

“મેં આ પ્રોગ્રામ મારી નાની બહેનો માટે લખ્યો. તેમને ચિત્ર બનાવવા બહુ ગમે છે”, લિમ કહે છે. તેને એક ૩ વર્ષની અને બીજી પ વર્ષની બહેનો છે.

બે વર્ષની ઉંમરેથી કોમ્પ્યુટર વાપરતો થઈ ગયેલો આ ટેણિયો અત્યાર સુધી ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ પૂરા કરી ચૂક્યો છે! તેના પપ્પા, લિમ થાઈ ચીન, ચીફ ટેક્નોલોજિ ઑફિસર છે અને આઈફોન એપ્લિકેશન્સ લખે છે.

વિશ્વના સૌથી યુવાન આઈફોન પ્રોગ્રામર તરીકે પંકાયેલા આ ટેણિયાને પ્રોગ્રામિંગના પુસ્તકો વાંચવાની મજા પડે છે અને હવે તે ‘ઈનવેડર વોર્સ‘ નામની સાયન્સ ફિક્શન ગેમ (આઈફોન માટે જ સ્તો!) લખી રહ્યો છે.

વધુ માહિતી માટે લિમ ડિંગ વેનની સાઈટ હાથ ક્લિક વગી જ છે: http://virtualgs.larwe.com/Virtual_GS/Lim_Ding_Wen.html

Jun 152008
 

પહેલા દિવસે

Software Engineer - 1

પ્રોગ્રામર: “એક નવી છોકરી મારા પ્રોજેક્ટમાં જોડાઇ છે. દેખાવે ઠીક-ઠીક છે પણ ખાસ નથી.”
મેનેજર: “થોડો સમય જવા દે, તે છોકરી તને ગમવા લાગશે.” Continue reading »

Jun 142008
 

સોફ્ટવેર એન્જિનિયરના મોઢેથી આવું ક્યારેય સાંભળ્યું છે?

  • ના હો! આખો દિવસ તો કોમ્પ્યુટર પર કામ કર્યું હવે નવરાશના સમયમાં કોમ્પ્યુટર ગેમ નથી રમવી.
  • ક્વેક ગેમ? નહીં, આજે નહીં, આજે મારે જરા જલ્દી જઇને મિત્રોને મળવું છે.
  • મહેરબાની કરી હવે પીઝા નહીં ચાલે.
  • આ કોડ કોણે લખ્યો છે? મારી જીંદગીમાં આવું સરસ અને સુઘડ લખાણ જોયું નથી. આ તો તરત ‘ડીબગ’ થઇ જશે. Continue reading »
Jun 132008
 

એક વખત ડોક્ટર, એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર (પ્રોગ્રામર) વચ્ચે જોરદાર ચર્ચા થઇ કે વિશ્વનો સૌથી જુનો વ્યવસાય કયો?

ડોક્ટરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને સર્વપ્રથમ સર્જરી કરીને આદમની પાંસળી કાઢી હતી જેમાંથી ‘ઈવ’ થઇ અને પછી સમગ્ર મનુષ્ય જાતિ અસ્તિત્વમાં આવી.

એન્જિનિયરે કહ્યું કે અમારો વ્યવસાય સૌથી જુનો વ્યવસાય છે. ભગવાને શૂન્યમાંથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે તે જ દર્શાવે છે કે ભગવાન સૌથી પહેલા એન્જિનિયર હતા.

ડોક્ટરે કાન પકડીને એન્જિનિયરની વાત માની લીધી પણ સોફ્ટવેર એન્જિનિયરે પોતાની દલીલ કરી કે પોતાનો વ્યવસાય જ સૌથી જુનો વ્યવસાય છે. આ સાંભળીને ડોક્ટર અને એન્જિનિયર એક સાથે બોલ્યા, “કેવી રીતે?” પછી એન્જિનિયરે પોતાની દલીલને આગળ વધારતાં કહ્યુ કે એન્જિનિયરીંગ જ સૌથી જુનો વ્યવસાય હોઇ શકે કેમકે ભગવાને સમગ્ર બ્રહ્માંડની રચના કરી તે પહેલાં અહીં કંઇ નહોતું, ફક્ત અવ્યવસ્થા અને અંધાધૂંધી હતી. Continue reading »