Jun 112011
 

પ્રિય મિત્રો,

વર્ષો પહેલા એક સ્ટેજ કલાકારના મુખેથી એક વાર્તા સાંભળી હતી જેમાં આનંદ નામની વ્યક્તિ શહેનશાહ કેવી રીતે બને છે તેની વાત હતી:

આનંદ બોમ્બે ટુ ગોઆ જા કર ડૉન બન ગયા! ઉસ કે રાસ્તે કા પથ્થર કભી કભી મિલી કે કશ્મે વાદે કી તરહા અભિમાન પૈદા કર કે ઉસે પરવાના બનને પર મજબૂર કરતા થા. બરસાત કી એક રાત મેં લાવારીશ દિલમેં શોલે ભડક ઊઠે. લોગોં સે યારાના બઢાકર, યે સૌદાગર ખૂન પસીના બહાતા હુઆ અપના સિલસિલા જમાતા રહા. લેકિન હાય રે નસીબ! એક નમક હલાલ પર એક નમક હરામને ત્રિશુલ ફેંક કર ખુદ્દાર સે દેશદ્રોહી બના દીયા! અંધા કાનુન ઔર અદાલત કભી ઈસ મિ. નટવરલાલ કો ગિરફતાર ન કર શકી. વો મહાન સે નાસ્તિક બન કર, કભી અમર, અકબર, એન્થની તો કભી શરાબી, કભી કાલિયા તો કભી કૂલી બનતા થા ઔર હેરાફેરી કર કે સત્તે પે સત્તા મારતા થા. લેકિન એક દિન વો કાલા પથ્થર દેશપ્રેમી બન ગયા. ઉસ મર્દ મેં એક ઐસી શક્તિ જાગી ઔર વો મુક્કદર કા સિંકંદર સમય કી ગંગા જમુના સરસ્વતી પાર કર કે શહેનશાહ બન ગયા!

વાર્તા વાંચતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની વાત થઈ રહી છે. જી, હા. આ વાર્તાના શબ્દો હકિકતમાં મિલિનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મોના નામ છે.

જી, નહીં. તમારા બ્લોગને લોકપ્રિય બનાવવા માટે ન તો આ વાર્તા કૉપી કરી તમારા બ્લોગ પર મૂકવાની છે, ન તો શહેનશાહ પછીની ફિલ્મોના નામને સાંકળીને વાર્તાને આગળ વધારવાની છે. Continue reading »

Sep 142009
 

પ્રિય મિત્રો,

ઘણા સમય પછી આજે મેનેજમેન્ટ સ્ટોરી વિભાગમાં પોસ્ટ મૂકી રહ્યો છું, આશા છે ગમશે.

-વિનય ખત્રી

એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા ગયો અને પછી રસ્તો ભૂલી ગયો. ઘણી વાર સુધી જંગલમાંથી બહાર નીકળવાના ફાંફા માર્યા પણ સફળ થયો નહીં. બપોર નમવા લાગી હતી અને ત્યાં તેણે જોયું કે સામેથી જંગલનો રાજા સિંહ આવી રહ્યો છે! સિંહનો મિજાજ જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. આજુબાજુ જોયું તો ત્યાં કેટલાક હાડકાં પડેલાં જોયાં. તેમાંથી  તેણે એક મોટું હાડકું લીધું અને સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો. હાડકાને ચૂસતાં ચૂસતાં મોટેથી બોલ્યો, “વાહ! સિંહનો શિકાર કરવાની વાત જ અલગ છે, હજુ એકાદ સિંહ મળી જાય તો પૂરું પેટ ભરાય અને મજા પડી જાય!” એમ કહી કૂતરાએ મોટેથી ઓડકાર ખાધો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
સિંહ આ વાત સાંભળીને મોળો પડી ગયો. સિંહને લાગ્યું કે આ કૂતરો તો સિંહનો શિકાર કરે એવો માથાભારે લાગે છે. જીવ બચાવો અને ભાગો અહીંથી.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
ત્યાં ઝાડ પર બેઠેલો વાંદરો આ તમાશો જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું સિંહ સાથે સંબંધો સુધારવાનો આ સારો મોકો છે. સિંહને જઈને સાચી વાત કરી દઉં. સિંહ સાથે મિત્રતા થશે તો હંમેશને માટે જીવનું જોખમ ટળશે. તરત તે ઝાડ પરથી ઉતરીને સિંહની પાછળ ભાગ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ વાંદરાને સિંહની પાછળ જતા જોયો એટલે તેને થયું કે કંઈક લોચો લાગે છે. ત્યાં વાંદરાએ સિંહ પાસે જઈને બધી વાત કરી દીધી અને કહ્યું કે કૂતરાએ જંગલના રાજાને બેવકૂફ બનાવ્યો છે. સિંહ જોરથી ગર્જ્યો અને વાંદરાને કહ્યું, ‘ચાલ મારી સાથે, હમણાં જ જઈને કૂતરાના નાટકનો અંત આણીએ…” એમ કહી સિંહે વાંદરાને પોતાની પીઠ પર બેસાડીને કૂતરા તરફ દોડ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ સિંહને આવતાં જોયો અને ફરી એક વાર સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને જોરથી બોલવા લાગ્યો, ‘એક કલાક થઈ ગયો… ક્યાં મરી ગ્યો આ વાંદરો. ક્યારનો મોકલ્યો છે એક સિંહને ભોળવીને લઈ આવવા માટે…”

આને કહેવાય ભયનું મેનેજમેન્ટ!

