Oct 132015
 

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫

પ્રિય મિત્રો,

બહુ જ લાંબા વિરામ બાદ બ્લૉગ અપડેટ કરી રહ્યો છું, સમય અને મુદ્દો હોય ત્યારે ફેસબુક અને ટ્વીટર પર અપડેટ મુકતો જ હોઉં છું. ગયા બે વર્ષોની જેમ (૨૦૧૩ અને ૨૦૧૪) આ વર્ષે પણ આ સર્વેક્ષણ થવા જઈ રહ્યું છે. આજે પહેલું નોરતું થયું, તેમજ દિવાળી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે બહુ જ મહત્વનું પણ કડાકૂટ ભર્યું કાર્ય હાથમાં લીધું છે.

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં બેસ્ટ કહી શકાય એવા બ્લોગ કેટલા અને કયા?

અહીં બેસ્ટ બ્લૉગ એટલે સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લૉગ. અહીં કોઈ પ્રકારની સ્પર્ધા નથી, પણ આ એક સર્વેક્ષણ છે. સ્પર્ધામાં નિર્ણાયક હોય, સર્વેક્ષણમાં વાચકોની પસંદગી જ નિર્ણાયક બને. સર્વેક્ષણમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. સર્વેક્ષણ એ મતદાન નથી એટલે અહીં મતપત્રક નથી, જેમાંથી કોઈ એકને ચૂંટવાનો હોય. આ સર્વેક્ષણમાં મતદાતા પોતે જ ઉમેદવાર સૂચવે છે. સરવેક્ષણમાં ભાગ લેનાર એક કરતાં વધુ બ્લૉગ પણ સૂચવી શકે છે. બ્લૉગર પોતે પણ પોતાના બ્લોગને સૂચવી શકે છે.

કરવાનું શું છે?

અહીં નીચે આપેલા ફોર્મમાં તમારું નામ, તમારું ઈમેઈલ આઈડી અથવા (વૉટ્સએપ સુવિધાવાળો કે વૉટ્સએપ વગરનો) મોબાઈલ નંબર અને તમને ગમતા બ્લોગનાં સરનામાં યોગ્ય ખાનાંમાં લખવાનાં છે અને છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું છે એટલે આપનું નોમિનેશન નોંધાઈ જશે.

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) saurabh-shah.com

૩) readgujarati.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧, saurabh-shah.com +૧, readgujarati.com +૧]

એક વ્યક્તિ એક સમયે ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. અહીં ફોર્મમાં એક સમયે દસ બ્લોગ સૂચવી શકાય છે, ૧૦થી વધુ બ્લોગ સૂચવવા માટે આ જ ફોર્મ ફરીથી ભરવું. એક વ્યક્તિ એક કરતાં વધુ વખત કોઈ એક બ્લોગને મત આપશે તો તે એક જ મત ગણાશે..

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) funngyan.com

૩) funngyan.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧]

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે ઈમેઈલ આઈડી સાચું એટલે કે ચાલતું હોવું ફરજીયાત છે, કારણ કે ઈમેઈલ વેરીફાય કર્યા પછી જ મત ગણતરીમાં લેવાશે. ઈમેઈલ ન વાપરતા લોકો પોતાનો મોબાઈલ નંબર આપીને વેરીફાઈ કરાવી શકે છે.

સર્વેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૨ નવેંબર રાત્રે ૧૨ વાગ્યા સુધી. એક વ્યક્તિ ગમે તેટલી વખત સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે. ઈમેઈલ આઈડી/મોબાઈલ વેરીફાય કરાવવું ફરજીયાત છે, વેરીફીકેશન મહિના દરમ્યાન ગમે ત્યારે કરાવી શકાય.

દા.ત. કોઇએ આજે બે બ્લોગ સૂચવ્યા, કાલે એક સૂચવ્યો એવી રીતે કરતાં ને ૧૪ દિવસમાં ધારોકે ૨૫ બ્લોગ સૂચવશે તો તે પણ ચાલશે.

એક વ્યક્તિ પોતાને ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. તેણે સૂચવેલા બ્લોગ તેણે વાંચેલા અને ગમતા હોવા જોઇએ.

