સત્ય શોધન – FunNgyan.com
Jul 232016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં ફરતા અફવા પડિકાં અને ખોટી માહિતી ઓળખવા માટે સત્ય શોધન સાઈટ બહુજ ઉપયોગી નીવડે છે અને આપણે મૂરખ બનતાં બચી જઈએ છીએ, એટલું જ નહીં આપણાં સગા/મિત્રોને પણ મૂરખ બનવવા પડતા નથી અને સાચી માહિતી પીરસી શકાય છે.

આવી સાઈટનો અત્ર અવારનવાર ઉલ્લેખ/પરિચય કરાવવામાં આવે છે. હિન્દી સમાચાર ચેનલ એબીપી ન્યૂઝ ‘વાયરલ સચ’ લઈને આવી ત્યારે અહીં પાંચેક સાઈટનો પરિચય કરાવ્યો હતો – ૧) સ્નોપ્સ ડોટ કોમ ૨) હોક્ષ સ્લાયર ડોટ કોમ ૩) હોક્ષીસ ડોટ ઓર્ગ ૪) એફ.બી.આઈ – ફેસ બુક ઈન્વેસ્ટીગેશન બ્લોગ અને ૫) એબીપી ન્યુઝ – વાયરલ સચ (જુઓ – સોસિયલ મિડિયા અને સત્ય શોધન સાઈટ)

આજે એક વધુ સેવાની જાણકારી ઉમેરું છું. ફેસબુક પર એક પેજ બન્યું છે – હોક્ષ સ્લાયર.

hoaxslayer

મુલાકાત લેવા અને આવી જાણકારીમાં રસ હોય તો લાઈક કરવા ભલામણ.

દા.ત. વૈશ્ણોદેવી વિશેના બ્લોગ પર…

vaishnodevi2

કે ટ્રાવેલ સાઈટ પરનો આ ફોટો…
travel-site

માતા વૈષ્ણવદેવીના રસ્તાનો નહીં પણ લેન્ડવાસ્સર વાયાડકટનો છે જે સ્વિઝર્લેન્ડમાં આવેલો છે! (આ વાત ઉપર જણાવેલા ફેસબુક પેજ પરથી જાણી)

– વિનય ખત્રી

Feb 212016
 

પ્રિય મિત્રો,

૫૨/૩૬૬

સોસિયલ મિડિયામાં સાચા-ખોટા ઘણાં મેસેજ/ચિત્રો/વિડિયો ફરતા હોય છે. અફવાઓની પડીકી કઈ અને કઈ સાચી માહિતી કેમ ખબર પડે? જે તે મેસેજની સત્યતા કેમ ચકાશવી?

આ પ્રશ્નના જવાબમાં કેટલીક સાઈટ/બ્લોગ કામ કરે છે અને સમયાંતરે તેમનો ઉલ્લેખ અહીં કર્યો છે, આ યાદીમાં હવે એક વધુ ભારતિય સાઇટ/મિડિયા હાઉસનો ઉમેરો થયો છે.

૧) સ્નોપ્સ ડોટ કોમ

sn

૨) હોક્ષ સ્લાયર ડોટ કોમ

hs

૩) હોક્ષીસ ડોટ ઓર્ગ

hoaxes

૪) એફ.બી.આઈ – ફેસ બુક ઈન્વેસ્ટીગેશન બ્લોગ

fbi

૫) એબીપી ન્યુઝ – વાયરલ સચ Email Id – viralsach@abplive.in

abp

બીજી પણ આવી સાઈટનો પરિચય થશે અને સંતોષકારક પરિણામો મળશે તો અહીં અપડેટ કરીશ…

આપના ધ્યાનમાં કોઈ આવી સાઈટ હોય તો કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે.

– વિનય ખત્રી