Jun 162013
 

પ્રિય મિત્રો,

સમયને અભાવે અને પ્રાયોરિટિઓ બદલાવાને કારણે બ્લોગિંગ લગભગ બંધ થઈ ગયું છે.

આજે વરસાદી રવિવારની બપોરે ખાસ વિશેષ અપડેટ લઈને આવ્યો છું. ગઈકાલ બપોરથી અહીં પુણેમાં સરસ મજાનો અને સતત વરસાદ થઈ રહ્યો છે.

સહર્ષ જણાવવાનું કે જે માધ્યમથી આપણે જોડાયેલા છીએ તે વર્ડપ્રેસ બ્લોગ સેવા દસ વર્ષ પૂરા કરી અગિયારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે!

૨૭ મે ૨૦૦૩ના શરૂ થયેલી વર્ડપ્રેસ સેવાના મૂળ ૨૦૦૧માં શરૂ થયેલી સેવા ‘બી૨’માં છે જે તે સમયે બ્લોગ માટેના કંટાળાજનક વિકલ્પથી ‘હટકે’ જલ્દી અને સરળતાથી વેબ પર લખાણ મૂકી/વાંચી શકાય એવા નેક ઈરાદા સાથે શરૂ કરવામાં આવી હતી.

૨૭ મેના વર્ડપ્રેસે ૧૦ વર્ષ પૂરા કર્યાની પોસ્ટ ૩૧મી મે એ બ્લોગ પર મૂકવામાં આવી છે, wordpress.org/news/ten-good-years! ગુજરાતી બ્લૉગ જગતમાં આ વાતની નોંધ આ પહેલા કોઈએ લીધી હોય તો તેની લિન્ક અહીં મૂકશો, અન્યથા આ પોસ્ટને વર્ડપ્રેસને ૧૦મા જન્મદિવસે ‘બિલિટેડ’ શુભેચ્છા પાઠવતી સર્વ પ્રથમ પોસ્ટ ગણશો.

હેપ્પી બર્થ ડે! ઘણું જીવો વર્ડપ્રેસ!

Jan 042012
 

પ્રિય મિત્રો,

છેલ્લા કેટલાક સમયથી અહીં લાઈક બટનની સુવિધા ઉમેરવામાં આવી હતી (જુઓ બાજુનું ચિત્ર) જે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટેના ‘લાઈક’ બટન જેટલી ઉપયોગી ન હોવાથી અને ગૂગલ તરફથી ઉમેરવામાં આવેલી સેવા ગૂગલ પ્લસ ૧ વધારે ઉપયોગી હોવાથી લાઈક બટન આજ થી દૂર કરવામાં આવે છે અને તેને બદલે  હવે ગૂગલ પ્લસ ૧ બટનનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.

ગૂગલ પ્લસ ૧

ગૂગલ પ્લસ ૧

કોઈ પોસ્ટ ગમી હોય પણ કૉમેન્ટ લખવાનો સમય ન હોય કે કૉમેન્ટમાં શું લખવું એવો પ્રશ્ન ઊભો હોય કે પછી કૉમેન્ટ બોક્ષમાં ફક્ત ‘ગમી’ એટલું લખીશું તો કેવું લાગશે એવ વિચારતા હો ત્યારે ‘લાઈક’ બટન બહુ જ ઉપયોગી સેવા છે. વર્ડપ્રેસનું ‘લાઈક’ બટન વર્ડપ્રેસના નેટવર્ક પર બહુ જ ઉપયોગી સાબિત થયું છે પણ વર્ડપ્રેસ સિવાયના બ્લૉગ માટે નકામું. જ્યારે ‘ગૂગલ’નું નેટવર્ક સર્વવ્યાપી છે. આમ ગૂગલની આ ‘પ્લસ ૧’ (જુઓ ડાબી બાજુનું ચિત્ર) સેવા અને તેનો લાભ બધાને મળશે. વર્ડપ્રેસના ‘લાઈક’ બટનની જેમ કોણે કોણે પોસ્ટને લાઈક કરી તે (બધાને) દર્શાવે છે. વધુમાં ગૂગલ સર્ચ કરતી વખતે પણ પરિણામ સાથે કોણે લાઈક કર્યું છે તે દર્શાવે છે.

ગૂગલ પ્લસ ૧ અને ગૂગલ પ્લસ બંને અલગ વસ્તુ છે. જો કે ગમતી પોસ્ટની યાદી (એટલે કે આપણે જે જે પોસ્ટ પર પ્લસ ૧નું બટન દબાવ્યું હોય તેની યાદી) ગૂગલ પ્લસ પર પ્રોફાઈલના પાના પર +૧ પર ક્લિક કરીને જોઈ શકાય છે.