આ સર્વેક્ષણ વિશે બધાને જાણ થાય, ખાસ કરીને આપના બ્લૉગના વાચકોને જાણ થાય અને તેઓ આપના બ્લૉગને વોટ કરી શકે તે માટે આપના બ્લૉગ પર એક બેનર મૂકી શકો છો. બેનર પર ક્લિક કરી આપના બ્લોગનો વાચક મતદાન કરી શકે. વિજેટ માટે અહીં આપેલી ટેક્ષ્ટ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં રહેલું લખાણ કૉપી કરી તમારા બ્લોગ પર એક ‘ટેક્ષ્ટ વિજેટ’ ઉમેરી તેમાં પેસ્ટ કરી દેશો એટલે પત્યું. તેવી જ રીતે તમે તમારા બ્લોગ પર એક પોસ્ટ કરી આ સર્વેક્ષણ વિશે જાણ કરી શકાય.

આ સર્વેક્ષણનાં લેખાં-જોખાં લાભ પાંચમ, ૧૬ નવેંબરના અહીં પ્રસિદ્ધ થશે.

નોંધ – ફોર્મ ભર્યા પછી છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આ સિવાય કંઈ પૂછવું હોય તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું છે. મતદાન અહીં નીચે ફોર્મમાં કરવાનું છે.

નોંધ અને ટિપ: આ બ્લૉગ પર રાઈટ ક્લિક ડિસેબલ કર્યું છે પણ તમને ગમતા બ્લોગનું સરનામું તમે એડ્રેસબારમાંથી કૉપી કરી અહીં ફોર્મમાં પેસ્ટ કરી શકો છો. અહીં પેસ્ટ કરવા માટે કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખી V પ્રેસ કરો.

નોમિનેશન લવાનું બંધ અને મત ગણતરી ચાલુ. તારણો ટૂંક સમયમાં…

તારણો આવી ગયા છે – બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – તારણો

Oct 312014
 

પ્રિય મિત્રો,

બ્લૉગ સર્વેક્ષણના તારણો ધનતેરસના રજુ કરવાના હતા પણ ચાર વખત ડેડલાઈન જીવતી કરી ખસેડવી પડી અને અંતે ૨૯ ઑક્ટોબરના રજુ થઈ શક્યા. મત ગણતરી માઈક્રોસોફ્ટ એક્ષેલ નામના સોફ્ટવેર વડે જ કરવાની હતી પણ નોમિનેશન ફોર્મ ભરતી વખતે થયેલી ટાઈપ ભૂલો સુધારવામાં બહુ જ સમય ગયો. ટાઈપ ભૂલને કારણે કોઈનો મત રદ્દ થાય તે મને અયોગ્ય લાગ્યું તેથી સમય મર્યાદાને વધારીને ભૂલો સુધારવાનું રાખ્યું તેથી ધાર્યા કરતાં વધારે સમય ગયો.

બીજું, ગયા વખતે ૧૯૨ વ્યક્તિઓએ નોમિનેશન ફોર્મ ભર્યું હતું આ વખતે ૯૧૭ વ્યક્તિઓએ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરનારની સંખ્યામાં ૪૭૭% વધારો થયો. (બંને સંખ્યાઓ ડુપ્લીકેટ અને ખોટા આઈડી બાદ કર્યા પછીની છે.) તેવી જ રીતે નોમેનેશન મેળવનાર બ્લૉગની સંખ્યા ૨૦૧૩માં હતી ૨૪૩ જ્યારે ૨૦૧૪માં થઈ ૩૪૦!

ત્રીજું, નોમિનેશન ફોર્મ ભરવાં નવા લોકો ઘણાં હતા જેને કારણે ટાઈપ ભૂલો પણ વધી ગઈ, દાખલા તરીકે:

gamil -> gmail
gmil -> gmail
gimal -> gmail
gmai -> gmail
gnual -> gmail
gimil -> gmail
gemail -> gmail
gmaill -> gmail
gmagl -> gmail
.. -> . (ડબલ ડૉટ)
, -> . (ડૉટને બદલે કોમા)
bligspot -> blogspot
bolgspot -> blogspot
blogspit -> blogspot
bloggspot -> blogspot
blogsport -> blogspot
xom -> com
yanoo -> yahoo
roalji –> raolji
kakvana -> makvana
Sફર = ડફર નહીં પણ સફર, પહેલો અક્ષર ડગલાનો ડ નહીં પણ અંગ્રેજીનો એસ છે!
syber -> cyber
saybar -> cyber
gitu -> jitu
શબ્દોના પાવલડે -> શબ્દોના પાલવડે

ચોથું, એક સરખા નામ વાળા (દા.ત. સ્પંદન, અભિવ્યક્તિ) એક કરતાં વધારે બ્લોગ હોય અને નોમિનેશન ફોર્મમાં યુઆરએલને બદલે ગુજરાતીમાં બ્લોગનું નામ લખ્યું હોય ત્યારે મારે કયો બ્લોગ ગણતરીમાં લેવાનો? અન્યાય ન થાય તે માટે મેં નોમિનેટરના બ્લોગ પર જઈ બ્લોગ રોલમાં જે બ્લોગ હોય તેને ગણતરીમાં લીધા છે.

