May 062008
 

લો, ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ હતો, અમને ખબર ય નહીં, ચાલો મોડા મોડા પણ મોળા નહીં, આપને અભિનંદન!

આ વાતની જાણ રીડ ગુજરાતીના આ લેખ વાંચવાથી થઇ, પછી નેટ પર ખાંખાખોળા કર્યા તો ખબર પડી કે ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન અને કોપી રાઈટ દિન તરીકે ઉજવવાની શરુઆત ૧૯૯૫થી યુનેસ્કો દ્વારા થઇ. આ દિવસ એ વિલિયમ સેક્સપીયરનો જન્મ અને નિર્વાણ દિન છે.

રીડ ગુજરાતીનો જુનો એક લેખ આજે વિશ્વ પુસ્તક દિન

આવતા વર્ષે સમયસર યાદ કરશું, બીજું શું?

Feb 012008
 

Netscape

૧૯૯૦માં જ્યારે ઈન્ટરનેટ એટલે એન્જિનિઅર અને સાયન્ટિસ્ટ માટેની સગવડ એવી માન્યતા બંધાતી હતી તે સમયે ઈન્ટરનેટને લોકભોગ્ય બનાવનાર સર્વ પ્રથમ ઈન્ટરનેટ એક્સપ્લોરર નામે નેટસ્કેપ નૅવિગેટર આ મહિનાના અંતે તેનો સપોર્ટ પાછો ખેંચી રહ્યો છે એવા સમાચાર વાંચીને ઘણું દુઃખ થયું.

૧૯૯૦થી ૧૯૯૫ સુધી એક ચક્રી સામ્રાજ્ય ચલાવીને ખૂબ ઊંચે આવેલી આ કંપની ૧૯૯૫માં  માઈક્રોસોફ્ટના આ ક્ષેત્રમાં આવવાથી નબળી પડતી ચાલી અને અંતે એઓએલ સાથે જોડાઈ ગઈ પણ નસીબ આડેનું પાંદડું ખસ્યું નહીં.  છેવટે નેટસ્કેપના કેટલાક પ્રોગ્રામર છુટા થઈને ફાયરફોક્સ બનાવ્યું. પછીથી બીજા પણ જોડાઈ ગયા અને આજે ફાયરફોક્સની ચડતી છે અને નેટસ્કેપની પડતી થઈ છે.

તડાફડી ટુલબાર IE16ઈન્ટરનેટ એક્સપ્લોરર ઉપરાંત NS16નેટસ્કેપ અને FF16ફાયરફોક્સ બંનેમાં ચાલે છે તે આપની જાણ ખાતર.

Dec 312007
 

૨૦૦૮નું વર્ષ આજે રાતથી બેસી જશે ત્યારે મારે તમારી સાથે બ્લોગ વિશ્વ એક અગત્યની વાત કરવી છે (ગુજરાતી બ્લોગ વિશ્વનો પરિચય મને કેવી રીતે થયો તે આપ ‘ઋણ સ્વીકાર‘ પાના પર વાંચી શકશો).

વિશ્વના બ્લોગ જગતના જાણવા જેવા એક શુભ સમાચાર:

ફોર્બ્સ સામયિક દ્વારા કરાયેલા ‘વિશ્વની ૨૫ પ્રખ્યાત ‘વેબ’ વ્યક્તિઓની યાદી’માં મૂળ ભારતીય એવા ઓમ મલિક નામના બ્લોગર ૧૨મા સ્થાને આવ્યા છે.

આ સમાચાર મેં ૨૭ ડિસેમ્બરના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા.

અભિનંદન.