વિશેષ વાંચન:

Jan 012012
 

પ્રિય મિત્રો,

સૌજન્ય dreamstime.com

ફનએનગ્યાન.કોમ પર છેલ્લે પોસ્ટ મૂકી હતી તેને એક મહિના ઉપર થઈ ગયું. કામકાજને કારણે અત્યંત વ્યસ્તતા તેમજ સારા-માઠા પ્રસંગોને લઈને બ્લૉગ થોડા સમય માટે બાજુએ મૂકાઈ ગયો હતો. આજે, ઈશુના નવા વર્ષના સપરમા દિવસે અપડેટ કરવા બેઠો છું.

વહી ગયેલા સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી ઘણી બધી સુવિધાઓ ઉમેરવામાં આવી. જેમાંથી ઉલ્લેખનીય સેવાઓનો આપણે આગળ ઉપર પરિચય કરીશું. આ બ્લૉગ વર્ડપ્રેસના તદ્દન નવા સંસ્કરણ (૩.૩) પર ચાલી રહ્યું છે. મોબાઈલ ફોનમાં પણ વર્ડપ્રેસનું એન્ડ્રોઈડ માટેનું બીજું સંસ્કરણ આવી ગયું છે, પણ એન્ડ્રોઈડ પર ગુજરાતી ફોન્ટની સમસ્યા યથાવત છે!

૨૦૧૨માં જૂના-નવા વિષયો લઈને નિયમિત લેખ મૂકવાનો નિર્ધાર કરી અને આપને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે વિરમું છું.

ફરી મળીશું આવતી કાલે, ભારતિય સમય પ્રમાણે, સાંજે ૭ વાગ્યે!

Oct 102011
 

પ્રિય મિત્રો,

સપ્ટેમ્બર ૨૦૦૮માં એક પોસ્ટ કરી હતી, અશ્લીલ સાહિત્ય વાયા બ્લૉગ્સ. તે પછી આજે આ જ શિર્ષક સાથે પોસ્ટ મૂકવાનું કારણ એક બ્લૉગ છે જે રવિવારે વર્ડપ્રેસના બ્લૉગ ઑફ ધ ડે પાના પર દેખાયો હતો.

તે સમયે (૨૦૦૮માં) ખબર ન હતી કે આવી પોસ્ટનું કરવું શું? પોસ્ટના રીપ્લાયમાં અરવિંદભાઈએ ટૂંકમાં અને કૃણાલભાઈએ વિગતે સમજાવ્યું હતું કે આવા બ્લૉગની જાણ વર્ડપ્રેસને કરવાની રહે છે જેથી તેઓ જોઈતા પગલા લઈ શકે.

વર્ડપ્રેસ બ્લૉગ બનાવવાની મફત સગવડ આપે છે અને વાપરનાર મરજી પડે તે પ્રમાણે વાપરી શકે છે. એક છરી જેમ શાક સમારવા માટે પણ વાપરી શકાય છે તેમ કોઈને ઈજા પહોંચાડવા માટે પણ વાપરી શકાય છે. દુરૂપયોગ થવા માટે છરીને જવાબદાર ન ઠેરવી શકાય.

વર્ડપ્રેસ બ્લૉગ ઑફ ધ ડે કોઈ વિશેષ ફોર્મ્યુલા વડે કોમ્પ્યુટર દ્વારા નક્કી કરવામાં આવે છે. કોમ્પ્યુટરને (કે સોફ્ટવેરને) અક્ક્લ હોતી નથી તેથી તેને મુર્ખ બનાવી શકાય છે. બીજું, દરરોજ ચાર લાખથી વધુ બ્લૉગર દ્વારા રોજની પાંચ લાખથી વધુ પોસ્ટ દેશ-વિદેશની ભાષામાં મૂકાતી હોય ત્યારે વર્ડપ્રેસ દરેક પોસ્ટ વાંચે અને મોડરેટ કરે એવી આશા રાખવી નકામી. તો કરવું શું?

વર્ડપ્રેસ સેવાનો ખોટી રીતે ઉપયોગ થતો હોય તો તે માટેની ફરિયાદ તરત જ વર્ડપ્રેસને કરવી જોઈએ. અહીં એડલ્ટ બ્લૉગ જનરલ કેટેગરીમાં આવી ગયો છે તો તેના માટે Report Matureની ફરિયાદ કરવાની રહેશે, કેવી રીતે? જોઇએ… Continue reading »