(ઈન્ટરનેટ પર ફરતી હિન્દી વાર્તાનો ભાવાનુવાદ. (આ વાર્તા આ ઉપરાંત બીજા પણ ઘણાં બ્લોગ પર છે, હિન્દી તેમજ રોમન લિપિમાં પણ ફરે છે.))

  • મેનેજમેન્ટ સ્ટોરી વિભાગની અન્ય વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.
Apr 182009
 

પ્રિય મિત્રો,

આજે મને ફોર્વર્ડ ઈમેઈલમાં એક પ્રેરણાદાયક વાર્તા મળી – ‘મનની ખીંટી’. આમ તો આ એક લોકકથા જેવી વાર્તા છે જેનું મૂળ શોધવું અધરું છે પણ ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરવાની આદત/ફાવટ/શોખ/વ્યવસાયને લીધે એક પ્રયત્ન કરી જોયો અને નીચે પ્રમાણેના પરિણામો હાથ લાગ્યા:

૧. ઈન્ટરનેટ પર ફરતી મૂળ અંગ્રેજી કથા આ બ્લોગ પર વાંચી શકાય છે. (બ્લોગરને મૂળ લેખકની જાણ નથી.)

૨. આ અને આવી બીજી પણ પ્રરણાદાયક વાર્તાઓનો ગુજરાતી અનુવાદ શ્રી શાંતિલાલ ડગલીએ કરી તેને પુસ્તિકા સ્વરૂપ આપ્યું. પુસ્તકનું નામ – ‘આપણા હાથની વાત’, પ્રકાશક – આર.આર. શેઠ, કિંમત રૂ.૧૦/-, ૧૦૦ નકલ એક સાથે લેનારને રૂ.૫/-.

૩. ‘આપણા હાથની વાત‘ પુસ્તક પરિચય કરાવ્યો મૃગેશભાઈએ. (March 3, 2008)

એક વખત આ વાર્તા યુનિકોડમાં આવી ગઈ એટલે ઈમેઈલ ફોર્વર્ડર્સને મોકળું મેદાન મળી ગયું. (ઈમેઈલ કરનાર મૂળ લેખકનું નામ/સ્ત્રોત જાણી જોઈને મૂકતો નથી તેથી ફોર્વર્ડ કરનારને તેની ખબર પડતી નથી)

ફોર્વર્ડ મેઈલ વાંચીને સુરેશ જાનીએ (July 7, 2008), કાર્તિક મિસ્ત્રીએ (July 17, 2008) અને વિજય શાહે (April 8, 2009) તેમના બ્લોગ પર મૂકી.

અને હા, ‘ખરી પડે છે પીંછું’માં રીના મહેતાએ ‘ખીંટી માણસને ગમે છે‘ લેખમાં (March 5, 09) આ વાર્તાનો ઉલ્લેખ અનુવાદકના નામ સાથે કર્યો છે.

ટૂંકમાં આ લેખની ક્રેડીટ જાય છે તેના મૂળ લેખકને, ગુજરાતી અનુવાદક શ્રી શાંતિલાલ ડગલીને, યુનિકોડમાં ટાઈપ કરીને રીડ ગુજરાતી પર મૂકવા માટે શ્રી મૃગેશભાઈ શાહને.

વિનય ખત્રી

Feb 072008
 

એક સશક્ત કઠીયારો એક લાકડાના વેપારી પાસે કામે લાગ્યો. તેને સારા પગારની એક સારી નોકરી મળી. કઠીયારો સખત મહેનતુ હતો અને દિલ દઈને કામ કરતો હતો.

તેના શેઠે તેને એક કુહાડી આપી અને લાકડા કાપી લાવવા કહ્યું. પહેલા દિવસે તે ૧૫ ઝાડ કાપી લાવ્યો. “અભિનંદન!” શેઠે સાબાશી આપી. કઠીયારો ઉત્સાહિત થયો અને બીજા દિવસે વધારે મહેનત કરી પણ ૧૦ ઝાડ જ કાપી શક્યો. ત્રીજા દિવસે તેણે આગલા દિવસ કરતાં વધારે મહેનત કરી પણ ફક્ત ૭ ઝાડ કાપી શક્યો. દરરોજ કપાયેલા ઝાડોની સંખ્યા ઘટતી ગઈ. એવું ન્હોતું કે કઠીયારો મહેનત ન્હોતો કરતો, બિચારો સવારે વહેલો ઊઠીને કામે લાગતો તે સાંજે મોડો ઘેર પાછો ફરતો. દિવસ આખો સખત મહેનત કરતો પણ કપાયેલા લાકડાંનો જથ્થો ઘટતો જતો હતો. Continue reading »