Mar 272015
 

પ્રિય મિત્રો,

રસોઈ શો વિશેની પોસ્ટ પછી આ બીજી પોસ્ટ ‘રસોઈ’ વિશે. મથાળું વાંચીને તમને થયું હશે કે આ કેવી રીતે શક્ય છે, રસોડામાં પગ મૂક્યા વગર રેસિપી બુક કેવી રીતે લખી શકાય? નક્કી ગેસનો ચૂલો બેઠક ખંડમાં રાખ્યો હશે, એવો વિચાર આવવો સહજ છે! પણ ના, એવું નથી. ઈન્ટરનેટના જમાનામાં શક્ય છે રસોડામાં પગ મૂક્યા વગર પોતાની રેસિપી બુક છપાવવાનું.

આ વાતની જાણ ત્યારે મને ત્યારે થઈ જ્યારે મારા ઈનબોક્ષમાં ‘ફાફડા’ની રેસિપી આવી અને આદત પ્રમાણે મેં તે રેસિપીના શબ્દો નેટ પર શોધ્યા! આખે આખી રેસિપી, ફોટા સહિત અન્ય એક સાઈટ પરથી તફડાવવામાં આવી હતી. નવાઈ/આશ્ચર્ય તેમજ થોડું લાગી પણ આવ્યું કે આપણાં ગુજરાતી ફાફડાની રેસિપી પંજાબી ગૃહિણી નિશા મધુલિકાની સાઈટ પરથી લેવામાં આવી હતી! અન્ય એક સાઈટ પર ‘મમરા વગરની ભેળ’ની રેસિપી હતી જેના ચિત્રમાં મમરા ચોખ્ખા દેખાતા હતા!

ટૂંકમાં નેટ પર સર્ફ કરો, રેસિપી અને ફોટા ઉપાડી લો ભાષાંતર કે થોડું આમ તેમ કરો અને લો, થઈ ગઈ રેસિપી બુક તૈયાર. બુક/સાઈટ બનાવવાની આ પદ્ધતિ ઘણી જગ્યાએ જોવા મળશે. નકલ જાજો સમય ટકતી નથી. રેસિપી વિશે સવાલ પૂછીએ તો જવાગ મળતા નથી. જો કે ઘણી સાઈટ એવી પણ છે જે ખરેખર પોતાની રેસિપી પોતે બનાવી તેના ફોટા અને વિડિયો સાથે રજુ કરે છે, દા.ત. નિશા મધુલિકા.કોમ

વિશેષ વાંચન
* તરલા દલાલ.કોમ
* ગુજરાતી ભાષામાં લગભગ ૧૦૦૦ વાનગીઓની વિડીયોકલીપ