બ્લોગરના નામમાં પણ એક જગ્યાએ હું કન્ફ્યુઝ થયો – તન્મય શાહ કે તન્વય શાહ?

વર્ડ્પ્રેસ બ્લોગ પરથી CSV ફ્રોમેટમાં મેળવેલી ફાઈલને પરિણામ સુધી પહોંચતાં ૧૩ રીવિઝન થયા. દરેક સ્ટેજ પર ફાલઈને અલગ નામે સેવ કરી જેથી જરૂર પડે એક સ્ટેજ પાછળ જવું પડે તો જઈ શકાય.

bgbs14rsults

આવી તો કેટલીય ભૂલો સુધારવામાં સમય ગયો, બાકી મત ગણતરી એક જ મિનિટમાં થઈ ગઈ!

આવતી દિવાળીએ સર્વેક્ષણ કરીશું ત્યારે આ ભૂલો ન થાય તે માટે બ્લોગની યાદી બનાવી દરેક બ્લોગને નંબર આપવાનો અને નોમિનેશન ફોર્મમાં બ્લોગનો નંબર લખવાનો વિચાર કર્યો છે.

– વિનય ખત્રી

Oct 292014
 

પ્રિય મિત્રો,

આપની લાંબી આતૂરતાનો અને મારા રાતના ઉજાગરાનો અંત આ રહ્યો…

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ના તારણો પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

આ સર્વેક્ષણ માટે ૨૫ સપ્ટે.થી ૧૯ ઑક્ટો. દરમ્યાન નોમિનેશન લેવામાં આવ્યા. કુલ્લ ૧૨૫૮ નોમિનેશન ફોર્મ ભરી ૯૧૭ વ્યક્તિઓએ ભાગ લઈ ૨૨૧૮ મત દ્વારા ૩૪૦ બ્લોગ સૂચવ્યા, જેના તારણો આ પ્રમાણે છે:

નોમિનેશન ફોર્મ મળ્યા – ૧૨૫૮
નોમિનેટર (વ્યક્તિ) સંખ્યા – ૯૧૭
નોમિનેટેડ બ્લૉગ સંખ્યા – ૩૪૦
ટોટલ નોમિનેશન સંખ્યા – ૨૨૧૮

સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગની વિગતો આ પ્રમાણે છે…

પ્રથમ સ્થાને ૯૧૭માંથી ૪૦૮ મત મેળવનાર બ્લોગ:
* નોલેજ ઇઝ પાવર (કિશોર પરમાર)

દ્વિતિય સ્થાને ૯૧૭માંથી ૧૮૬ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુ સફર

તૃતિય સ્થાને ૯૧૭માંથી ૧૫૧ મત મેળવનાર બ્લોગ:
* ભાવેશ સુથાર

ચતુર્થ સ્થાને ૯૧૭માંથી ૧૧૬ મત મેળવનાર બ્લોગ:
* આપણું ગુજરાત

પંચમ સ્થાને ૯૧૭માંથી ૬૮ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશન કોર્નર (શિક્ષણ)

છઠ્ઠા સ્થાને ૯૧૭માંથી ૬૫ મત મેળવનાર બ્લોગ:
* પુરણ ગોંડલિયા

સાતમે સ્થાને ૯૧૭માંથી ૫૬ મત મેળવનાર બ્લોગ:
* મારું ગુજરાત

[દહીં દુધ*] ૯૧૭માંથી ૫૩ મત મેળવનાર બ્લોગ:
* ફનએનગ્યાન

આઠમા સ્થાને ૯૧૭માંથી ૪૪ મત મેળવનાર બ્લોગ:
* જીતુ ગોઝારિઆ

નવમા સ્થાને ૯૧૭માંથી ૪૨ મત મેળવનાર બ્લોગ:
* આર આઈ જાડેજા

દસમા સ્થાને ૯૧૭માંથી ૩૯ મત મેળવનાર બ્લોગ:
* રીડ ગુજરાતી

સંપૂર્ણ તારણો માટે ક્લિક = બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ તારણો

Oct 202014
 

પ્રિય મિત્રો,

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટેના નોમિનેશન લેવાનું બંધ કર્યું છે. મત ગણતરી ચાલુ છે.

સર્વેક્ષણના તારણો આવતી કાલે, ધનતેરસ તા. ૨૧ ઑક્ટોબરના પ્રસિદ્ધ થશે.

– વિનય ખત્રી