સલામતી – FunNgyan.com
Feb 132016
 

પ્રિય મિત્રો,

૪૪/૩૬૬

હેલ્મેટ વિશેની આ છઠ્ઠી પોસ્ટ છે. આ પહેલાની પોસ્ટની લિન્ક લેખના અંતે ‘વિશેષ વાંચન’માં આપી છે.

હેલમેટ આમ તો આખા ભારતમાં ફરજીયાત છે પણ પુણેમાં મરજીયાત છે.

કોંગ્રેસના સમયમાં ફરજીયાત કરી હતી ત્યારે બીજેપીએ વાંધો લીધો હતો, હવે ફરજીયાત કરવાના છે ત્યારે કોંગ્રેસ વાંધો લેવાની છે.

રાજકારણને બાદ કરતાં વાત કરી અંગત રીતે કહું તો મેં હેલ્મ્ટ પહેલા લીધી હતી અને પછી બાઈક. હું નિયમિત હેલમેટ ધારણ કરું છું, પુણેમાં હેલ્મેટ ફરજીયાત નથી તેમ છતાં પણ. હવે પુણેમાં પણ હેલ્મેટ સક્તી (ફરજીયાત) થવાની છે. આ વિચાર સાથે બીજા જે વિચાર આવ્યા તે અહીં ચિત્ર સ્વરૂપે મૂકું છું. પુણેકર ક્રિએટિવ તો છે જ, એટલે ભવિષ્યમાં આવા દૃષ્યો જોવા મળે તો નવાઈ નહીં…

helmet 03

helmet 07

helmet 08

helmet 10

helmet 12

helmet 13

helmet 14

helmet 15

આ ચિત્રો મને આ સાઈટ પરથી મળ્યા અને ભવિષ્યમાં પુણેમાં આવા દૃષ્યો સર્જાશે તેની અપડેટ અહીં આવશે જ!

– વિનય ખત્રી

વિશેષ વાંચન

Nov 132014
 

પ્રિય મિત્રો,

મારે નિયમિત રીતે પુણેના એક જાણીતા મૉલમાં જવાનું થતું હોય છે.

ત્યાં હું પગે ચાલતો (કે બાઈક પર) જાઉં તો મારી બેગ ખોલીને ચેક કરવામાં આવે છે, સારી વાત છે. પણ જ્યારે હું કારમાં જાઉં ત્યાર ફક્ત કારની ડીકી ચેક કરવામાં આવે છે, બેગ ચેક કરવામાં આવતી નથી!

મને લાગે છે મૉલના સિક્યોરિટી મેનેજરને આતંકવાદીઓ તરફથી સોગંદનામું મળ્યું હોવું જોઈએ : “અમે જ્યારે તમારા મૉલમાં બોમ્બ પ્લાન્ટ કરીશું ત્યારે અમારો માણસ (આતંકવાદી) જો ચાલતો આવશે તો બોમ્બ બેગમાં લાવશે અને કારમાં આવશે ત્યારે ડીકીમાં!”

અહીં રજુ કરેલા ચિત્રમાં સિક્યોરિટી વિશેની આપણી ધારણા અને હકિકત એક સાથે એક જ ચિત્રમાં જોઈ શકાય છે:
સૌજન્ય moodyeyeview.wordpress.com
સૌજન્ય: moodyeyeview.wordpress.com

વિચારવા જેવું, અને જો કંઈ કહેવા જેવું લાગે તો કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

– વિનય ખત્રી

Jun 222008
 

આપની સલામતી માટે અહીં સજ્જડ બંદોબસ્ત છે. સિક્યોરિટિ કેમેરા લગાડેલા છે.. હસતું મોઢું રાખજો આપ કેમેરાની સામે છો…

સલામતીનો સજ્જડ બંદોબસ્ત

પણ આ ફોટો જોઇને અહીં ‘ટાઇટ સિક્યોરિટિ’ હોય એવું નથી લાગતું પણ હા, ‘સિક્યોરિટિ (પીને) ટાઇટ’ હોય એવું જરુર લાગે છે.